બે બદલાવ અને iOS7

બદલાવ નંબર : 1

– બગીચામાં એક નવું બટન મુકવામાં આવ્યું છે, જેની ઉપર ક્લીક કરવાથી તે આપને મારા બગીચાની અણધારી ગલીઓમાં લઇ જશે અને આપની સામે કોઇપણ એક પોસ્ટને1 લાવીને મુકી દેશે. (જો જો, તે બટન હવે હંમેશા દેખાશે!)

– આ ઓપ્શન વર્ડપ્રેસમાં લોગ-ઇન થયેલા લોકો માટે પહેલેથી ઉપલબ્ધ હતું જ; પણ હવે તે મારા બગીચામાં પધારતા દરેક પ્રકારના મુલાકાતીઓની સેવામાં કાયમી હાજર રહેશે! (અહી ભેદભાવ મુક્ત સમાજની રચના કરવાનો મારો ઉમદા ઉદ્દેશ આપને દેખાય છે ને? -નથી દેખાતો? -ઓકે. જવા દો તો..)

– જે લોકો રીડર/ઇમેલમાં આ પોસ્ટ જોઇ રહ્યા છે અથવા તો જેમને આ બગીચા સુધી આવીને તે ‘બટન’ને શોધવામાં આળસ ચઢતી હોય તેમની માટે ખાસ તે બટન અહીં નીચે મુકવામાં આવ્યું છે. (ક્લિક કરતા રહો, વાંચતા રહો….. જયાં સુધી મારા લખાણથી ત્રાસી ન જાઓ ત્યાં સુધી! 😋)

seperator

બદલાવ નંબર : 2

– તાજા સમાચાર મુજબ વર્ડપ્રેસદેવે તેમના ભક્તો દ્વારા થતી નીરંતર સેવા-આરાધનાથી ખુશ થઇને Embed Facebook Post નું વરદાન આપ્યું છે! એટલે કે હવે વર્ડપ્રેસમાં સીધેસીધીજ ફેસબુક પોસ્ટને મુકવું ઘણું સરળ બની ગયું છે. (ટ્વીટર માટે તો આ ઓપ્શન પહેલાથી છે જ.)

– એટલે અમે (વાંચો કે, ‘મેં’) હવે દરેક પોસ્ટમાં કોઇ પણ એક ટ્વીટર કે ફેસબુકની પોસ્ટ અહી મુકવાનો નિર્ણય કર્યો છે. તે બહાને ત્યાંની કોઇ-કોઇ અપડેટ અહી પણ સમયે-સમયે નોંધાતી રહે..

seperator

– હવે વાત iOS 7 ની કરીએ. આમ તો આ એક બદલાવ જ છે પણ તે મારા આ બગીચામાં સીધો અસરકર્તા નથી; એટલે તેને ઉપર બદલાવની સંખ્યામાં ઉમેરવામાં નથી આવ્યો. પરંતુ તે મારા રોજબરોજ જીવનમાં ચોક્કસ બદલાવકર્તા બની શકે છે.

એપ્પલ દ્વારા આજે ઓફિસીયલી iOS7 ને દરેક એપ્પલીયાંઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. (ઘણી રાહ જોવી પડી આ અપડેટ માટે તો…. આ અપડેટનો ઇંતઝાર કેવો હતો એ તો કોઇ ‘એપ્પલ’ના ઉપયોગ કરનારને પુછો તો જ ખબર પડે.)

– આ જુઓ, ઓફિસીયલ ન્યુઝ!!

9 thoughts on “બે બદલાવ અને iOS7

  1. 1) રેન્ડમ પોસ્ટ સારું ઓપ્સન છે. હું પણ ઘણી વાર મારા બ્લોગમાં બેસી જાઉં છું રેન્ડમ પોસ્ટ વાંચવા , મજા આવે

    2) એપલ અને મને દુર દુર થી કોઈ લેવા દેવા નથી એટલે આ 7 આવ્યાનો કોઈ હરખ ઉત્સાહ કે દુઃખ નથી

    1. આમ તો કોઇપણ વસ્તું કે સ્થિતિ પ્રત્યે હરખ, ઉત્સાહ કે દુઃખ ન થાય તેવી સ્થિતિને હું ઉત્તમ ગણું છું અને તેને જાળવવા પ્રયત્ન પણ કરતો રહું છું છતાંયે કયારેક કયારેક આ મરકટ મન તે સ્થિતિમાંથી મને બીજે વાળી દેતું હોય છે.

