~ ગયા વર્ષે કહ્યું’તુ ને કે અબ બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા, એ જ ન્યાયે આ વર્ષે પણ અમે રજુ કરવા જઇ રહ્યા છીએ, બગીચામાં ઉછરેલી ખટમીઠી વાતો અને વૃક્ષો-છોડવાઓનું દ્રિતિય વાર્ષિક સરવૈયું. (ઢેટેણે…ણ!!!)
🙏 ઢોલ-નગારાં-પીપુડાં-ફટાકડાંના અવાજ અને ‘જોધા-અકબર’ના એન્ટ્રી મ્યુઝિકને જાતે યાદ કરી લેવા. 🙏
~ આમ તો આ પોસ્ટ ઘણી મોડી રજુ થઇ રહી છે અને તેના બચાવમાં કેટલાક બહાનારૂપ કારણો પણ છે; પરંતુ છેલ્લા બે દિવસ મારા ‘લેપટોપને Windows7 માંથી Windows8 માં અપગ્રેડ કરવામાં બગાડયા/સુધાર્યા’ તેને સૌથીવધુ વાજબી કારણ ગણી શકાય.
~ જો કે અપગ્રેડની તે દાસ્તાનમાં એક કંટાળાજનક, આઘાતજનક અને માનસિક ત્રાસદાયક કહી શકાય તેવો પરંતુ અંતમાં સુખદ અને આશ્ચર્યકારક અનુભવ સમાયેલો છે; પણ તેનાથી અત્યારે વિષયાંતર થવાની સંભાવના છે એટલે તે વાતો પછી કયારેક કરીશું.
~ એક ચોખવટ પહેલા પણ કરી છે અને આજે ફરી કરૂ છું કે અહી લખવું એ માત્ર શોખ અને યાદગીરી જાળવવા માટે છે. મારી ઘણી યાદોં અને વાતોને જાહેરમાં મુકવી યોગ્ય ન હોવાથી અથવા કોઇની અંગત ઓળખાણ ખુલ્લી થઇ જવાના ભયના કારણે પ્રાઇવેટ કરી દેવામાં આવતી હોય છે, જેને મારા સિવાય અન્ય કોઇને વાંચવાની પરવાનગી નથી હોતી. (જો કે આ રીતે પોસ્ટને પ્રાઇવેટ કરવાનું બીજુ અંગત કારણ એ પણ છે કે જો હું તે બધી પોસ્ટને જાહેર કરી દઉ તો મારા ઉપરાંત ઘણાં જાહેર/અંગત કે લાગતાવળગતા લોકોની ઇજ્જત દાવ પર લાગી જાય એમ છે!)
– ચલો, બીજી વાતો ઘણી થઇ ગઇ છે તો હવે મુળ વિષય પર આવું..
# હાજર છે કેટલીક આંકડાકીય માહિતી:
- વર્ષ દરમ્યાન નોંધાયેલા કુલ મુલાકાતીઓ : 19,021
(સૌ વાચકો અને મુલાકાતીઓનો આભાર.) - કુલ પોસ્ટ : 47
(આ જાહેર રિપોર્ટ છે એટલે પબ્લીક પોસ્ટ જ ગણતરીમાં લેવાશે, પ્રાઇવેટ પોસ્ટની સંખ્યાનો અહી સમાવેશ થતો નથી.) - 2013 માં કુલ કોમેન્ટ્સ – 624
(દરેકના પ્રતિભાવની અમે નોંધ લઇએ છીએ.) - ગયા વર્ષમાં સૌથી વધુ વંચાયેલી મુખ્ય 3 પોસ્ટ :
- તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન
- સુખદ સરકારી અનુભવ
- હે ભગવાન…
(જોયું, ‘ભગવાન‘ મેદાન મારી ગયા છે! અને સૌથી વધુ વાચકો આપવા બદલ તેમનો પણ આભાર માનવો જોઇએ ને! ઓકે. તો કાલે એક દિવસ પુરતું તેમના વિષયે કંઇ આડુંઅવળું નહી બોલું. 🙂 )
- સૌથી વધુ મુલાકાતીઓ – ફેબ્રુઆરી (2,902)
(વાહ.. વાહ…) - સૌથી ઓછા મુલાકાતીઓ – નવેમ્બર (893)
(જે કોઇએ આ મુલાકાતીઓની મંદી ના મહિનામાં સાથ આપ્યો તે સૌનો દિલથી આભાર) - સૌથી વધુ કોમેન્ટ કરનાર – વન એન્ડ ઓન્લી.. કાર્તિકભાઇ!!
