ઘણાં દિવસથી વિચારતો હતો તે કામ આજે ચાલુ કર્યું – મારી દિનચર્યા લખવાનું. (આશા રાખુ છુ કે નિયમિત લખતો રહીશ.)
આજે ઘરે મોટી બહેન આવી છે. સાથે એકની એક નાનકડી પણ તોફાની ભાણી પણ છે. તોફાની ભાણી સાથે રમવાની બહુ મજા આવી. અહી અને તેના ઘરે સૌથી નાની તે હોવાથી બધાની બહુ વ્હાલી છે.
ભાણી આવી છે ત્યારથી ગોળો ખાવાની જીદ કરી રહી છે. સાંજે લઇ જવાનો વાયદો છે. માત્ર વાયદો જ કર્યો છે કેમ કે ડોકટરે તેને બરફ ન ખવડાવવાની સલાહ આપેલી છે. તેને ગળામાં કોઇ તકલીફ થઇ છે.
આજે એક મિત્રને બ્લોગ કેમ બનાવવો અને કેમ ચલાવવો તે શીખવ્યું. બોલો, હું પણ હવે આ બ્લોગ જગતનો અનુભવી બની ગયો છું ને !! (હકિકત – ઉજ્જડ ગામમાં એરંડો પ્રાધાન.)
ઘરે મહેમાન આવેલા હોઇ આજે કામમાં રજા રાખી. એકંદરે દિવસ આનંદમાં વિતાવ્યો, ‘લેકીન… રાત અભી બાકી હૈ મેરે દોસ્ત.”