– મારા બગીચાના નવા વાતાવરણ માં આપ સૌનું તાજુ-તાજુ સ્વાગત છે!
– સંપર્ક પાનું બની ગયું છે એટલે હવે મને સંપર્ક કરવા ઇચ્છતા લોકો તેમની પસંદ મુજબનો વિકલ્પ પસંદ કરી શકે છે.
– ગણપતિના ભક્તો ધમાલ મચાવી રહ્યા છે. (આ ધમાલનો અર્થ સકારાત્મક અને નકારાત્મક બંને રીતે લઇ શકાય છે.)
– આજકાલ દિવસો વધારે ગતિથી જઇ રહ્યા હોય એવું લાગે છે. ખબર જ નથી પડતી કે કયારે દિવસ પુરો થઇ જાય છે અને કયારે મહિનો અને કયારે વર્ષ. (કયારેક એમ પણ વિચાર આવે છે કે શું જીંદગી આમ જ પુરી થઇ જવાની છે?)
– અમદાવાદમાં હજુયે વરસાદી માહોલ જામેલો છે.
– વરસાદી વાતાવરણમાં ધોવાયેલા રસ્તાઓ ત્યાંથી પસાર થતા વાહનોને ડાન્સ કરવા મજબુર કરી રહ્યા છે અને શહેરના નાગરીકોની સુખાકારી હેતુ રચાયેલ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન આદત મુજબ ઘોર નિંદ્રા માં છે. (કોઇ તો જગાડે..)
– ઘરમાં બધાની ઘણી ઇચ્છા હોવા છતાં મે ગણેશ-દર્શન ના પ્રોગ્રામમાં જવાની સાફ ના કહી દીધી છે. (મને આ ભક્તિનો દેખાડો બિલકુલ પસંદ નથી અને ત્યાંની બેકાબુ લોકોની ભીડ પણ.)
– બે-ત્રણ દિવસ થોડો ફાજલ સમય છે તો મેડમજી સાથે કયાંક બહાર જવાનો વિચાર કરું છું, એ બહાને તેને પણ રોજની એક જ દિનચર્યા માંથી થોડો ચેન્જ મળે.
– અંબે મા ના દર્શને જતા પગપાળા ભક્તો અને તે ભક્તો ની સેવા કરનારા સેવા કેન્દ્રો દર વર્ષે વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
મુસાફરી માટેની તમામ વ્યવસ્થાઓ હવે ઉપલબ્ધ હોવા છતાં આમ હેરાન-પરેશાન થઇને પગપાળા અંબાજી જવાનું કારણ મને તો કયારેય સમજાયુ નથી.
ક્યાંક ગણેશજીનું વિસર્જન,
તો ક્યાંક નવરાત્રીનું વિસર્જન,
તો ક્યાંક તાજીયાનું વિસર્જન,
ઉત્સવ વિસર્જનો ઉજવો છો
તો વેરના વિસર્જનને ઉજવો….
Ganpati Bappa Moriya…..
શ્રી આકાશભાઇ, લોકો પાસે ઘણાં કામ છે ને !!!! વેરના વિસર્જન માટે કોઇની પાસે સમય જ નથી… 🙁
હા ભાઈ તમારી વાત એક દમ સાચી ………..
aabhar tamaro bhai……
ગણપતિના ભકતોની ધમાલનો અર્થ મારી નજરે તો નકારાત્મક વધુ યોગ્ય છે અને અંબાજીના પગપાળા જતા ભકતો એ રસ્તા પર કરેલી ગંદકી હું હમણાં જ નજરે નિહાળીને આવી રહ્યો છું.
ભુતકાળમાં દરેક વારે-તહેવારે અંબાજી સુધી જવાની સુવિધા ન હોવાથી તથા તે સમયે મુસાફરીમાં સુરક્ષાની ખાતરી ન હોવાથી લોકોએ આ રીતે કોઇ એક નિશ્ચિત સમયે સમુહમાં મુલાકાત લેવાનું શરુ કર્યું હશે જે આજે પ્રથા બની ગઇ છે. મારા મત મુજબ હવે આ પ્રથા નિરર્થક તથા ભરપુર સમય અને શક્તિનો બગાડ છે….
jivan ma ek vakhat ambaji pagpala jav ane pachi kaho
jai ambe
bhai saheb tame loko aa rite blog ma lakho cho parantu sradhha nam ni pan koi vastu hoy che
aaje apne aa badhi parampara thi chaliye chiye to aap ni shaskruti jalvayel che. jo aa badhu dambh che e m kahi ni bandh karishu to shu thashe? saru che ke ambaji chalta jay che weastion contry ni jem disco ma ke pub ma to nathi jata ne?
