. . .
– ગઇ કાલે ખરીદવામાં આવેલ નવું ઉપકરણ ; Samsung GALAXY Tab 2
– એન્ડ્રોઇડ ડિવાઇસ સાથે આ મારો પ્રથમ અંગત પરિચય ગણાશે. (હેલ્લો એન્ડ્રોઇડ !!)
– HTC નું ME Tab સારું (અને ઘણું સસ્તુ) છે પણ તેમાં સિમકાર્ડની (એટલે કે મોબાઇલ) સુવિધા અને સેમસંગ જેવી મજા ન હોવાથી પસંદગીનો કળશ ઉપરના ‘ટેબ’ ઉપર ઢોળવામાં આવ્યો. (કળશ ઢોળવામાં આવ્યો ત્યારે તેમાં પાણી નહોતું એટલે અહી નુકશાનના કોઇ સમાચાર નથી. 😉 )
– ટેબ સાથે કંઇક તો કરવું જ જોઇએ તે ન્યાયે તેમાં ફેસબુક, whatsapp, Tample Run તથા કેટલીક નાની-મોટી એપ્લીકેશન ડાઉનલૉડ કરી છે. (અત્યારે ‘TempleRun’ માં દોડાદોડ ચાલું છે.)
– ટેબ ની ખાસિયત, ખામી અને ખુબીઓ ની નોંધ થોડા અનુભવ પછી કરવામાં આવશે. (અત્યારે તો બધુ મસ્ત-મસ્ત લાગે છે.)
– અને હવે સૌથી ખાસ વાત – આ ટેબ મેડમજીને અર્પણ કરવામાં આવે છે. (સપ્રેમ ભેંટ !!)
. . .
ketla ma lavya e to lakhuvu hatu…..
Rs. 19,999/-
સારી પસંદગી, સારી ગિફ્ટ 🙂
થેંક્યુ. 🙂
હવે ઉપકરણ સાથે રચો સમીકરણ 😉
ઉપકરણ સાથે અમારો કાર્યકારણનો એવો સંબંધ છે કે સમીકરણ આપોઆપ રચાઇ જાય છે.
(^આ લખ્યા પછી તેનો અર્થ મને પણ સમજાતો નથી પણ તમારે તે કોઇ ઉચ્ચ વાત હશે એમ માની લેવું. 😉 )
મેડમ ને ‘ટેબ’ આપ્યું એટ્લે તમે હવે ક્યાક થી આવવામાં ‘લેટ’ થાય તો વાંધો નહીં! 😛 😀
મને આવવામાં ‘લેટ’ થયાનો વાંધો તો એમને પહેલેથી નહોતો પણ ડર એ વાતનો લાગે છે કે આ ‘ટેબ’ના ઉપયોગમાં બીઝી મેડમજી રસોડામાં ‘લેટ’ થશે તો જમ્યા વગરના રહીશું….. 😛
ha.ha..ha.. this is also possible! 🙂 .
અભિનંદન !
મને મારી પુત્રીએ ગીફ્ટ કર્યું છે – Samsung Galaxy Tab 10.1 3G 16GB
હજુ ઉપયોગ શરુ થયો નથી. તમારા અનુભવે કંઈક શીખશું
સરસ ગિફ્ટ છે. મારા અનુભવ તો અહી નોંધતો રહીશ પણ તમે એકવાર ઉપયોગ શરૂ કરો પછી આપોઆપ આવડતુ જશે…. અને હું તો હજુ નવો છું છતાંયે આપને કોઇ અડચણ હોય તો કહેજો..આપણે ભેગા મળીને શીખીશું.
આપનું મારા બગીચામાં સ્વાગત છે ડોક્ટર સાહેબ.. આપના બ્લૉગની નાનક્ડી મુલાકાત લીધી, મારા માટે થોડો ઉંડો અને અઘરો વિષય છે પણ તેનું નીરાંતે અધ્યઅન અને ત્યારબાદ તે અંગે મનોમંથન કરવામાં આવશે..
congrats !! અને ખૂબ ખૂબ આભાર તમારા પગલાં અમારા નાના અમસ્તા બ્લોગ ઉપર પાડ્યા એ માટે !!
આભાર.અને ખૂબ ખૂબ આભાર તમારા પગલાં અમારા નાના અમસ્તા બ્લોગ ઉપર પાડ્યા એ માટે !! 🙂