– કાંકરીયા વિશે તો જાણ્યું, હવે વારો છે કાંકરીયાને નિહાળવાનો… તો ચાલો… અને જુઓ કાંકરીયા.. મારી નજરે..
– સૌથી પહેલા પેશ છે (એટલે કે અહી રજુ થાય છે)…
કાંકરીયામાં પ્રવેશ લેવાનો આ તોતિંગ દરવાજો…!
~ ઉંચાઇ લગભગ ૨૫-૩૦ ફુટ !!! (પ્રવેશ માટે આ પ્રકારના બીજા દરવાજા પણ છે.) સિક્યુરીટી ચેક-અપ દરેક માટે ફરજીયાત છે.
~ દરવાજો ભલે તોતિંગ હોય પણ તે શોભા માટે જ છે! (હા એકલી શોભા જ અંદર જશે. 😀 #મજાક) કેમ કે, કાંકરીયામાં આવતા મુલાકાતીઓ માટે ત્યાં જ બાજુમાં નાનકડો દરવાજો છે; ત્યાંથી પ્રવેશ અપાય છે.
કાંકરીયા તળાવની આસપાસની હરિયાળી અને ફુટપાથ..
~ સવાર-સાંજ દોડવા (અને ચાલવા) આવતા લોકો માટેનો ટ્રેક ઉપરાંત આંખો ને ઠારે અને મનને ગમે તેવી સ્વચ્છતા..!!!1
આ જુઓ.. કાંકરીયામાં ફરવાનો આનંદ માણતી બચ્ચા પાર્ટી…
મજ્જા આવે એવી નૌકા વિહાર (એટલે કે, બોટીંગ) ની સુવિધા પણ છે!!
હવે… બોટીંગની મજ્જા કરવાની કિંમત પણ જાણી લો….
છે ને એકદમ સસ્તુ!!!
(મોંઘુ લાગે છે? તો છોડી દો યાર…નૌકા વિહાર ફરજીયાત નથી..!! 😀 )
..તો આગળ વધીએ,
~ આ છે કાંકરીયા તળાવની ફરતે સહેલ કરાવતી ‘અટલ એક્ષપ્રેસ’, મારી જાણકારી મુજબ આ ખાસ ટ્રેનને કાંકરીયા માટે વિદેશથી આયાત કરવામાં આવી હતી. આ સાંભળીને એકવાર તે વિદેશી ટ્રેનમાં બેસવાની ઇચ્છા થઇ આવીને…. હવે તે માટે સ્ટેશન સુધી તો જવુ પડે ને મારા દોસ્ત…
~ તો…હવે આપ પહોંચી ગયા છો “અટલ એક્ષપ્રેસ સ્ટેશન” સુધી. (ટ્રેનમાં સફર કરવા માટે ૧૦ રૂ। ની ટિકીટ લેવી પડે છે, ખુદાબક્ષ મુસાફરને બક્ષવામાં નહી આવે જેની ખાસ નોંધ લેશો.)
ટ્રેન સ્ટેશન પર સમયસર (!!) આવી ચુકી છે.
ચાલો, બધા વહેલા તે પહેલાના ધોરણે ગોઠવાઇ જાઓ…
~ આગળનો ફોટો જરા ધ્યાનથી જુઓ… કાંકરીયા તળાવની મધ્યમાં આવેલ આ સુંદર જગ્યા ને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે..
~ માફ કરજો દોસ્તો, મારી પાસે ત્યારે વધુ સમય ન હોવાથી અંદર સુધી પહોંચવુ શકય ન હતું. પણ આપ જયારે કાંકરીયાની મુલાકાત લો ત્યારે તળાવની શાન ગણાતી આ જગ્યાની મુલાકાત ચુકતા નહી…
~ અહી આપ નીહાળી શકો છો સંગીતમય (મ્યુઝિકલ) નાચતા ફુવારાં અને સાથે-સાથે દિલ ખુશ કરી દે તેવો જોરદાર લેઝર શો, તથા આજુબાજુ ફેલાયેલી રમણીય હરિયાળી!
~ કાંકરીયા તળાવની આસપાસ આવેલા અન્ય આકર્ષણ પણ જોવાલાયક છે; જેમ કે..
કમલા નહેરુ ઝુઓલોજીકલ ગાર્ડન..
(કોઇ જગ્યાએ આ નહેરુ-ગાંધીનું નામ ન મળે તો નવાઇ લાગે!)