મારા વડીલ મિત્ર,
દંભ કહીને બંધ કરીશું તો પણ ઘણું સારું જ થશે અને તેઓની ખરાબ વાતની સરખામણી કરતા હોવ તો એ પણ કરો કે વેસ્ટર્ન લોકો ઘણી બાબતે સારા પણ છે – તેઓ નકામા તમાશા કે ઉત્સવ પાછળ હજારો કરોડો ડોલર કે કિમતી સમયની બરબાદી નથી કરતા. તેઓમાં શિસ્ત, નિયબબધ્ધતા અને સમયપાબંધી જેવા ઘણાંયે સારા ગુણો છે.
નૈતિકતાની દ્રષ્ટિએ પણ મહાન ભારતની ધર્માંધ પ્રજા કરતાં તેઓ ઘણાં સારા છે અને એ વાત ન ભુલશો કે તેઓ કયારેય અંબાજી પગપાળા નથી ગયા તો પણ તમારા કરતા સો વર્ષ આગળ છે. તમે કયાં છો તે જરા જોઇ લો પછી વિદેશીઓની બુરાઇ કરજો.
મહાનતા ધર્મથી નહી કર્મથી હોય છે બાકી બધુ દંભ અને નક્કામુ છે અને આપને જો ખરેખર તમારા ધર્મને બચાવવો હોય તો પહેલા તમારા ધર્મને જાણો પછી આગળ વાત કરીશું..
આપના માટે નીચેની લીંક આપુ છું, ધર્મ અંગેના બે-ચાર સવાલો છે… આપના જવાબની આશા રાખુ છું.
૧. http://wp.me/p1xBQt-2S
૨. http://wp.me/p1xBQt-3k
mr.patel
tame jene dambh ane nakkamu kaho cho ae j vastu mate videshi loko india aave che bale videsh aapna karta 100 yrs aagal hoi pan je aapni sanskruti che ae temani pase nathij ane aetalej aapne thoda ma vadhare sukhi chiae. tamara mat pramane nakama utsav lakho loko ni roji roti banech aeni tamane khabar che. India ma aankho kholi ne raho do darek vastu pachal no saransh samji shakasho ( jo samjan shakti hashe to ) Jai Ambe
Miss/Mrs. Ridhhi,
તમારી આ વાતોના જવાબમાં પુરેપુરો એક આર્ટિકલ લખી શકાય તેવો છે એટલે તેનો વિગતવાર જવાબ આપીશ.
ત્યાં સુધી આપને વિનંતી છે કે તમે અહિ આપનું કોઇ ઇમેલ એડ્રેસ કે અન્ય માહિતી નથી જણાવી તો તે મળી શકે એવી વ્યવસ્થા કરશો જેથી આપને તે જવાબ લખ્યાની માહિતી પણ આપી શકાય. આપને મારી વાતથી અન્ય કોઇ પ્રશ્ન ઉદભવ્યા હોય તો તે પણ ચોક્કસ જણાવશો.
જો આપ તે બધુ અહી જાહેરમાં જણાવવા ન ઇચ્છો તો મને itzhp@live.com પર ઇમેલ કરી શકો છો. આપની દરેક વાતનો ખુલાસો કરવાનો પુરતો પ્રયાસ કરીશ.
રિધ્ધિબહેન, આપને હું જે કંઇ પણ કહેવા ઇચ્છું છું તે અહી સુંદર રીતે રજુ થયેલું છે તો કૃપા કરીને આ લિન્કની મુલાકાત લઇને આપના જ્ઞાનમાં વૃધ્ધિ કરશો – http://wp.me/pJpgO-1kU
આભાર.
sir tame lakhele link uper dharma vishe vanchiu. kharakhar sari link che thnks to you but hu matra etlu kehava mangu chu ke badha loko ni ek shraddha hoy che ane te koi pan rite tene mane che
tamri rite koy hoy shake mari rite koy hoy shake mari rite kahu to hu pan pad yatra ma manto nathi ane mara vichar tamara jevaj che ke a morden yug ma badha sadhano hova chata chalta javu e barabar nathi. pan mari mummy hamesh etlu j kahe che ke koi ne shraddha athva dharm vishe charch kariye tyare hamesha problem j obho thy. baki mane tamara blog vanchva game che kai bhuchuk hoy to maff karjo
Now a days religion has become entertainment.
As long as people live addiction free life it’s ok.
http://en.wikipedia.org/wiki/Addiction
one may take a look at સંપ્રદાય અવલોકન…and click on links