(ચલો, તાલી પાડો છોકરાંઓ) - સૌથી વધુ પોપ્યુલર પોસ્ટ – થોડી ફિલસુફી, મનની સાફસુફી…
(વર્ડપ્રેસના મતે) - સૌથી વધુ લાઇક્સ ધરાવતી પોસ્ટ – તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન.. (23 Likes!)
(ભગવાનભાઇની જય હો..)
# હવે, કેટલીક અન્ય માહિતીઃ
~ બ્લોગીંગના આ વર્ષે મને શરૂઆતમાં સાથ આપનારા ઘણાં જુના સાથીદારો ગુમ થઇ ગયા તો બીજા ઘણાં સાથીદારો નવા જોડાયા!! (કેટલાક લોકોએ ઘણાં સુંદર વિષયો સાથે બ્લોગીંગ વિશ્વમાં પ્રવેશ કર્યો હતો; પણ હવે માત્ર તેમની જુની પોસ્ટ જ જોવા મળે છે અને તેના લેખક-મિત્રો ગાયબ છે!)
~ મારા બગીચાની આ સફરમાં હવે લગભગ સ્થિરતા જણાય છે. મારી જાત ને લેખક તો ન કહી શકાય પણ ‘બે-શબ્દો’ લખનાર તરીકે પ્રસ્થાપિત કરી શક્યો છું. હા, પોસ્ટની અનિયમિતતા છે પણ હવે મારી સાથે અણધાર્યું કે અજુગતું કંઇ થતું નથી તેનો આનંદ પણ છે. (અને થઇ જાય તો તેને હું ગણકારતોયે નથી. 😉 )
~ કુલ પોસ્ટના આધારે ૨૦૧૨નું વર્ષ એટલું સારું ન કહી શકાય કેમ કે આ ક્ષેત્રે ગયા વર્ષના પ્રમાણમાં તેમાં ૨૦-૨૨ ટકાનો ઘટાડો થયો છે. જો કે ગયા વર્ષે ટાઇમ-પાસ પોસ્ટનો ભરાવો ઘણો હતો તેને ધ્યાનમાં લઇ શકાય! (કેટલાક સજ્જનોને તો આ વર્ષે પણ એવું જ લાગતું હશે; હોય એ તો… જૈસી જીસકી સોચ. )
~ બે-ચાર બ્લોગરને તેમના બ્લોગની શરૂઆત કરાવવામાં મારો બગીચો પ્રેરણારૂપ બન્યો છે, તેને ગયા વર્ષ દરમયાનની સૌથી ઉત્તમ પળ ગણી શકાય.
~ ગયા વર્ષે મારા દ્વારા ઘણાં નવા બ્લોગની મુલાકાત અને અનુભવ લેવામાં આવ્યા. ગયા વર્ષે હું બ્લોગદુનિયામાં નવો નિશાળીયો હતો પણ આ વર્ષે બ્લોગર તરીકેની થોડીઘણી રીતભાત શીખ્યો છું એવું લાગે છે. (મતલબ કી હવે યે બચ્ચા અનુભવી-લોગ કી ટોલી મે આવતા હૈ!)
~ આ વર્ષે મારા બગીચાને વર્ડપ્રેસ-મુક્ત સ્વતંત્ર એડ્રેસ આપવાનો વિચાર છે. સેવા તો વર્ડપ્રેસની જ રહેશે પણ સરનામું મારું અંગત હોય એવી એક ઇચ્છા જાગૃત થઇ છે. આ વિચાર યોગ્ય છે કે નહી તે અંગે મિત્રો (કે વિવેચકો) પોતાનો તટસ્થ મત જણાવી શકે છે. (થોડો ખર્ચ થશે પણ એ કરવા હું તૈયાર છું.)
