– ઘણાં સમય પહેલા જણાવ્યા મુજબ આજે વ્રજના ફોટો મુકવામાં આવી રહ્યા છે. (કયારે જણાવ્યું’તુ અને તેનો કેટલા દિવસે અમલ થાય છે તેની શોધખોળ કરવા માટે સંશોધકોને છુટ આપવામાં આવે છે. – લિ.હુકમથી)
– આ ફોટોવાળી વાતની શરૂઆત તેને (એટલે કે વ્રજ ને) ‘ટકું’ કરાવ્યું ત્યારે થઇ હતી અને પછી ટકાટક ફોટો મુકવાની જાહેરાત પણ કરી હતી. આજે અમે તે વચન પુરું કરી રહ્યા છીએ. (જોયું! અહી દરેક જાહેરાતનો અમલ કરવામાં આવે છે! એક અન્ય જાહેરાત: ચુટણીમાં આપનો કિમતી વૉટ અમને જ આપજો. જાહેરાત પુરી.)
– હવે વધારે બકબક (અહીં સમજો કે, લખ-લખ) કરવા કરતાં ફોટો જલ્દી મુકી દેવો ઠીક લાગે છે. (નહી તો વળી બધા મનેય માઇક પકડીને લાંબા-લાંબા ભાષણ ઠપકારતા નેતા જેવો ગણી લેશે.)
*સાઇડટ્રેક: તમને એમ નથી લાગતું કે આજકાલ મારી વાતોમાં રાજકારણની અસર વધારે હોય છે?… (તમારું તમે જાણો, મને તો લાગે છે.)
# આ રહ્યા ફોટો’ઝ : (ફોટોને ગુજરાતીમાં છબી કહેવાય! – #જાણકારી)
– કાલે બપોરે નાગપુર જવાની ટ્રેન છે, ત્યાં અઠવાડીયાનો પ્રસંગ પતાવવાનો છે, બધું પેકિંગ બાકી છે, બીજું પણ ઘણુંબધું કામ પેન્ડીંગ છે અને મેડમજી તો પીયર છે. (હવે તમે સમજી શકો છો કે મારી હાલત કેવી હશે.)
– ઓકે તો…. એક અઠવાડીયું આખા અમદાવાદને આપ સૌના ભરોસે છોડીને જઉ છું, સાચવજો. (આ મજાક નથી.)
___________________________
સરસ ફોટા છે.. આપની મુસાફરી સારી રહે.
સાઈડટ્રેકમાં તમે જણાવ્યું તેમ રાજકારણની “અસર” નહીં પણ “આડઅસર” થઈ લાગે છે તમને !! 😀
આભાર ભાઇ. અને “આડઅસર” – મતલબ મારી આ બિમારી ગંભીર કહેવાય! વળી સુધરવું પડશે.
Cute boy. phota bahuj saras chhe.
Mayurbhai no message e j maro Message….
mayurbhai ne karelo reply e j tamne maro Reply…. 🙂
tako nathi…
vaal aavi gaya chhe have to 🙂
ફોટો ક્લિક કરવામાં થોડી ‘દેર’ કરીને એટલે બે-ચાર વાળ દેખાય છે. 🙂
જુઓ.. અહીયાં તેનો જુનો ફોટો સરખાવીને જુઓ, ફરક તો જણાશે જ.
જુના ફોટોની લીંક — https://www.marobagicho.com/2013/11/01/diwali-2013/
Ok…so Vraj naam chhe! paN post nu naam ‘Champa’ nahi samjaayu??!!
આજે તો શોધવું જ પડયું. આ રહ્યું તે નામ નું ઉદગમ સ્થાન – https://www.marobagicho.com/diwali-2013/
આપની અગાઉની કોમેન્ટના પ્રત્યુત્તરમાં વ્રજ વિશે ઘણી લીંક આપી છે. એકવાર તેને જોઇ લેશો તો આખો ઇતિહાસ સમજાઇ જશે અને વર્તમાન તો તમારી સામે છે જ. 😀