– હમણાં મેડમજી પીયર છે એટલે અત્યારે આ રાજા એકલા છે!! (મમ્મી-પપ્પા છે સાથે, તો પણ આમ તો એકલા જ કહેવાઇએ ને..) તો… કંઇક નવું વિચારવાનો થોડો એકસ્ટ્રા ટાઇમ મળી રહે છે. (તમે સમજી શકો છો.)
– આ ફાલતુ ટાઇમમાં મારું સ્પેશિયલ ટાઇમપાસ વર્ક છે : ‘નિરિક્ષણ કરવું‘ (જેમાં મોટા ભાગે નક્કામા નિરિક્ષણો જ હોય છે.)
– તો આજે મારા નવરા મગજે ફરી એક નક્કામું સંશોધન કરીને કંઇક શોધી કાઢ્યું છે અને આજના નિરિક્ષણનો વિષય અને સંશોધનનું પરિણામ નીચે મુજબ છે;
‘પત્નીના પીયર જવાથી પતિને થતા ફાયદા’
- કપડા પોતાની પસંદના પહેરી શકાય!!
- ગમે તે વસ્તુ મનફાવે ત્યાં મુકી શકાય. (પોતાની મરજીના સંપુર્ણ માલિક!)
- સવાર-સાંજ નાની-નાની ફરિયાદ કે ફાલતુ કચકચ સાંભળવામાંથી છુટકારો!1
- આખો પલંગ તમારો એકલાનો!!
- મમ્મીના હાથની રસોઇ ખાવા મળે અને મમ્મીના વખાણ છુટથી કરી શકાય!
- સવારે વહેલા વાગતા એલાર્મની છુટકારો!!!
- ‘ઘરે કયારે આવશો?’ – ફોન પર પુછાતા આ કાયમી પ્રશ્નથી રજા મળે.
- રજાઓમાં દોસ્તારોની ટોળી જમાવી શકાય. (“આજે રજા છે તો બહાર ફરવા/જમવા જઇએ” – આ બબાલથી પણ બચી શકાય.)
- રાત્રે લેપટોપને ચાહો ત્યાં સુધી જગાડો, સમયની કોઇ પાબંધી નહી.
- “સાંજે જમવામાં શું બનાવુ ?” – આ અઘરા સવાલથી બચી શકાય.
- સાસ-બહુ ટાઇપ ટીવી પ્રોગ્રામથી છુટકારો અને ગમતી મુવીને કોઇ ખલેલ વગર પુરેપુરી જોઇ શકાય.
- કોઇ પાર્ટી કે પ્રસંગમાં જવાનો અને ત્યાંથી પરત થવાનો સમય તમે પોતે નક્કી કરી શકો.
તમે પુરાણોમાં દેવ અને દાનવોના સંયુક્ત સમુદ્રમંથનવાળી કથા સાંભળી જ હશે, જેમાં અમૃત શોધતા-શોધતા ઝેર પણ મળી આવે છે. બસ એ જ રીતે એકલા રહેવાના મનોમંથનમાં ફાયદા સાથે-સાથે કેટલાક નુકશાન પણ મળી આવ્યા છે! જેમ કે..
- કબાટમાંથી સવારે કપડાં જાતે શોધીને બહાર કાઢવા પડે. (કયારેક બાથરૂમમાં ટુવાલ લઇ જવાનુ ભુલાઇ જાય તો પલળેલા બહાર નીકળવું પડે!)
- પેન્ટના મેચીંગ મોજા જાતે જ શોધવાના. (અને ન મળે તો ગમે-તે મોજાથી ચલાવી લેવું પડે.)
- સવારે મોબાઇલ જાતે ચાર્જ કરવા મુકવો પડે.. (અમારે ત્યાં આ જવાબદારી મેડમજીને સોંપવામાં આવેલી છે.)
- વસ્તુને જેમ-તેમ મુકવાની આદતના કારણે જયારે તેની જરૂર પડે ત્યારે ઘણી સમસ્યા સર્જાય.
- રૂમમાં ખોવાયેલી ચીજવસ્તુ માટે બીજા કોઇને જવાબદાર ઠેરવી ન શકાય. (આમાં તો સરકારને પણ જવાબદાર ન ગણી શકાય.)
- મમ્મીને દરરોજ નવી-નવી વાનગી બનાવવા ઓર્ડર ન આપી શકાય.
