સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે,
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે..
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં..
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે..
ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર,
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે..
ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને.. ને સાવ સાધારણ મળી આવે..
ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે..
આ રચના હિતેન આનંદપરાની રચના છે.
આભાર વિનયભાઇ.
bas bhai aama badhu aavi gayu bachpan mali aave .bachpan same khajana ni su visat aava hajaro khajana kurban jo bachapan male
શ્રી લીલાધરભાઇ, આપની વાત સાચી છે. બચપન એ કોઇપણ માણસના જીવનનું અમુલ્ય સંભારણું હોય છે. મારા બગીચાની મુલાકાત લેવા બદલ આભાર.