~ વિચારો કરવા એ સારી વાત હશે, પણ મારી જેમ કંઇપણ વિચાર્યા કરવું એ સદંતર ખોટી વસ્તું છે. પણ શું કરીએ… મન ઠેકાણે ન હોય અને અંદર વિચિત્રતા ઘણી ભરેલી હોય તો આવું જ થાય.
~ મનને શાંત કરવા માટે યોગ કરવાની સલાહ આપવાની છુટ છે, પણ અમે એટલું જ માનીશું જેટલું અમારું મન સ્વીકારે.
~ જો કે સાવ એવુંયે નથી કે અમે હંમેશા ખોટા વિચારો કરીએ છીએ, ક્યારેક સારા વિચાર પણ આવી જાય છે. જેમ બંધ ઘડીયાળ પણ ૨૪ કલાકમાં બે વાર સાચો ટાઇમ બતાવે; બસ એમ જ.
~ આમ તો અહીયાં એવા બધા વિચારોનું સળંગ લિસ્ટ બનાવવાનો વિચાર હતો. પછી થયું કે બધા વિચારો એકવાર જે-તે અપડેટ્સમાં નોંધ્યા પછી અહીયાં ફરી લખવા માટે આવવું પડશે અને એ મારા જેવા આળસુના પીર ને ફાવશે નહી…
..તો નક્કી એ કરું છું કે, જ્યારે નવા વિચાર હોય ત્યારે આ પેજ ને ત્યાં લીંકઅપ કરીશ. જેથી પોસ્ટની નીચે પિંગબેકથી જાતે જ લિસ્ટ બન્યા રાખે1.
*હેડર ક્રેડીટઃ Mr. Sandis Helvigs
5 thoughts on “મારા વિચારો”