      અને ઉત્સાહનું તો એવું છે ને કે તમે કોઇ આઇફોન વાળાને પુછશો તો જ સમજાશે કે iOS7 હાથમાં આવ્યાનો હરખ અને તેનો ઉપયોગ કરવાનો ઉત્સાહ કેવો હોય છે! 🙂

    2. રેન્ડમ પોસ્ટનું ઓપ્શન ઘણાં સમયથી મુકવાની ઇચ્છા હતી પણ કઇ રીતે ગોઠવવું તે નક્કી ન’તુ થતું. (ઇમેજને widget માં ગોઠવીને તેને માત્ર બટન તરીકે કોઇ ખાસ લીંક પર ટ્રાન્સફર કરવી એ મારા જેવા માટે થોડું અઘરું કામ હતું.)

  2. હું ગમે તે બ્લોગરનો બ્લોગ વિઝીટ કરુ એટલે રેન્ડમ પોસ્ટ વડે જ બ્લોગ સર્ફ કરું છું. 😛 આ વર્ડપ્રેસ વાળાએ રહી-રહીને ફેસબુક એમ્બેડ પોસ્ટ વાળું ફિચર ઉમેર્યુ્. હમણાં જ મારી લખેલી પોસ્ટ ( ત્રીજુ વિશ્વયુદ્ધ ) માં મારા ફેસબુકનું સ્ટેટસ એમ્બેડ કરવું હતું પણ ના થયું. છેલ્લે એમ્બેડ પોસ્ટનો સ્ક્રીનશોટ મુકવો પડ્યો 😛

    1. કોઇપણ બ્લૉગમાં રેન્ડમ પોસ્ટ વાંચવાની ખરેખર એક અલગ મજા હોય છે કેમ કે ત્યારે તમારી સામે કયા વિષયની પોસ્ટ આવશે તે નક્કી નથી હોતું એટલે ‘શું આવશે’ તેનો ઉત્સાહ તમને વાંચવા માટે રોકી રાખે…

  3. રેન્ડમ પોસ્ટ વિષે ની જાણ પણ મને તો તમારા થકી જ થયેલી , અને તમારું આ બટન પણ ખૂબ ગમ્યું , એ વેરી નાઈસ કન્સેપ્ટ ! લેટેસ્ટ પોસ્ટ્સ વંચાય જ્યારે જૂની પોસ્ટ્સ પસ્તી ની જેમ પડી રહે … જનરલ્લી આવું જ થતું હોય છે , આવું થતા અટકાવવા રીડર્સ ને જૂની પોસ્ટ સુધી દોરી જવાનો આકર્ષક રસ્તો તમે શોધી કાઢ્યો ( બ્લોગ જગત ના શોધકો માં તમારું નામ આદર પૂર્વક લેવામાં આવશે ) ફેસબુક વાળા ન્યુઝ પણ ગમ્યા . જોકે એ કેવી રીતે કરવાનું એ મારા જેવા અભણ બ્લોગર્સ ને શોખ્વાડ્યું હોત તો ? જોકે તમારી રેન્ડમ પોસ્ટના બટન ની શોધ ને અપનાવવા પણ લલચાયો છું પણ એવું કરતા આવડે તો ને !! 🙁

    1. શીખવું આમ તો એક પ્રક્રિયા છે મારી માટે… મોટેભાગે હું પ્રયત્ન જ કરતો હોઉ છું. “વાગ્યું તો તીર, નહી તો તુક્કો” 🙂

      ફેસબુકની એમ્બેડ પોસ્ટ કેમ મુકવી તેની લીંક ઉપર પોસ્ટમાં છે જ. પણ રેન્ડમપોસ્ટનું બટન મુકવું હોય તો તેની કોઇ ચોક્કસ પધ્ધતિ નથી અને મારી જે રીત છે તે થોડી અટપટી છે. છતાંયે આપને જરૂર હોય તો યાદ કરજો, આપને શીખવાડવાની જવાબદારી અમારી.

  4. ~> બટન વાળો આઈડિયા તો મસ્ત છે!! ટ્રાય કરવું પડશે…
    ~> એમ્બેડ વાળું હજુ બરાબર સમજાયું નથી, જો કે ટ્વીટર ના એક્ઝામ્પલથી થોડુક ક્લીઅર તો થયું છે, પણ એ તો વર્ડપ્રેસની પોસ્ટ વાંચીને જ ક્લીઅર કરવું પડશે… 😛
    ~> iOS7 હોય કે Android 4.4 Kitkat, મને તો મજા જ છે…. સ્માર્ટ ફોન યુઝ નથી કરતો તેમ છતાં સ્માર્ટ ફોન્સ યુઝ કરતા ફ્રેન્ડ્સ ઘણા છે(એટલે થ્યું ત્યારે 😉 )…. 😀

બોલો, શું કહેવું છે તમારે...