આ કોઇ છળ કે સપનું નથી ને? વાસ્તવિક્તા આટલી ભયાનક ન હોઇ શકે!? આવું બધું ફિક્શન-મુવી કે વાર્તાઓમાં જ બની શકે યાર..
છેલ્લા બે-ત્રણ દિવસથી સો વાર પોતાની જાતને ખાતરી કરાવી ચુક્યો છું કે હું પુરેપુરો સભાન-અવસ્થામાં છું અને જે બની રહ્યું છે તે બધું સાચે જ થઇ રહ્યું છે!.. દરેક ઉંઘ પછી ઉઠીને હું પોતાને ડબલ-ચેક કરું છું; છતાંયે હજુ મન સ્વીકારવા તૈયાર નથી.
દરેક સાથે બન્યું હશે કે ઉંઘમાં કોઇ સપનામાં એવા ખોવાઇ જઇએ કે તે ક્ષણે ઘટતી વિચિત્ર અવાસ્તવિક ઘટનાઓને જ સાચી માની લઇએ અને આપણે પોતાને ત્યાં સાચે હોવાનો ભ્રમ થઇ આવે. આંખો ખુલે ત્યારે અહેસાસ થાય કે તે માત્ર એક સપનું જ હતું.
મારી સાથે આવું અનેકવાર બની ચુક્યું છે. બિમારીના સમયમાં મને ખરાબ સપના નિયમિત આવતા હોય છે જેમાં એવું-એવું બન્યું હોય છે કે જે વિશે ફરી વિચારતા કંપારી છુટી જાય. હા, મોટાભાગે ભુલાઇ જાય પણ કોઇ-કોઇ સપનાઓ યાદ પણ રહી જાય.
અંદરથી હજુયે ક્યાંક એમ થયા રાખે છે કે મારી ઉંઘ પુરી થશે પછી અથવાતો ગભરાટની એક હદ પછી હું જાગી જઇશ અને આખી દુનિયા જેવી હતી એવી જ ફરી મળી જશે! છેવટે કોરોનાનો ભય એક ખરાબ સ્વપ્ન બનીને રહી જશે. કાશ….
જો આ જ હકિકત હોય તો ખરેખર ભયાનક સમય હવે આવવાનો છે. મારી જનરેશનમાં કોઇએ આવી વૈશ્વિક કુદરતી આફત કે વિશ્વયુધ્ધકાળ નથી દેખ્યો. હાલ તો ઘરમાં જ રહેવું પડે એમ છે. એમપણ સલામત રહેવાનો આ એકમાત્ર ઉપાય છે.
સાઇડટ્રેક: માત્ર વાસ્તવિક્તામાં માનતો હોવા છતાં મને ક્યારેક એવું લાગતું હોય છે કે મારી સામે હકિકતમાં બની રહેલી ઘટના ઘણાં સમય પહેલાં મારા કોઇ સપનામાં બની ચુકી છે.
Very True. The same thing happens to me, then the thought comes we are lockdown for 21 days … And it may extend… That is very unusual.
એક દિવસના જનતા કર્ફ્યુ બાદ અમદાવાદમાં લોકડાઉન કરી દેવાયું હતું, પણ આ 21 દિવસની જાહેરાત બાદ ખરેખર મગજનો ફ્યુઝ ઉડી ગયો છે. 🤯
મનમાં એટલી બધી અનિશ્ચિતતાઓ અને ડર ફેલાયેલો છે કે વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ફરક કરવા પ્રયત્ન કરવો પડે છે.
બાબુ મોશાય, Reality is stranger than fiction!
વો સુબહ ફિર આયેગી.
Deja Vu અને Inspection ના જોયું હોય તો જોઈ લેજો. પૂર્વાભાસ અને સપના પર આધારિત ફિલ્મો.
બંને ફિલ્મો જોવાઇ ચુકી છે. એમ તો આજકાલ માત્ર હળવી-મનોરંજક કોમેડી કે એનીમેશન મુવી જ જોવાનું નક્કી કરેલું છે અને હજુ સુધી એ જ જાળવી રાખ્યું છે. લોકડાઉનના આવા સમયમાં મગજની શાંતિ અને સ્થીરતા માટે એ ઠીક લાગે છે. 🙂
લગે રહો. હું વેસ્ટવર્લ્ડ સિરીઝ જોવામાં પડ્યો છું.