તારો આભાર

તે મને ત્યારે ન સ્વીકાર્યો…

અને ધુતકાર્યો;

લાગતુ હતું કે..

તારા વિના જીવનમાં કંઇ નહી કરી શકું..

પણ આજે..

મારા દિલના દરેક શબ્દો,

મારા જીવનની હરએક દિશા..

માત્ર તારા અસ્વિકારની ઉપજ છે.

તું જ મારા દિલના વિચારોની જનેતા છે;

તારો એ અસ્વીકાર મારા જીવનનો પ્રેરણાસ્ત્રોત બન્યો છે!

આજે ભલે તારી સાથે કોઇ સંબંધ તો નથી રહ્યો

અને તારા દિદાર થયાને પણ એક આયખું વિત્યું છે;

પણ મને એકવાર તારો આભાર માનવો છે કે..

તે મને કંઇ ન આપી ને ઘણું આપી દીધું.

સમય પહેલાં જ મને ઘણો પરિપકવ બનાવી દીધો.

તારા પ્રેમ કરતાં તારી નફરત મને ઘણી ફળી છે!!

તારા એ અસ્વીકારનો ઉપકાર છે મારા આ જીવન ઉપર…

તારો જીવનભર આભારી,

હું, બગીચાનો માળી.


and i miss you, always..

3 thoughts on “તારો આભાર

  1. હ્રદય શ્પર્શિ રચના
    કોઇ પણ માણસ ની જિન્દગી બે વખતે જરુર બદ્લાય છે જ્યારે જિન્દગી મા કોઇ આવે ત્યારે અને જાય ત્યારે….અને અન્હદ ચાહ્તા હોઇએ એ જાય ત્યારે તો ઘણુ સિખવી જ જાય છે પછી એ કોઇ પણ સમ્બન્ધ હોય પ્રેમી,માતા પિતા કે પછી ગમતી સહેલી જ કેમ ના હોય……..અને આવી હાર ને જીત મા બદ્લી સકવાની તાકાત પણ દરેક મા નથી જ હોતી……..

બોલો, શું કહેવું છે તમારે...