– આમ તો આ કેટેગરીમાં આવે એવી વસ્તુંઓ સમયાંતરે ખરીદવામાં આવતી જ હોય છે પણ દરેકની નોંધ કરવામાં અગમ્ય કારણોસર અમે ચુકી જતા હોઇએ છીએ. (આ અમગમ્ય કારણો ખરેખર ગમે એવા નથી.)
– ખૈર, આજે લખાણપટ્ટી કરવા માટે વધારે સમય નથી એટલે સીધી જ મુખ્ય વાત પુરી કરી લઉ. ટાઇટલમાં જણાવેલી વસ્તુઓને ફ્લિપકાર્ટ દ્વારા મેળવવામાં આવી છે. સમયસર ડીલીવરી બદલ ફ્લિપકાર્ટનો આભાર અને મજબુત પેકિંગ માટે +1 ! (મેમરી કાર્ડ અને OTG કેબલના પેકિંગ ખોલવા માટે માનવીય હાથ ઉપરાંત બે-ત્રણ શસ્ત્રોની જરૂર પડી!)
– હવે, એક પછી એક વસ્તુઓ તેમના આકર્ષક ફોટો સાથે! (અહીયાં આકર્ષક ફોટો મુકવા પડે! નહી તો કોઇને એમ લાગશે કે હું કાયમ છેતરાઇ જઉ છું! જાહેરમાં તો ઇજ્જત સાચવવી પડે ને.. 😉 )
- દુરભાષ યંત્ર: Moto G (with 16GB)
- માહિતી સંગ્રહક: Transcend MicroSDHC 16GB class-10
- સુવિધા તાર: Callmate OTGMI Micro USB Cable
– આ દરેક વસ્તુઓની વિશિષ્ટતા, ખામી અને કાર્યક્ષમતા વિશે ભવિષ્યમાં લખવામાં આવશે.
– ફોટો સંયોજક: ફ્લિપકાર્ટ.કોમ
Amo e pan Moto G lidhel chhe. Ek bijo phone is in progress 🙂
વાહ! સેમપીંચ! આ ફોન ખરેખર સરસ લાગ્યો. અને આ બીજા ફોનની વાત ઉપરથી યાદ આવ્યું કે હજુ એક નવા ફોનની નોંધ લેવાની ભુલાઇ ગઇ છે… ઓકે. નેક્સ્ટ પોસ્ટમાં તેની માહિતી આપવામાં આવશે. સહન કરી લેજો. 🙂
લો. અમારો નવો ફોન આવે ત્યારે (બુધવારે કદાચ) અમો પણ પોસ્ટ કરીશું. પિંચ-પિંચ કરીને તો લાલ ચકામા થઇ જશે..!!