સુખદ સરકારી અનુભવ

– બે દિવસ પહેલા એક સરકારી ઑફિસમાં સુખદ આંચકો આપે એવો અનુભવ થયો. (સરકારી અનુભવ મોટેભાગે દુઃખદ હોય છે અને એટલે જ મને અહીયાં ‘સુખદ’ ઉમેરવું જરુરી લાગ્યું.)

– બન્યું એવું કે….એક સરકારી ઓફિસમાં કોઇ સરકારી કર્મચારીએ કોઇ લાલચ/દબાણ વગર ઘણું અગત્યનું કામ ખુબ ઝડપથી અને એ પણ પુર્ણ સહકાર સાથે કરી આપ્યું કે જેને માટે લગભગ ૩-૪ ધક્કા તો ખાવા જ પડયા હોત !!

– આ ઉપરાંત અન્ય જગ્યાએ કરવાની અરજીને મારી માટે જાતે લખીને અને તે માટે જરૂરી પણ તે સમયે મારી પાસે ખુટતા કાગળો માટે મને ઘરે ધક્કો ખવડાવ્યા વગર જુની સરકારી ફાઇલો ફેંદીને શોધી આપ્યા !!!

– હા, એ સરકારી માણસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) પગારદાર કર્મચારી છે !! અને આ અમારી પ્રથમ મુલાકાત હતી. (મારી માટે તો આ સૌથી આશ્ચર્યજનક બાબત છે !!)

– કામ તો ઘણાં અધિકારીઓ કે ઓફિસરો કરી આપતા હોય છે પણ તે માટે અગાઉથી (કે પછી) નક્કી થયેલ વળતર ચુકવવાનું રહેતું હોય છે. (આ વળતર વિશે વધુ ચોખવટની જરૂર નથી લાગતી.)

– વિચારતો હતો કે કામ પત્યા પછી તો તો તે ઓફિસર કંઇક માગણી કરશે જ, પણ…. મારા આશ્ચર્યને વધુ વધારવાનું નક્કી કરેલ તે સાહેબે છેલ્લે તેમનો પર્સનલ મોબાઇલ નંબર આપીને મને કહ્યુ કે – ‘બીજી ઓફિસમાં કોઇ તકલીફ પડે તો મને ફોન કરજે.’ (હવે તો મને ખરેખર તેમને બક્ષિસરૂપે કંઇક આપવાની ઇચ્છા થઇ આવી.)

– હવે સમસ્યા એ થઇ આવી કે… જો હું સામેથી ખુશ થઇને કંઇ આપુ અને તેમને ન ગમે તો…. (?) અને જો તેમને કંઇ આપુ અને તેઓ સ્વીકારી લે તો મારા પેલા નિયમનું શું (?)…જેમાં મે મારી જાતને પ્રોમિસ કર્યું હતુ કે હું કોઇ પણ ભોગે કોઇ સરકારી જગ્યાએ કાયદેસર ચુકવવાની રકમ સિવાય એક પૈસો પણ નહી ચુકવું. (એક તરફ મારો નિયમ હતો અને બીજી તરફ પેલા ઓફિસર માટે દિલમાં ભાવ.)

– સરવાળે જીત નિયમની થઇ. તેમની માટે મને મારો નિયમ તોડવો યોગ્ય ન લાગ્યો. (આમ પણ, નાગરીકોને મદદ કરવા માટે જ તો અ.મ્યુ.કો. તેમને પગાર ચુકવે છે.- એમ કહીને મન મનાવ્યું.)

# અન્નાના ‘જન-લોકપાલ‘ આંદોલનનું જે થાય તે અને ‘લોકપાલ‘ આવે કે ન આવે પણ જો સરકારી માણસો (અને મારા-તમારા જેવા લોકો) થોડા સુધરે તો ભ્રષ્ટાચાર અટકાવવા માટે નવા કાયદાઓના ઢગલા ખડકવાની કોઇ જરૂર ન રહે.

32 thoughts on “સુખદ સરકારી અનુભવ

  1. ’મને મારો નિયમ તોડવો યોગ્ય ન લાગ્યો.’—— યોગ્ય થયું ! અન્યથા વધુ એક ’પ્રમાણિક’ કર્મચારીનો ભોગ લેવાત !!!
    અને એક અમારી વણમાંગી 🙂
    “નિયમ તોડવા કરતાં ચપ્પલ તોડવી સારી !!!”

