ભારતમાં તો કેટલાય ધર્મના લોકો છે અને દરેક ધર્મના ઢગલાબંધ સંપ્રદાયો-વાડાઓ છે. દરેકનો હેતુ જુદો, દરેકનો ભગવાન જુદો, દરેકના રિવાજો જુદા. આપણે હજારો પ્રયાસ કરીયે તોય બધાને એક ન કરી શકીએ. જો કે આ વિશે ઘણુ લખાયુ અને કહેવાયું છે એટલે વધારે કહેવાથી કોઇ ફેર પણ નથી પડવાનો !!!! પણ આજે વાત ભારતના ક્રિકેટ-ધર્મની કરવી છે.
આજે ભારત-પાકિસ્તાન સેમી-ફાઇનલ મેચ છે. અપેક્ષા મુજબ આપણા મીડીયાવાળા અને ક્રિકેટ-ઘેલા લોકોએ આ મેચને બે દેશ વચ્ચેના યુધ્ધનુ રુપ આપી દીધુ છે. કોઇ એક રમત પ્રત્યે આટલો બધો લગાવ અતિરેક કહી શકાય પણ આ અતિરેકમાં આજે એક અખંડ ભારતના દર્શન જોવા મળી રહ્યા છે. જો ભારતના લોકો માત્ર ક્રિકેટ માટે એક થઇ શકતા હોય તો બીજા બધા ધર્મ-નાત-જાતની કોઇ જરુર નથી.. એક ક્રિકેટ-ધર્મ પુરતો છે. અને આપણી પાસે તો “સચીન” નામના રેડીમેડ ભગવાન પણ છે !!! અને જેને નાના-નાના વાડાઓ કે સંપ્રદાય બનાવવા હોય તેમની પાસે સેહવાગ, ધોની, રૈના, યુવરાજ, હરભજન વગેરે જેવા બીજા વૈકલ્પિક ભગવાન પણ હાજર છે.
એક વાત વિચારવા જેવી છે કે જો આપણે બધા ક્રિકેટ ધર્મ પાળતા હોઇએ તો કેવું થાય !!! હા, એક વાત ખરી કે દેશના હજારો સાંપ્રદાયિક-ધાર્મિક-જાતિય રાજકારણ રમતા નેતાઓ ભુખે મરે !!! પણ… જો મારો-તમારો-બધાનો ધર્મ એક થાય તો દેશના ૯૫% વિવાદ ખતમ થઇ જાય, રાજકારણ ૭૦% ચોખ્ખુ થઇ જાય(૩૦% કૌભાંડ તો રહેવાના જ !!!), મારો દેશ વિકાસની રેસમાં સૌથી આગળ નીકળી જાય અને બની શકે કે ૧૦-૧૫ વર્ષમાં અમેરીકા પણ આપણને પુછીને આગળ વધતુ હોય !!!
આ બધી એક કલ્પના માત્ર છે.. છતાં પણ ક્રિકેટ એક ધર્મ બની જાય તો !!!!??? વિચારી જુઓ… તમને પણ નવી-નવી વાતો સુઝશે.. આમ પણ તમે બધા મારા કરતાં તો ઘણાં હોશિયાર છો !!!!
બોલો… ક્રિકેટ-ધર્મની જય !!!!!