~ ઓકે. હવે લગભગ દરેક મુખ્ય આંકડાઓ અને માહિતીનો સમાવેશ થઇ ગયો છે તો આપનો કિંમતી સમય બગાડવા કરતાં અટકવું ઠીક રહેશે એવું જણાય છે. (તમે પણ વાંચીને થાકયા-કંટાળ્યા હશો એવું માની લઇએ. 😉 )
~ આવજો..
# નોંધઃ ઉપર પ્રસ્તાવનામાં બાબા લખ્યું એટલે કોઇએ અમને બ્લોગબાબા ન સમજવા; તે નામ કોઇ એક ખાસ બ્લોગર-પત્રકાર માટે પહેલેથી આરક્ષિત છે! –લિ.હુકમથી
આપનો આ વાર્ષિક અહેવાલ હું પાસ કરું છું અને તમને આગલા વર્ષમાં ચડાવું છું , Promotion 😉
અને હા , તાલીઓ મેં અશ્રાવ્ય અવાજમાં ( Ultrasonic )પાડી છે , તો તમારે તે ધ્યાન દઈ સાંભળવી પડશે ❗
અને છેલ્લે , ” લગે રહો માળીભાઈ ” . . તમે બે ને બે = બાવીસ વર્ષો બ્લોગીંગમાં પસાર કરો તેવી હૃદયેચ્છા 😎
આપનો ખુબ-ખુબ આભાર નિરવભાઇ…
તમારી અશ્રાવ્ય અવાજમાં પડેલી તાલીઓને મારા બગીચાના ‘ડિજીટલ” કાન દ્વારા ઝીલી લેવામાં આવી છે! અને તે બદલ બગીચો આપનો આભાર વ્યક્ત કરે છે.
એ વાત સાચી કે જુના ઘણાં ‘સારા’ બ્લોગર મિત્રો જોવા નથી મળતાં. કદાચ સમય નો અભાવ કે પછી નાની-મોટી જવાબદારીઓ… (આપણેય એમાંનાં એક છીએ 😉 )
બાકી, તમારા બગીચાના જેટલા પણ વૃક્ષો છે એ આપણી નજરની સામે જ મોટાં થયા છે. 🙂
સાચી વાત કહી સોહમભાઇ.. સમયના અભાવ અને જવાબદારીઓમાં ઘણીવાર શોખ કુરબાન થતા રહેતા હોય છે. જુઓ ને, એક જ વિસ્તારમાં હોવા છતાં આપણે હજુ મળી નથી શક્યા બોલો !! (જો કે મારે સ્વીકારવું જોઇએ કે તેમાં મારો વાંક વધુ છે.)
અને મોટાભાઇ, આપના જેવા ઘણાં જુના જોગીઓના આશિર્વાદથી બગીચો આજે પણ હર્યોભર્યો છે. હંમેશા આવી કૃપાદ્રષ્ટિ જાળવી રાખશો એવી આશા સહ.. આભાર.
CHINTA NA KARO A VARSHE pan GHANA MARA JEVA GRAHAKO MALI RAHSHE
😉
આપના સુંદર સુશોભિત બગીચામાં ફરવાની મજા પડી
આપ ખુબ જ સુંદર લખો છો, આમ જ ગુજરાતી સમાજની સેવા
કરતા રહો
તમારા બ્લોગમાંથી શીખવા વાળાઓમાં તો મારું નામ પણ આવે…. 😛
અને ભગવાનની હાજરી વાળી પોસ્ટમાં કદાચ મેં કોઈ કમેન્ટ નહિ કરી હોય પણ એ અને એની સીક્વલ માણી તો હતી જ ……! 😀
હે માળીજી, આપ આ વર્ષમાં ફુલ-ફીડ અનેબલ કરો એવી અપેક્ષા 🙂
સુજ્ઞ સજ્જન શ્રી, આપની અપેક્ષાની અમે નોંધ લઇએ છીએ.