  2. આપને ખાસ અભિનંદન, પેલા નિયમના લીધે નહીં પણ એક અન્ય મહત્વના કારણે ને લઈને, આવા અપવાદ ઘણી સરકારી ઓફીસોમાં હોયજ છે પણ આપણને આપણા અનુભવોથી બંધાયેલા પૂર્વગ્રહ ને લઈને મોતા ભાગે આપણે નકારાત્મક વાતો શેર કરીએ છીએ
    પણ અહીં આપે આપને થયેલ આ એક સારો અનુભવ અહીં જણાવી ને ઉજળી બાજુ દેખાડવાની તસ્દી લીધી છે એ બાબત ખરેખર અભિનંદનને પાત્ર છે, આવા અનુભવો જાહેરમાં આવે અને આ રીતે ચર્ચાય તો એની પણ એક હકારાત્મ અસર ઊભી થતી હોય છે અને બીજા કર્મચારીઓને આ અનુસરવાની ઈચ્છા થઈ શકે છે.

    1. જિગરભાઈ નાની ઉંમરમાં તમે ઘણા ઘણા ઉચ્ચ વિચારોને અમલમાં મૂક્યા છે તેમાટે તમને ખૂબખૂબ અભિનદન અને તમારા આ ઉમદા વિચારોને તમે હમેશા હર હાલતમાં પૂરા કરી શકો તેવી તમને આ હિનાની શુભેચ્છા…..

      1. તમારો ઘણો આભાર. મને “જીગર” કહેશો તો વધુ ગમશે.
        હું મારા વિચારો અને કાર્યોને હમેશા વળગીને રહ્યો છુ અને એજ પ્રયત્ન કરું છું કે કોઈ આફતો, દબાણો કે બીજા વ્યવહારોના કારણે એમને છોડવા ના પડે.

    2. મેં તો વાંચ્યો જ છે પણ બીજા મિત્રોએ પણ તે અનુભવ વાંચવા જેવો ખરો..
      ઉપર મુકુલભાઇએ કહ્યુ છે તેમ.. આપણે હકારાત્મક વાતોને પણ વહેંચતા રહેવું જોઇએ અને તેની ઉપર ચર્ચા પણ થવી જોઇએ. આભાર જીગરભાઇ.

      1. હા, દરેક જણ સારી બાબતો અને સારા વ્યક્તિઓ ગોતવાનો પ્રયત્ન કરે તો મળે જ.
        આતો લોકો ટેવાઈ ગયા છે અને એવીજ બધી આશા રાખે છે એટલે એવા જ લોકો એમને દેખાય છે.
        આમાં લોકોમાં દ્રષ્ટિ ફેર અને વિચારોમાં મતભેદ ઘણું ખરું કામ કરે છે.

        એક લેખ લખ્યો તો બહુ પહેલા, એનો બીજો ભાગ લખવાનો હજી મગજ માંજ છે. જલ્દી લખીશ.
        http://ekvichar.wordpress.com/2011/08/12/દ્રષ્ટિમાં-ફેર-વિચારમાં/

  3. ખરેખર તમને નહીં પણ સરકારી ઓફિસો માં કામ કરનાર માણસોમાટે આપણને જે દુરાગ્રહ છે તે પેલા ભાઈએ તોડ્યો તે માટે તેમને ખૂબ જ અભિનદન …… … બાકી હજુ પણ એવા લોકો અહિયાં છે જેઓ મોટા સરકારી ખાતાઓમાં જોડાયેલા છે કે જેઓ મિનિસ્ટર જેવી જગ્યાઓ માં જોડાયેલા છે અને એમના સગાઓ ખાનગી સંસ્થાઓમાં તેમના લીધે નોકરી કરે છે તેઓ તે વગનાં કારણે બીજા સીધા સાદા લોકોની નોકરીને જોખમમુકે છે તેમને હેરાન કરે છે જોહુકમી કરેછે જો તે મોટા માથાઓ ને આવી કોઈ સુજ પડે તો તેમનો ખૂબખૂબ આભાર…….

