આજે મેળવેલું નકામુ જ્ઞાન

સ્કુટર ચલાવતી છોકરી

છોકરીઓના ટુ-વ્હીલરમાં ફીટ થયેલ સાઇડ મિરર (બોલે તો, રિઅર-વ્યુ મિરર) એ વણજોઇતી અને વધારાની ચીજ હોય છે!

( અલ્પ-જ્ઞાની સંત શ્રી બગીચાનંદ સ્વામીના સ્વ-અનુભવમાંથી.)

🧘 Yoga

15 thoughts on “આજે મેળવેલું નકામુ જ્ઞાન

  1. કોઈ કાચવાળી પણ કાચ(વ્હીકલના) ના જોતી છોકરી સાથે જરૂર અથડાયા લાગો છો આજે !

    તા.ક: ટેગ માં તુ-વ્હીલર ની જગ્યા એ ટુ-વ્હીલર હોત તો સારું થાત

    1. મોટાભાઇ, અથડાયો તો નથી પણ તેના કારણે આજે અથડાયો હોત એવા પુરા ચાન્સ હતા. 🙂

      (સુધારીને ટુ-વ્હીલર કરી દીધુ છે.. આશા છે કે હવે આપને સારું લાગશે. આભાર.)

        1. સાહેબ, ન અથડાયા એ જ સારું છે. અથડાયા પછી મારી જે હાલત થાય તે તો જાણે સમજ્યા પણ તેને કંઇક થયું હોત તો……..?????!!!!!

          (તમને ખબર તો હશે જ કે અકસ્માતમાં છોકરીઓ ના ‘ભાઇ’ બનવા ઘણાં તૈયાર હોય છે…. આવા તક’સાધુ ભાઇઓથી ભગવાન બચાવે… )

  2. સાક્ષરભાઈએ કહ્યું તેમ, અમુક છોકરીઓ માટે ઊતર્યા પછી મેકઅપ ચેક કરવા માટે એ અરીસાનો ઉપયોગ કરતી હોય છે પણ અમુક અને ઉપર પોસ્ટમાં વર્ણવી છે તેવી છોકરીઓ તો ચાલુ વાહને મેકઅપ ચેક કરવા માટે અરીસાની ગોઠવણ પોતાનું મોઢું પોતાને દેખાત તેવી રીતે જ કરેલી હોય છે, પછી તમારું વાહન તેમને ક્યાંથી દેખાય?

  3. શ્રી દર્શીતભાઈ,

    લ્યો અકસ્માત થતો રહી ગયો..હવે સર્વ જ્ઞાન સ્વામી બનશો તો

    આ બધી ઈચ્છાઓ પૂરી થઇ જશે. અમારા અમેરિકામાં એક સિગ્નલ

    લાઈટે મેકઉપ કરે પછી જો આગળની લાઈટ લાલ હોય તો પછી ફરી

    કુચડો ફેરવવા વળગે…

  4. બગીચાના માળીએ રોડ ઉપર એક નાનકડું ‘ફૂલ’ ફેંક્યું તો રોડ ઉપર પણ (કોમેન્ટોનાં) ફૂલ ખીલી ઊઠ્યાં ને બગીચોય બની ગયો !

Comments are closed.