~ ચાચા નહેરુ બાલવાટીકા..
~ ઉપરાંત પ્રાણીસંગ્રહાલય, કિડઝ સીટી, વિવિધ રાઇડસ,.. વગેરે વગેરે..
~ કાંકરીયા એક ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે …પણ તેની વાતો પછી ક્યારેક કરીશું.
~ જુઓ, ફરવા માટે તો ઘણું બધુ છે પણ થાક ના લાગે તો જ. એટલે અહી આવેલ મંદીરમાં બે ઘડી બેસીને ભગવાનને પ્રાર્થના કરતા જજો કે થોડી ફરવાની અને ઘણું માણવાની શક્તિ આપે..
~ આપણાં ભુતપુર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી પણ અહી બિરાજમાન છે, તો એક નજર તેમની તરફ પણ કરશો..
~ શારીરિક થાક માટે તો ભગવાનને પ્રાર્થના કરીને શક્તિ મેળવી પણ આટલુ બધુ ફરીને ભુખ તો જબરદસ્ત લાગી જ હશે! એટલે જ..સરકારે આપનો ખયાલ રાખીને આપનો આગળનો પડાવ કયાં હશે તે વિચારી રાખ્યું છે…
~ જીભને ગમે તેવો સ્વાદિષ્ટ નાસ્તો અહિ ઉપલબ્ધ છે. અતિભુખ્યા જન અહી સંપુર્ણ ભોજન પણ માણી શકે છે. આઇસક્રીમ, જ્યુસ, ઢોંસા, વડાપાઉ, સેન્ડવિચ, પાઉભાજી, પીઝા, ભેળ વગેરે વગેરે.. જે હાજર હશે તે મળશે. 🙂
કેટલીક અન્ય ક્લીક્સ..
~ આ તો તમે માણી દિવસની મુસાફરી..
~ જયારે આ જગ્યાની મુલાકાત લેવાનો મુળ લ્હાવો તો સાંજ ના સમયે આવે.. અદભુત લાઇટીંગ, ઠંડુ વાતાવરણ, સ્વચ્છ હવા તથા સંગીતમય બેકગ્રાઉન્ડ આપને દિવસભરનો થાક ભુલાવી દેશે તેની ચોક્કસ ખાતરી.
~ આશા રાખુ છું કે આપને મારી સાથે કાંકરીયા ફરવામાં આનંદ આવ્યો હશે. જો ખરેખર આનંદ આવ્યો જ હોય તો કયારેય આ વર્ચુઅલ મુલાકાતને રૂબરૂ મુલાકાતમાં ગોઠવજો; આપને અનેક ઘણો વધારે આનંદ આવશે.
~ આમ જ મળતા રહીશું…
~ આવજો દોસ્તો.
સરસ ફોટોગ્રાફી કરવામાં આવી છે . આપ ભર બપોરે કરતા વહેલી સવારે કાંકરિયા તળાવની મુલાકાત લેશો તો વધુ યાદગાર બની રહેશે . આપ વધુ તાજગી અને આનંદમય વાતાવરણ માટે શિયાળામાં સવારે મુલાકાત લેશો તો વાદળા તળાવમાં દૂર દૂર તરતા દેખાશે , ધુમ્મસવાળું વાતાવરણ જોઈ માઉન્ટ આબુનું નખી લેક , નૈનીતાલના સાત તાલની સુંદરતા અને કેરળના લેક પણ ભુલાઈ જાય તેમ છે .
આભાર સાહેબજી, આ ભરબપોરની મુલાકાત પાછળ એક કારણ હતુ નહી તો આ તળાવની સવારના પહોરની સુંદરતા વર્ણવા માટે મારા શબ્દોનો નાનકડો ખજાનો ઓછો પડે, તે માટે તો થોડો અનુભવી કવિ શોધવો પડે.
અને તેમાયે શિયાળાની સવારે કાંકરીયા ની સુંદરતા કેટરીના ના કેફ ને (જુના લોકો ‘મધુબાલા’ ની મધુરતા ધારી લો..) ભુલાવી દે તેવી હોય છે તે મારો જાત અનુભવ છે. 😉 તથા ગુલાબી ઠંડીના સમયની સાંજનું વર્ણન કરવા સ્વયં ગુલઝારને આમંત્રણ આપવું પડે.
Hu nani hati tyare mara uncle sathe tya gai hati..pan have kankariya to ganu badlai gayu lage chhe.. btw..very nice photos.