  4. સુખદ સરકારી અનુભવ શિર્ષક વાંચી પહેલાતો આંચકો લાગ્યો પોસ્ટ વાંચી પછી કળવળી હાસ કટાક્ષતો નથી સાહેબ આવા અધિકારીઓની નામ સાથે ઓળખ આપી હોયતો સારુ હતુ આના દ્રારા બીજા કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે અધિકારીને બ્લોગ મિત્રો તરફથી શાબાશી અને ધન્યવાદ કહે જો

  5. સમાજ ને નકારાત્મકતા ની ટેવ પડેલી છે, એટ્લે તમે હકારાત્મક બાજુ નો પ્રચાર -પ્રસાર કર્યો તે તમારી હકારાત્મક્તા નુ પણ સુચન કરે છે.વળતર ની અપેક્ષા વગર કામ કરનાર કર્મચારિઓ ની સંખ્યા પણ મોટી છે,પણ એ લોકો પ્રમાણ મા શાંત હોય એટ્લે જણાઈ નથી આવતા. અ.મ્યુ.કો. ના કમિશ્નર ને પણ જાણ કરી હોય તો ?

  6. (સરકારી અનુભવ મોટેભાગે દુઃખદ હોય છે અને એટલે જ ટાઇટલમાં જ ‘સુખદ’ ઉમેરી દેવું મુનાસિબ લાગ્યું.)hmmm sachu..pachu as a manavi ne sukhad pan koik j var lage che..!!

    ane ha tame ene aa babate jaher nahi to personally to aa babat kahij sako….. to emne pan em thay…k koie kadar..kari!!..

  7. હું પણ એક એવા અધિકારી ને ઓળખું છુ કે જેના નામ થી આખું ડિપાર્ટમેંટ થરથર ધ્રુજે છે.(દર્શિતભાઈ ની જેમ નામ આપવું યોગ્ય નથી લાગતું). પણ મને એટલી ખબર છે કે એમની ઈમાનદારી અને હિટલરશાહી થી ઘણા ના રોટલા અભડાઈ ગયા છે…. આવા લોકો હર એક જગ્યા એ છે જ. બસ કદાચ આપણાં ચશ્મા જ એવા થઈ ગયા છે કે હર એક કર્મચારી બેઈમાન દેખાય છે. આવા સારા અનુભવો વર્ણવતા રહો… આભાર અને અભિનંદન…
    — દર્શિત 🙂

  8. હસમુખભાઇ અને સતિષભાઇ,
    તેમનું નામ આપવામાં કે તેમને બિરદાવવામાં ખોટું કંઇ નથી પણ તેમણે કરેલ કોઇ નિઃસ્વાર્થ કાર્યને અત્યારે આપણે અન્ય રીતે જોઇએ છીએ તેની તેમને ખબર પડે અને કોઇ આ અંગે તેમને અભિનંદન/જાણકારી આપવા પહોંચે તો તે તેમની ઇમાનદારી/કર્તવ્ય ભાવના નું અપમાન કહેવાશે.

    જેમને તેમના વિશે જાણવું હોય તેમને હું પર્સનલી કહી શકું છું. જો કે તેમનું નામ તો મને પણ ખબર નથી પણ તે કઇ ઑફિસમાં અને કયા વિભાગમાં છે તે જાણકારી હું આપી શકુ… પરંતુ અહી જાહેરમાં તે વિગત આપવી મને ઉચિત નથી લાગતું.

  9. તો સર કૈ બધા જ સરકારી લોકો લાંચ લૈને જ કામ નથી કરતા હોતા હો !!! જેમ પાંચેય આંગળીઓ સરખી ના હોય એમ માણ્સો પણ બધે જુદા જુદા હોવાના અમુક ખાસ કચેરી ને બાદ કરતા મોટેભાગે પ્રામાણીક કર્મચારી નુ પ્રમાણ વધ્યુ જ છે, અને આ એટલા માટે કહુ છુ કે, હમ્ણા મને જ એક કામ કે જે લાંચ આપી દિધા પછી પણ થૈ શકે એમ ના હતુ એ એક વડીલ ઓફિસર એ એમની ફરજ શમ્જી કરિ ખુબ સરળતાથી કરી આપ્યુ. ત્યારે મને પણ આપ્ના જેવા વિવિધ ખયાલો આવેલા ( એમને ગિફ્ટ આપ્વા વિશે) ને મે એમ્ને એક સરસ પુસ્તક ભેટમાં આપી ને મારા મન ને ખુશી આપી ( કારણ કે મારો પણ એક નિયમ છે કે લાંચ તો ક્યરેય નૈ અને ઓળ્ખાણ નો ફાયદો પણ ક્યારેય નૈ. જે મને વધારે મળી શકે એમ છે તોય).

બોલો, શું કહેવું છે તમારે...