આજની વાત

  • અણ્ણાજી એ સરકાર પાસે જે મનાવ્યું તેની જીતની ઉજવણી પતાવી. (હજુ મનમાં સરકારના ઇરાદાઓ અંગે શંકા છે.)

  • વરસાદ આ વર્ષે ઘણો લાંબો ચાલ્યો છે. સામાન્ય રીતે આ સમયે વરસાદના પાણી ઉતરી જતા હોય છે.

  • મેડમજી આજે મારી માટે એક સરપ્રાઇઝ ગીફટ લાવ્યા છે! આ ગીફટ આપવાનું કારણ સમજાયુ નથી પણ તેની પાછળ તેનો કોઇ ‘માસ્ટર પ્લાન’ જરુર હશે. (જવા દો ને.. આમ પણ આ લેડીઝ લોકો ના દિમાગને અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ પુરુ સમજી શકયા નથી ત્યાં મારા જેવા પામર જીવની શી વિસાત ? )

  • અગાઉ ની પોસ્ટમાં બ્લોગના મુળ વાતાવરણ (Theme) અંગે સુધારાનો જે પ્રસ્તાવ સુચવવામાં આવ્યો હતો તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. (વોટિંગમાં માત્ર હું જ હતો અને મે મારા પક્ષમાં વોટ આપ્યો છે ! )

  • નવું વાતાવરણ કેવું લાગે છે તે અંગે આપનો નિષ્પક્ષ અભિપ્રાય આપજો. (તમને જે લાગે તે… પણ મને તો ગમે છે.)

  • મારી સાથે ઘણી ખુશીથી જોડાયેલ એક મિત્રએ મને તેના ફ્રેન્ડ લિસ્ટ માથી ચુપચાપ કાઢી નાખ્યો છે. (તેનું કારણ તો તે જ જણાવી શકે….પણ મને તેનુ ઘણું દુઃખ થયું છે.)

  • આમ તો નવા સંબંધો બાંધવામાં ગમે એટલી ચોકસાઇ રાખીએ છતાંયે કયાંક તો ભુલ થઇ જ જાય છે. હવે ઘણું સાચવીને આગળ વધીશ.

  • ધંધાકીય કામકાજ હવે ખુલવા લાગ્યા છે એટલે હવે વળી નવરાત્રી-દિવાળીની તૈયારીઓ માં જોતરાવું પડશે. 🙂

  • ઘરમાં સામાન્ય તાવનો (અને તેની દવાઓ નો) સ્વાદ વારાફરતી બધાએ ચાખ્યો, હવે તે સ્વાદ પડોશીઓ ચાખી રહ્યા છે. (એમાં અમારો કોઇ વાંક નથી, એ તો જેવુ જેનુ નસીબ.)

અને છેલ્લે…

  • બે દિવસ સરકારી રજા છે પણ મારી ઓફિસ ચાલુ છે એટલે ધંધે લાગેલા રહેવું પડશે. સરકારી ઓફિસ અને બેન્ક બંધ હોવાથી આમ તો દિવસ રજા જેવો જ રહે છે.

 

  • સરકારી લોકો માણજો અને..

  • મારા જેવા લોકો પોતાનું કર્મ કરવામાં માનજો… આવજો..

 

  • મળતા રહીશું..

8 thoughts on “આજની વાત

    1. શ્રી તુષારભાઇ, આપના મંતવ્ય અને પ્રતિભાવ બદલ આભાર.
      અત્યારે તો મારા નાનકડા મગજ ઉપર નવી them નો નશો સવાર છે એટલે તે ઉતરે ત્યારે આપની વાત અંગે ચોક્કસ વિચાર કરીશ.

    1. શ્રી ચંદ્રકાંતભાઇ,
      હું તો આનંદમાં જ છું અને આશા છે કે આપ પણ કુશળ હશો. જુનુ વાતાવરણ તો મને પણ પ્રિય હતુ પણ નવું વાતાવરણ કંઇક બદલાવ તરીકે અને વાંચકને વાંચન કરવામાં સુંદર દેખાય છે. આપને નવું વાતાવરણ ગમ્યું તેનો આનંદ થયો.

    1. શ્રી કાર્તિકભાઇ, આભાર.. લખાણની આ રીતની પ્રેરણા આપની પાસેથી જ મેળવી છે.
      અને આપની ઉપરની વાત સમજાઇ નહી.. મે તો એવું કંઇ કર્યું જ નથી કે આ જગ્યા આપનારને ખોટું લાગી આવે !!! અહી જરા નવો છું તો આપની પાસેથી સહકારની અપેક્ષા રાખુ છું….

બોલો, શું કહેવું છે તમારે...