પરંતું પહેલાં હું સંપુર્ણ અજ્ઞાત અવસ્થામાં હતો એટલે કંઇ પણ કહેવા-લખવા માટે આઝાદી રહેતી. મેં કરેલા સાચા-ખોટા કામને હું બિન્દાસ્ત લખતો અને સ્વીકારતો. (જો કે હવે એ બધી પોસ્ટ ‘પ્રાઇવેટ’ છે.) પણ ધીમે-ધીમે ઘણાં લોકો નજીક આવતા ગયા અને વળી તે બધા મારા લખાણની લગભગ નિયમિત નોંધ પણ લે છે. એટલે હવે દરેક ઘટના કે વ્યક્તિ વિશે હળહળતું સાચું લખવામાં જે-તે વ્યક્તિ કે સમુહની આંખની શરમ નડે છે અથવા તો તેમની નારાજગીનો ડર વધુ છે. બસ, પછી મેં રસ્તો કાઢ્યો કે લખવું તો સત્ય લખવું પણ જાહેર ન કરવું એટલે મારો હેતુ પણ સંતોષાઇ જાય અને કોઇને સમસ્યા પણ ન થાય.
ઉપરના કારણ સહ આપની અપેક્ષા આમ તો ઘણી ખત્તરનાક કહી શકાય છતાંયે જો મન માનશે તો હિંમત કરવામાં આવશે.
ઓહ, તમે ખોટું સમજ્યા. આ જુઓ: http://kartikm.wordpress.com/2012/06/21/todays-advise-full-rss-feed/ 🙂
ઓહ ! વૉ ક્યા છે કે અમારે સમજને મેં ગલતી એ મિસ્ટેક થઇ ગયા ! અને અબ સમજાઇ પણ ગયા. 😉
મારી આખી પોસ્ટ જોવા લોકો અહીંયા જ આવે એવો પહેલા દુરાગ્રહ હતો પણ હવે એવી કોઇ ખ્વાહીશ નથી એટલે રીડરથી વાંચનાર મિત્રોની સરળતા ખાતર આપની ઇચ્છા સર-આંખો-પર… સેટીંગને નવી રીતે ગોઠવી દેવામાં આવ્યા છે.
૧. આભાર!
૨. એનાથી તમારી મુલાકાત સંખ્યામાં કોઇ ફરક પડતો નથી. એ ગણાઇ જાય છે!!
“આ વર્ષે મારા બગીચાને તેનું સ્વતંત્ર એડ્રેસ આપવાનો વિચાર છે. સેવા તો વર્ડપ્રેસની જ રહેશે પણ સરનામું મારું અંગત હોય એવી એક ઇચ્છા જાગૃત થઇ છે. આ વિચાર યોગ્ય છે કે નહી”
માળી ભાઈ, આ વિચાર અતિ બેલેન્સ્ડ છે બહુ ફ્રેન્કલી કહું તો માત્ર બે રીઝન છે જેના લીધે હું પોતે (પર્સનલ ડોમેઈન ઉર્ફે) સ્વતંત્ર એડ્રેસ પ્રત્યે આકર્ષાયો છું
1. કોઈ પ્રોફેશનલ ફાયદો
2. કોઈ એવી સેવાઓ ની જરૂરિયાત કે જે વર્ડપ્રેસ એની .com સર્વિસ માં નથી આપતું [જેમાં કન્ટેન્ટ અને એના માટે વધારે સ્પેસ પણ આવી જાય]
સ્વતંત્ર એડ્રેસ માટે ની ફીસ અહિયાં ઘણી નાની છે $17 કે 18 જે ~1000 રૂપિયા જેટલું ય નથી, પણ જો બ્લોગ ને માત્ર પોતાના એડ્રેસ થી નવા એડ્રેસ પર ટ્રાન્સફર જ કરવો હોય તો અહિયાં શું ખોટું છે?
આપના પ્રતિભાવ બદલ આભાર.
જો કે હું કોઇ જ પ્રોફેશનલ ફાયદો નથી ઇચ્છતો અને મને કન્ટેન્ટ માટે વધારે સ્પેસની પણ જરૂર પડે એમ નથી લાગતું. (જુઓને, બે વર્ષ માં 3,072MB Allowed Space માંથી 12.06MB નો જ ઉપયોગ થયો છે!)