- રજાનો દિવસ મમ્મીને શોપિંગ કરાવવામાં ગુજારવો પડે અને ઘરના નાના-મોટા પરચુરણ કામ પણ કરવા પડે.
- આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ રાત્રે ફોનથી સબમીટ કરવો પડે. (જેવો તમારો પ્રેમ અને ડર.. એવો લાંબો રિપોર્ટ!)
ખાસ નોંધ:
– ઉપરની દરેક વાત માત્ર ૨૫ થી ૩૫ વર્ષની ઉંમરના પરણેલા પુરૂષોને જ લાગુ પડે છે. (અને જો કોઇ વધુ-ઓછી ઉંમરના વ્યક્તિઓને પણ તે લાગુ પડતી હોય તેને માત્ર સંયોગ કહેવાશે.)
– ઉપર જણાવેલા ફાયદા-નુકશાન સંપુર્ણરીતે મારા અંગત અનુભવને આધારિત છે. (આમ પણ, કોઇના ઘરે જઇને પુછવાની અમારી આદત નથી. 😀 )
– મારા કરતા વધારે અનુભવીઓ આ બગીચામાં આંટો મારતા રહે છે; તેઓ ઇચ્છે તો તેમના અનુભવ કે ફાયદા-નુકશાન અહી જણાવી શકે છે. (આપણે સુખ-દુઃખ વહેંચતા રહીએ તેના જેવું રુડું શું હોય..)
– અહી કોઇની પત્નીની લાગણી દુભાવવાનો કોઇ ઇરાદો નથી. (અને છતાંયે દુભાઇ જાય તો મને કહેવા આવવું નહી; તમારું તમે ભોગવો. – હુકમથી.)
– પરિણિત-પુરૂષ સમાજની નારાજગીથી બચવા કેટલાક ‘ખાસ પ્રકાર’ના ફાયદાઓનો અહી સમાવેશ કર્યો નથી. (તે જાણવા માટે ખાનગીમાં જ મળવું.)
– કુંવારાએ આ બાબતે તેમના કુંવારા મગજ બગાડવા નહી. (તેઓ તેમનો સમય આવવાની રાહ જુએ..)
120524TH0541
“સાંજે જમવામાં શું બનાવુ ?” – આ અઘરાં સવાલથી બચી શકાય. +1. 🙂
ફાયદા અને ગેરફાયદા વિષે એક દમ સંમત…
“રાત્રે લેપટોપને ચાહો ત્યાં સુધી જગાડો, સમયની કોઇ પાબંધી નહી.” આ વાત અત્યંત સુખદાયી…
બીજો ફાયદો એ કે મિત્રો સાથે ગમે તેટલા વાગ્યા સુધી સુધી રખડ્યા કરો… અને “ટી.વી ના રીમોટ પર પણ કાયમી કબજો (જોકે હંગામી ધોરણે ) “
પત્ની ના પિયર જવાથી પત્ની ને થતા ફાયદા :-
૧.સવાર ના કોઈને અલારામ બનીને ઉઠાડવા ના ટેન્સન વગર ગમે ત્યારે ઉઠી સકે .
૨. ભાવતી રસોઈ કદાચ તૈયાર મળે.
૩. રોજ ની ભાગદોડ થી છુટકારો.
૪.ગમતા બધા જ કામ કરી સકે (દા.ત :- ગમે ત્યારે સોંગ સાંભળી સકે, ફરવા જઈ સકે ,મુવી જોઈ સકે ,ડાન્સ કરી સકે )
૫. સાંજે કોઈ ની વાટ જોવી ના પડે 😉
(બીજા પણ ગણા બધા ફાયદા છે જે પછી ક્યારેક જણાવસું )
હા, આપની સાથે પણ સંમત. (જો કે નં-૪ અને ૫ માટે અમારે ત્યાં કોઇ બંધન નથી.)
ખિ ખિ ખિ ખિ ખિ……..
મજાનું નિરિક્ષણ…!
હુકમથી
કોના?
આપનો પ્રશ્ન અભ્યાસક્રમ બહારનો છે.
મારા માટે બસ એક જ લાઈન લાગુ પડે છે…”- કુંવારાએ આ બાબતે તેમના ‘કુંવારા’ મગજ બગાડવા નહી. (તેઓ તેમનો સમય આવવાની રાહ જુએ.. બીજુ શું..)” ખિ ખિ ખિ ખિ
🙂