… જે મને રીડરમાં ફુલ ફીડ દેખાય તેવું સેટીંગ કરવા માટે કહેતા’તા. હવે આપ આખી પોસ્ટને રીડરમાં જોઇ રહ્યા છો તેની ખાસ નોંધ લેશો. (અમારો અંગત અનુભવ કહે છે કે રીડરના કારણે લખાણપટ્ટી કે તેના સેટીંગમાં ક્યારેક ફેરફાર જણાઇ શકે છે. ખાતરી કરવા ક્યારેક મુળ ઠેકાણે પણ આવતા રહેજો હોં ને..)

~ સાથે-સાથે આજે મારા બગીચાનો મુખ્ય દેખાવ (થીમ) પણ ચેન્જ કરવામાં આવેલ છે! (જો દેખાવના આ વિષયમાં ખરેખર રસ હોય તો જ ધક્કો ખાજો. નહી તો નેક્સ્ટ પોસ્ટ વખતે મળીશું.)
~ ઓકે.. થીમ દેખવા આવો કે ન આવો એ તમારી મરજી પણ મારા બગીચાનો જે લોગો મેં જાતે બનાવ્યો છે તે તો તમારે જોઇ જ લેવો જોઇએ એવું હું માનું છું. (ઇતની મેહનત કી હૈ તો થોડા શૉ-ઓફ તો બનતા હૈ ના ભાઇલોગ..)

~ આ લોગો (મુખ્ય ચિહ્ન) ને કોઇ જગ્યાએથી કોપી કરવામાં આવેલ નથી, આશા છે કે અન્ય કોઇ અહીયાંથી કોપી નહી કરે. (લે! આમાં કોપી કરવા જેવું શું છે? – આવો સવાલ આપને થાય.. તો તે સવાલ પુછવા માટે તમે મારો સંપર્ક કરી શકો છો.)
~ અરે હા, ગુજરાતીમાં વર્ડપ્રેસનો ઉપયોગ કરવાની મજા આવે છે. થેન્ક્યુ વર્ડપ્રેસ. (ક્યાંક હજુ ભાષાંતરમાં લોચા જણાય છે; છતાંયે જેટલું થયું છે તે ખુબ સરાહનીય છે.)
~ બગીચામાં આટલો બદલાવ કર્યો છે તો હવે કંઇક લખીશ એવું મને લાગે છે. થોડા દિવસોમાં નવી વાતો ઉમેરવાની આશા સહ.. આવજો..
~ ખુશ રહો!
![]()

![અપડેટ્સ 37 [Feb'14] - RTO કથા અપડેટ્સ 37 [Feb'14] - RTO કથા](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2014/03/RTO_mb_feb1.jpg?fit=210%2C118&ssl=1)
![અપડેટ્સ-44 [Oct'14] અપડેટ્સ-44 [Oct'14]](https://i0.wp.com/i.imgur.com/3zQ8qZ4.jpg?resize=220%2C150&ssl=1)
