~ આગળની અપડેટ્સમાં ભુલાઇ ગયેલી મુલાકાતની નોંધ લીધી હતી તો તે જોઇને ફરી એક નવો વિચાર આવ્યો છે! (રીધમ હૈ ભાઇ.. એક વિચારથી બીજો.. અને બીજાથી ત્રીજો..)
~ આમ તો હું રોજ નવા-નવા વિચાર કરતો રહું છું પણ નવાઇ એ વાતની છે કે આજકાલ તેને અમલમાં પણ મુકી રહ્યો છું! (યહી તો બહુત બડી ચીજ હૈ બીડું!)
~ હા તો નવો વિચાર એ હતો કે મારા માટે એક એવું લિસ્ટ બનાવવું જેની અપડેટ્સ હું ભુલી રહ્યો છું.
~ તો અત્યારે યાદ આવતી અને અહીયાં નોંધ લેવામાં ભુલાઇ જતી હોય એવી વસ્તુઓ/વ્યક્તિઓ/વાતો તથા અપડેટ્સનું લીસ્ટ નીચે મુજબ છે. (યાદ આવશે તેમ નવા પોઇન્ટ્સ ઉમેરવામાં આવશે.)

- બુક્સ ~ જે હું વાંચુ છું અને નથી પણ વાચતો! જે નિયમિત ખરીદુ છું અને ઘણી એમ જ મુકી રાખુ છું તો કોઇને સાથે લઇને ફરું છું.
- ફિલ્મ્સ ~ રેટીંગ આપવાવાળા વધારે થઇ ગયા છે આજકાલ… પણ કોઇ-કોઇ ફિલ્મ વિશે મારા વિચારો ખરેખર લખવા જેવા હતા.
- નાયરા ~ વ્રજ વખતે ઘણું લખ્યું હતું પણ મારી ઢબુડી વિશે લખવાનો સમય કાઢી નથી શકાતો. આમ તો દિકરી વિશે ઘણું લખાયેલું છે સાહિત્યમાં પણ મારા શબ્દોમાં લખવું છે.
- વ્રજ ~ દિકરો મારો મોટો થતો જાય છે પણ નાયરા પછી તેને અપાતો ટાઇમ ઘટી ગયો છે. ફરિયાદ તો નથી કરતો પણ મારું દિલ કહે છે કે તેને પણ પુરતો સમય આપવો જોઇએ.
- આસપાસના સ્થળ અને ગમેલી જગ્યાઓ ~ જ્યાં કંઇ નોખું હોય અથવા તો અનોખું હોય એવી જગ્યાઓ વિશે.
- ફોટો ~ બહુજ બધી મસ્ત મસ્ત ક્લિક્સ છે મારા ખજાનામાં જેને અહીયાં યાદગીરી તરીકે અને દેખાડો કરવા મુકવા જેવી છે.
- મારા અન્ય નખરાઓ અને સિક્રેટ્સ ~ નો મોર કોમેંટ્સ અબાઉટ ધીસ. 🤫
~ ઉપરના લિસ્ટમાંથી અમલરૂપે સૌથી પહેલા નાયરાના ફોટોની એક અપડેટ કરવાનો વિચાર છે…
One thought on “લિસ્ટ”
Comments are closed.