Thanks for share with us…
સ્વાદિષ્ટ નાસ્તો. મજાક છે? 🙂
બધાંએ કહ્યું તેમ કાંકરિયા બપોરે જવું એ હિંમત વાળું કામ છે. અમે ૫.૩૦ જેવા ગયેલા તોય તડકો લાગતો હતો..
સાહેબજી, સ્વાદિષ્ટ નાસ્તા બાબતે એટલું જ કહી શકાય કે – જેવા જેના નસીબ. 😀
આપના ફોટો જોયા હતા, તેની સામે આ થોડા ઝાંખા લાગશે.. આપની જેમ પ્રોફેશનલ કેમેરો સાથે ન હતો એટલે મોબાઇલનો ઉપયોગ થયેલો છે અને તેમાંય ફોટોની ગુણવત્તા ૫૦% જેવી ઘટાડવામાં આવેલી છે.
બપોરે જવામાં કારણ હતું, હવે કોઇ કારણ ન પુછશો કેમકે તે હું નહી આપુ તેની પાછળ પણ એક કારણ છે. (આ વાકય રચના કંઇક અજીબ બની હોય એવું લાગે છે.)
gr8… ane amne lage che k ano puro shreya MODIJI ne jaiche…:) jai jai garvi Gujarat
દર્શિતભાઇ,
કાંકરીયાનું ખુબજ સરસ અને અધ્ભુત વર્ણન અને મનમોહક તસ્વીરો સાથે તમો એ અમોને દુબઈ માં બેઠા
કાંકરિયાની મુલાકાત અને સુંદરતા નો અનુભવ કરવા બદલ ખુબ ખુબ આભાર……
સુંદર ફોટોગ્રાફ્સ અને સુંદર વર્ણન. અમદાવાદ જઈશ ત્યારે કાંકરિયા ની મુલાકાત પાક્કી….. 🙂
The most eye catching thing for me in pics was relatively cleaner Kankaria. Yours n Kartk’s snaps are tempting me to must visit the Kankaria when I visit India next.
20 વર્ષની ઉમ્મરે પહેલી વાર કાંકરીયા જોયુ હતુ,ફરીથી 31ની ઉમ્મરે અને આજે 65ની ઉમ્મરે યુ,એસ. એ.મા પ્રત્યક્ષ ખડુ થઇગયુ અને આપની જેમ યુવાનીના સ્મરણો સળવળી ઉઠ્યા.આજે કાંકરીયા જોવાની તલાવેલીથી એ અદ્ભુત ઉપવનમા મંન પહોચી ગયુ પણ ત્યા પહોચવાતો હમણા અસહાય છુ. પણ આપના અદભુત ફોટાજોયા પછી તો હવે ભારત પહોચતાની સાથેજ કાંકરીયાની મુલાકાત અવશ્ય લેવીજ્ પડશે કાંકરેયા એ ગુજરાતનુ ગૌરવ કહી શકાય એમા જરાય અતિશયોક્તિ ન ગણાય.
ખુબ જ સરસ ફોટોગ્રાફી અને વર્ણન કર્યુ છે …..
સરસ ફોટોગ્રાફી છે .એકદમ Crystal Clear !!
વર્ણન પણ ખુબ જ સરસ રિતે કર્યુ છે .
ઘરે બેઠા કાંકરીયાની સફર કરાવી દિધી તમે તો સુંદર ફોટો ગ્રાફી છે.
Nice place. I like to visit that.
KHAREKHAR UNDAR SABDO OCHHA PADE TEVU ADBHUT
Haal hu amdavad ni mulakate avyo hato. Kakariya na bhadha photo ane video mobile ma kaid kari avto hato. rasta ma mobile khovayo ne bhadhu gumavyu. pan tame mane aa sathe pachhu melvi apyu. Thanks. NAVNEET
મે પણ એક વાર કાંકરિયાની મુલાકાત લીધી હતી પણ મને એ ફરવા કરતા ધંધો ચલાવવા માટે બનાવ્યુ હોય એમ લાગ્યુ. એન્ટ્રી ફી થી માંડી જ્યા જઇએ ત્યા બસ ફી જ ફી. નાના માણસો માટે તો મુશ્કેલ છે આ જગ્યા એ ફરવુ. આટલી હદે privatization..!!
એના કરતા વડોદરામાં આવેલા કમાટીબાગમાં વધુ મજા આવી. ત્યાની મુલાકાત એકવાર અવશ્ય લેજો.