સનાતન પરંપરા અનુસરતા લોકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ ધર્મથી વધુ ગણાય છે. આ અલૌકિક ગ્રંથને હિંદુ ધર્મ સિવાય પણ દુનિયાના વિશ્વચિંતકો સન્માન આપે છે.
આ ગ્રંથની વ્યાખ્યામાં મુખ્યત્વે તેની મહાનતાની વાત વધુ થાય છે. એમ તો મુળ મહાભારત ગ્રંથનો આ એક નાનકડો ભાગ છે જે અલગ ગ્રંથ તરીકે વધુ પ્રચલિત થયો છે.
ઘણાં જ્ઞાનીઓ દ્વારા આ વિષયે અગાઉ ઘણું જ કહેવાઇ ચુક્યું હોવા છતાંયે મહાનતાને થોડીવાર બાજુએ મુકીને બાબા બગીચાનંદ દ્વારા તેમની ટુંકી સમજ અનુસાર લખાયેલી સરળ વ્યાખ્યાની અહી નીચે નોંધ કરવામાં આવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાની વ્યાખ્યાઃ
ભગવદ્ ગીતા એટલે કે હિંદુ-કુશ સંસ્કૃતિના પુરાણોનો એક મહત્વનો ભાગ ગણાતા એવા શ્રી વેદવ્યાસ રચિત મહાકાવ્ય મહાભારતના અંત સમા મહાયુધ્ધ વચ્ચે મહાન યોધ્ધાનું પાત્ર એવા શ્રી કુંતી માતાના ધનુર્ધારી પુત્ર શ્રી અર્જુનને ઉદ્દેશીને સારથીના રૂપે ગોઠવાયેલ મહાકાવ્યના એક મુખ્ય નાયક શ્રી કૃષ્ણના મુખે બોલાયેલ સંસારના વિવિધ કર્મ વિશે માર્ગદર્શન દર્શાવતા શ્લોકોનો લિખિત સંગ્રહ!
બાબા બગીચાનંદ
મુળ સ્ત્રોત: પુસ્તક – “પુરાણોમાં માનવી ક્યાં પરોવાણો“
પા.નં.87માં ‘ગીતાનું વિવરણ‘ પ્રકરણની પ્રસ્તાવનામાં લખવામાં આવેલ વ્યાખ્યા.
લેખક: બાબા બગીચાનંદ
(સર્વ હક આરક્ષિત)