છતાંયે marobagicho.wordpress.com ની જગ્યાએ marobagicho.com હોય એવી મારી ઇચ્છા છે. ફીસ ઘણી નાની છે એટલે જ તો શોખ ખાતર પણ તેને હું ખર્ચી શકું છું. બીજુ બધુ તો જેમ છે તેમ જ રહેશે માત્ર સરનામું બદલાશે અને આ બદલાવ માત્ર ઇંટરનેટ બ્રાઉઝરના ‘એડ્રેસબાર’માં જ દેખાશે !
જો કે આપના દરેક મુદ્દા સાથે સહમત. અને હા, જો વધારે સ્પેસ કે અન્ય સુવિધા જોઇતી હોય તો થોડા વધુ ખર્ચ કરવા તૈયારી રાખવી પડે. (તેમાં 10GB સ્પેસ માટે $20 થી શરૂ થાય છે.)
હમકા ભી અપના કહન સકત અઇસા ડોમેનવા લેનેકા બડા ચાવ હૈ . . . આનેવાલે દીનોમે હમ ભી અપને બાપુ સે કહ કે , ઐસે હી કોનો ઇન્ત્ઝામ કરને કી સોચન રહત હૈ 😀
નવા ફોન્ટ , નવી થીમ , ઝાઝી જગ્યા અને વધારામાં માત્ર આપણી જગ્યા 🙂
કારણકે , મારી ટોપલી તો ફટાફટ ભરાવા માંડી છે અને ક્યારે છલકાઈ જાય . . તેની ખબર નહિ 🙂 માટે થોડો ખર્ચો કરવાની ઈચ્છા ખરી ! . . . અને હા , તમે ડોમેઈન-નેઈમ બદલો . . ત્યારે લાઈકની તો વ્યવસ્થા તો જરૂર ને જરૂર રાખજો . . લાઈક કરવાની મજા જ કઈ ઔર છે 🙂
હમણાંથી આપના ઠેકાણે આવવાનું વધુ થતુ નથી (કારણ- તમારી પોસ્ટને પુરેપુરી દેખાતા અને પછી મારી પા-પા-પગલીની સ્પીડે વાંચતા મને ઘણો સમય જોઇએ છે એટલે આપને મારાં નિરાંતે વાંચવાના બ્લૉગની યાદીમાં સામેલ કર્યા છે. હવે સૌથી મોટું કારણ – મને નિરાંત હોતી જ નથી! 🙂 ) પણ મારો અંદાજ કહે છે કે તમારી પાસે કહેવા અને બતાવવા માટે એટલું બધું છે કે તમારે તો વધુ જગ્યા માટે જલ્દી જ વ્યવસ્થા કરવી પડશે…
😉 આપે અત્યંત નમ્રતાથી મારું પત્તું કાપી નાખ્યું 😉 बहुत नाइंसाफी है ❗
તમે અને હું તો ઉપરવાળાના ઇશારે નાચતી કઠપુતળીઓ છીએ. આ તો હરી ઇચ્છા હશે, નહી તો કોઇ કોઇનું પત્તું પ્રભુની મરજી વિના કાપી જ ન શકે. હું તો નિમિત્ત માત્ર બન્યો છું.
(સાંભળ્યું છે કે સારા અને શ્રધ્ધાળું લોકોને આવી રીતે સમજાવો તો તેમને સારું લાગે છે અને બધું સહર્ષ સ્વીકારી લે છે!; તમે પણ સારા વ્યક્તિ છો એવું અમારી જાણમાં છે એટલે થયું કે પ્રયત્ન કરી જોઇએ. 😉 પ્રયત્ન ન ગમે તો અમારી મુખ્ય કચેરીએ દિન-૭માં લેખીતમાં જાણ કરવી. 😀 )
—
નોંધ- સિરીયસ ન થવું.
लेकीन इन्साफ होगा । जरूर होगा….
શુભેચ્છાઓ !
આભાર વડીલ શ્રી.
અને હા, આપના તરફથી કોઇ આદેશની રાહ જોવાય છે..
તમારી ભાષામાં કહું તો મારા તરફથી લીલી-લીલી , સૂકી-ભિની,સુગંધિત શુભકામનાઓ…..