– ઘણાં સમયે લખવાનું બની રહ્યું છે. સમયની મારામારી તો છે અને રહેશે, પણ અહીયા લખવું શોખનો વિષય છે, તો શોખ માટે સમય શોધવાનો ન હોય, ફાળવવાનો હોય! -એમ સમજીને મન મનાવી રહ્યો છું.
– અણ્ણાજીનું આંદોલન રંગ લાવી રહ્યુ છે. આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં યોજાયેલ એક નાનકડી રેલીમાં ભાગ લીધો પણ આંદોલનકારીઓની અશિસ્ત જોઇને દુઃખ થયું. રેલીમાં જોડાયેલ લોકો જાણીજોઇને રસ્તા પર પસાર થતા લોકોને કનડવાનો પ્રયાસ કરતા હતા જે એક શાંતિ આંદોલનની વિરુધ્ધનું કાર્ય છે.
– અહી લખવા માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે અને થોડા સુધારાઓ કરવાનો વિચાર છે. જે અહી આપની જાણ સારું. (ચિંતા ના કરો દોસ્તો, આ નિયમો તમારે નહી મને પાળવાના છે.)
– હવેથી લાંબુ લાંબુ લખવાના બદલે મુળ મુદ્દે જ લખવાનો વિચાર છે. (કોઇ વાંચનારને વાંચતા માનસિક ત્રાસ થાય એવું લાંબુ-લાંબુ લખવાનું હવેથી બંધ.)
– બ્લોગના મુળથી સુધારાઓ કરવાની ઇચ્છા છે જેમાં બ્લોગનું વાતારવરણ (theme) બદલાવાનો પ્રસ્તાવ મારા નાનકડા દિમાગ દ્વારા રાખવામાં આવ્યો છે. (જો કે આ પ્રસ્તાવ હજુ વિચારાધીન છે..)
– સળંગ એક જ મુદ્દા પર આખી પેન્સીલ ઘસી 1 કાઢવાને બદલે વિવિધતાનો પ્રયાસ કરવો.
– દિનચર્યા બાબતે થોડા વધુ નિખાલસ બનવું. (તમને કોઇને ખબર નથી પણ હું હજુયે ઘણું-બધુ છુપાવી રાખુ છું.)
– લોકોને ગમે તેવું લખવા કરતાં પોતાનો સાચો મત રજુ કરવો. સત્ય ભલે કોઇને ન ગમે પણ દંભથી હું મારી જાતને બચાવવાનો પ્રયાસ તો કરી શકું છું
– આ જગ્યાને માત્ર મારી નોંધપોથી બનાવવા કરતાં આનંદદાયક સ્થળ બનાવવા પ્રયત્ન કરવો છે એટલે ઘણાં નવા વિષયોને અહી આવરવાનો પ્રયાસ થશે. (આ પ્રયાસનો બોજ અહી વાંચનાર પર પડશે તેની મને સુપેરે જાણ છે, પણ શું કરું…..હું મજબુર છું. 🙂 )
– બસ, આજે આટલું જ.
– આવજો દોસ્તો.. મળતા રહીશું..
રેલીમાં ભાગ લીધો તે જાણી ખુબ જ આનંદ થયો અને અન્ય આંદોલનકારીઓએ ખોટું કર્યું તે જાણી દુખ થયું
આભાર પ્રિતીજી…
ખુબ જ સરસ