મુવી : A Beautiful Mind

a beautiful mind film poster
ચલચિત્ર : અ બ્યુટીફુલ માઇન્ડ

~ મોડી રાતે એમ જ મુવી એપમાં ખાંખા-ખોળા કરતાં યાદ આવ્યું કે ક્યારેક આ ફિલ્મ જોવાની ઇચ્છા હતી. (જોવાની બાકી હોય એવી ફિલ્મનું એટલું લાંબુ લિસ્ટ છે કે હવે તેને અપડેટ કરવા જેવું પણ નથી રહ્યું.)

~ ઉંઘ આવતી હતી; તો પણ થયું કે ૧૫-૨૦ મિનિટ જોઇને ખયાલ આવી જશે કે ભવિષ્યમાં તેને સમય આપવો કે નહી. (ઇચ્છા તો ઘણી ફિલ્મ જોવાની હોય છે પણ ઘણીવાર તેમાંથી કોઇ જોવા બેસું તો મને તેમાં રસ ન આવે એવું બનતું હોય છે.)

~ ખૈર, રાતે બે વાગ્યા ફિલ્મ પુરી કરવામાં! (કહેવાનો મતલબ એ છે કે મને એટલો રસ આવી ગયો હતો કે આખી ફિલ્મ પુરી કરી!)

~ બે શબ્દો ટ્વીટર પર કહ્યા છે જે અહી નીચે જોઇ શકો છો, વધું તો કહેવા જેવું નથી કેમ કે જાણકારો લગભગ મારા પહેલા બધું જાણતા હોય છે. (અને ન જાણતા હોય એવા લોકો મારું માનીને જોવા બેસે એવી આભા અમે ધરાવતા નથી.)

~ ફિલ્મનું વર્ણન કરવામાં તજજ્ઞ અને રસિક એવા શ્રી નિરવભાઇ જેવું વિવરણ એમ પણ અમને ન ફાવે. આમેય વર્ષે માંડ દસ-બાર ફિલ્મ જોતા મારા જેવા વ્યક્તિને શોભે પણ નહી.

~ જે હોય તે પણ છેવટે આ મારો બગીચો છે એટલે આ ફિલ્મને મારા તરફથી રેટીંગ તરીકે ફુલડાં ચોક્કસ આપવામાં આવશે. (મે ચાહે યે કરું, મે ચાહે વો કરું.. મેરી.. મ-ર-જી…)


ફિલ્મ ‘અ બ્યુટીફુલ માઇન્ડ‘ને બગીચાનંદ તરફથી

rating 4.5 flower out of 5

૫ માંથી ૪.૫ ફુલડાંઓ!

11 thoughts on “મુવી : A Beautiful Mind

  1. અરે વાહ , નમણું ને નરવું લખાણ અને મુદ્દાની વાત પણ કહેવાઈ ગઈ. ( થેન્ક ગોડ , મારા જેટલું લાબું નથી ! 😊 ) હજુ ભવિષ્યમાં ફૂલની પાંખડી જેવા રિવ્યુઝની રાહમાં…

    જોકે , આ મુવી મારે પણ હજુ જોવાનું બાકી છે બોલો ! પણ હવે જલ્દી જોઈ લેવું છે.

    જો આ મુવી ગમ્યું હોય તો બીજા બે આવા જ સેન્સિટિવ મુવીઝની ભલામણ કરું છું. નિરાંત મળે ત્યારે જોજો.

    1. Dead poets society
    2. Good will hunting

    1. ટુંકમાં પતાવવામાં આમ તો શાણપણ છે. વધારે લખીયે તો તમારા જેવા સમજી જાય કે અમે કેટલાં પાણીમાં છીએ, અને ટુંકમાં લખેલું હોય તો ઇજ્જત (જે થોડી ઘણી બચી છે એ) જળવાઇ રહે. 🙂

      આ મુવી આપને જોવાનું બાકી છે એ જાણીને નવાઇ લાગી! આપની માટે ચોક્કસ જોવા લાયક છે એવું જરૂર કહીશ કેમ કે તમે તેમાં ઘણું ઉંડાણ જોઇ શકશો.

      આપની 2 ભલામણને જોવાની બાકી ફિલ્મના લિસ્ટમાં ઉમેરું છું. આશા છે કે હું જલ્દી તેને ન્યાય આપીશ.

      1. મારે આવા કેટલાય અણમોલ મૂવીઝ જોવાના બાકી રહી ગયા છે! હવે એન્યુઅલ પોસ્ટ આપવાનું બંધ કર્યું એટલે બસ આ બધાય ધીમે ધીમે જોવાતા જશે.

        1. એન્યુઅલ પોસ્ટના બદલે દરેક મુવીની સમયાંતરે અલગ-અલગ પોસ્ટ કરો તો કદાચ આપને સરળ બને, સમય બચે અને અમારા જેવાને નવું-નવું મળતું રહે.
          #રિકવેસ્ટ

          ક્યારેક મેં પણ નક્કી કર્યું હતું કે કોઇ-કોઇ મુવી વિશે ખાસ પોસ્ટમાં લખતો રહીશ.. પણ પછી કાળચક્ર એવું ફર્યું કે અમારી નિયતિ અમને બીજી તરફ ખેંચી ગઇ.. કેટલીક જુની પોસ્ટની લીંક શોધીને અહી મુકી છે. (બધી મુકવાની ઇચ્છા હતી, પણ મને જ ન મળી. મારા બગીચામાં કંઇક ચોક્કસ શોધવું એ ખરેખર અઘરું કામ છે.)

          marobagicho.com/2012/better-half/
          marobagicho.com/2012/updates-2/
          marobagicho.com/2013/happy-familyy-pvt-ltd/

  2. હવે તો જેમ જેમ મૂવીઝ જોતો જાઉં તેમ તેમ ય પોસ્ટ મૂકી નથી શકતો ! અગેઇન ધેટ કાળચક્ર 😀

    પણ તોય નજીકના ભવિષ્યમાં કમબેક જરૂર કરીશ , ત્યાં સુધી આપ સૌ મિત્રોની પોસ્ટ વાંચતો રહીશ. 😇

    1. લખવું અને લખતા રહેવું – એ બંને અલગ બાબત છે. મેં તો ઘણીવાર બ્રેક લઇ લીધા છે અને લાંબો સમય ગાયબ પણ રહ્યો છું આ દુનિયાથી. પણ હવે મેં મને ફરી તૈયાર કર્યો છે. આજકાલ ફાસ્ટ અપડેટ્સ ઉમેરી રહ્યો છું અને આશા છે કે આ વખતે હું નિયમિત રહીશ..

      મુળ તો વ્યક્તિના સમય, પ્રાથમિકતા અને પરિસ્થિતિને આધીન છે આ બધું. બસ, આપનું કાળચક્ર હાલ યોગ્ય દિશામાં હોય એવી આશામાં.. વાંચતા રહેજો અને ક્યારેક એમ જ અમને લખતા પણ રહેજો. 🙏

  3. સાચી વાત..લખતું રહેવું અત્યંત આવશ્યક છે , ભલે પછી મનોમન આંખોની પાટીએ હવામાં લખતા રહેતા હોય. મેં પણ બ્રેક જાણે બ્રેકને બ્રેક કરવા જ લીધો છે! 😇

    વાંચવામાંથી તો બ્રેક જ્યારે આ આયખું અને આંખ્યું બીડાશે ત્યારે જ લેવાશે. 😀

બોલો, શું કહેવું છે તમારે...