– બે દિવસ પછી દિવાળી છે એટલે દિવાળી સ્પેશીયલ પોસ્ટ તો હોવી જ જોઇએ ને.. (એમ તો આ પહેલા એક ‘નવરાત્રી સ્પેશીયલ પોસ્ટ‘ હોવી જોઇતી’તી પણ આ તો એવું છે ને કે જે ભુલાઇ ગયું હોય તે વિશે હવે કંઇ કહી ન શકાય.)
– આપ સૌ મુલાકાતીઓ તથા દુર બેઠા મારા શબ્દોને વાંચીને માણી લેતાં (અને સહન કરી લેતા) સર્વે સજ્જનો (અને સન્નારીઓ) ને દિવાળીની ઘણી-ઘણી શુભેચ્છાઓ!
– આજકાલના અપડેટ્સ વિશે શોર્ટમાં કહેવું હોય તો એમ કહી શકાય કે મોજમાં દિવસો વિત્યા છે ને મસ્તીમાં રાત વીતી છે. (આ વર્ષે પ્રથમવાર એક દિવસ સિવાય આખી નવરાત્રી ઘરે આરામ કરવામાં જ કાઢી નાખી બોલો.)
– હમ્મ્મ્મ, આ તો ઘણી નાની પોસ્ટ થાય એમ લાગે છે. ઓકે, તો ટેણીયાના થોડા ફોટો પણ ઉમેરી દઉ છું.
– અરે ટેણીયાથી યાદ આવ્યું, થોડા દિવસ પહેલા તેને શરદી-તાવ-કફ એટલા વધી ગયા’તા કે ડોક્ટરે એક્સ-રે જોઇને ન્યુમોનીઆની અસર હોવાનું જણાવી ‘જલ્દી દાખલ કરી દો’ ની સલાહ આપી હતી.
– જો કે પછી ડોક્ટરસાહેબ મમ્મીની કડક પુછપરછમાં ભાંગી પડ્યા’તા અને તેમની મોંઘી સલાહ પરત ખેંચીને વધુ ‘મોંઘી’ દવાઓ લખી આપી’તી!! છેવટે ત્રણ-ચાર દિવસમાં અમારા ‘છોટુ સાહેબ’ ઠેકાણે આવ્યા અને અમને સૌને શાંતિ થઇ. (પેલો આમિરખાન બિચારો ‘સત્યમેવ જયતે‘માં સાચું કેતો’તો.)
– ટેણીયાનું હમણાંનું નવું નામ છે – ‘ચંપા‘ (અને આજકાલ તે જે નખરાં કરે તેને અમે ચંપાગીરી1 કહીએ છીએ!)
– દિવાળી પછી વળી ઘણો સમય મળશે, એટલે અહી નવા વિષય/વિભાગ ઉમેરવાનો વિચાર છે. (એમ તો હું કેટલાયે વિચાર કરતો રહું છું પણ અમલમાં મુકુ ત્યારે વાત…ખરું ને?)
– દિવાળીમાં ખાજો-પીજો હરજો-ફરજો અને મોજ-મજા કરજો. (અને જો એવું કંઇ ન કરવું હોય તો આરામ કરજો પણ મહેરબાની કરીને કોઇને ન નડજો.)
– એય….. આવજો હોં..
ચંપાગીરી 🙂
ભાઈગીરી સાંભળ્યુ હતું, પણ ચંપાગીરી !! અને એ પણ કોપીરાઈટ વાળું !! વાહ !!
આપને તેમજ કુટુંબીજનોને શુભ દીપાવલી કામના સાથે નુતન વર્ષાભિનંદન
આપને અને આપણા પરિવારને દિવાળી ની શુભેચ્છાઓ……..
નવું વર્ષ આપની માટે મંગલમય રહે……..
happy diwali to you and ur family. and nice photos.
With Gleam of the Diyas & the Echo of the Chants, May Happiness & Contentment Fill your life.
Wish you a very Happy & Prosperous Diwali…!!! Nice pics
Rekha Shukla
શુભ દિવાળી અને નુતન વર્ષાભિનંદન….ખુબ સરસ ક્લિક્સ ચમ્પાગીરી
khuba j saras photos padya che…. and cut teniyo…..
DIVALI ETALE BALKO NI KHUSHI