. . .
ખોબો ભરીને અમે એટલું હસ્યાં.. કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં..
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં…
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
. . .
– જગદીશ જોષી –
. . .
@ ” મારો બગીચો “


![મુવીઝ એન્ડ મી! [2019] મુવીઝ એન્ડ મી! [2019]](https://i0.wp.com/www.marobagicho.com/wp-content/uploads/2019/01/MB-Rating4.png?resize=220%2C150&ssl=1)

વાહ! કવિ શ્રી જગદિશ જોશિ ની સુન્દર રચના ઓ માની એક. આભાર્