~ વ્રજની સ્કુલમાં હતો. છોટું સાહેબ પ્રથમવાર આવી રીતે સ્ટેજ પર પરફોર્મ કરે એટલે અમને ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. (પણ મેડમજીનો ઉત્સાહ એટલો બધો હતો કે તેને અસ્વાભાવિક ની કેટેગરીમાં મુકવો પડે!)
~ આયોજન સરસ કર્યું હતું પણ આ સ્કુલવાળાએ અમને એટલે દુર બેસાડ્યા’તા કે અમે ઇચ્છીએ તોયે તેની ક્લીઅર વિડીયોગ્રાફી ન કરી શકીએ. (કેમેરાએ થાય એટલું ઝુમ-બરાબર-ઝુમ કર્યું. બટ, પુઅર રીઝલ્ટ.)
~ એમ તો સ્કુલ મેનેજમેન્ટે અમને સમગ્ર કાર્યક્રમની CD આપવાનો વાયદો કર્યો ત્યારે મેડમજી તથા તેમની આંદોલનકારી બહેનપણીઓએ શાંતીથી કાર્યક્રમ પુરો થવા દીધો. ટેણીયાઓની બાબતમાં એમનો એક જ મંત્ર છે – નો-કોંમ્પ્રોમાઇઝ. (આ નવા-નવા ટેણીયાઓની મમ્મીઓને તો ના પહોંચાય. હા, એમાંથી જ એક અમારા ઘરે છે!)
~ મારો દિકરો છે એટલે ડાન્સ સારો કર્યો એમ કહીશ તો કોઇ માનશે નહી, પણ ખરેખર સરસ ડાન્સ કરે છે! (આ વિષયે તે જરાયે તેના બાપ પર નથી ગયો.)
~ હજુયે કોઇ ડાયરેક્ટ ફોટો ક્લિક કરે એ વ્રજને ગમતું નથી તો પણ તૈયાર થયો તે ફોટો યાદગીરી માટે તો રાખવો પડે ને. તે ફોટો અહી નીચે છે અને ઉપર જે ફોટો છે તે વ્રજના ડાન્સનો છે. તેમાં તે ક્યાં છે એ જાતે શોધી બતાવો. જોઇએ કોઇ શોધી શકે છે કે નહી! (ન મળે તો પુછજો હોં ને?)