હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
ભુલને ભુલ તરીકે અથવા તો કોઇ દુર્ઘટનાને દુર્ઘટના તરીકે ન સ્વીકારી શકવાની આવી માનસિકતાનો ઉપયોગ જે-તે વ્યક્તિ આશાવાદી બનીને પોતાની અંદરનો ડર છુપાવવા માટે કરતો હોય છે ;અથવા તો વાસ્તવિક પરિસ્થિતિથી દુર ભાગવા માટે કરતો હોય છે.
આશાવાદી બનવું ખોટું નથી પણ સ્વીકારવું પડશે કે દરેક ઘટના સારા માટે નથી થતી હોતી.
નશીબ કે ઇશ્વર મરજી સમજીને નિષ્ક્રિય બની રહેવા કરતાં ભુલને સુધારવા માટે કે દુર્ઘટનાથી બહાર આવવા માટે પ્રયત્નો કરવા જોઇએ.
બે દિવસ પહેલાં મારી નાની બહેનને અમે ક્યાં-ક્યાં ફરી આવ્યા તે કહેતો હતો. ત્યારે આ વાત આવી કે, “એક દિવસ અમે ધરમશાળા માં રોકાયા હતા..“
ભાઇને અચાનક અધવચ્ચે અટકાવીને નિર્દોષતાથી પુછ્યું કે, “કેમ? હોટલમાં જગ્યા ન’તી મળી કે?“ 😮
તેને તો સમજાવી દીધું, પછી થયું કે અન્ય કોઇને પણ આવું કન્ફ્યુઝન હોઇ શકે છે તો તેમને જાણકારી આપવી એ અમારી ફરજ છે. (આવું કહીને અમે અમારી જાહેર ફરજ પ્રત્યે કેટલા સજાગ છીએ તે જતાવીએ છીએ!)
ગુજરાતીઓ માટે ધરમશાળાનો અર્થ અલગ થાય છે. GujaratiLexicon મુજબ ધરમશાળાનો અર્થઃ
હવે, ધરમશાળા શહેર વિશેઃ
હિમાચલ પ્રદેશમાં આવેલું ધરમશાળા એક સુંદર શહેર છે. આસપાસ મસ્ત પર્વતોની હારમાળા અને હંમેશા ઠંડું મસ્ત વાતાવરણ રહે છે. હિમાચલમાં ફરવા આવતા દરેક ટુરિસ્ટ લગભગ અહીયાં જરૂર આવે છે.
જેઓએ મુલાકાત લીધી હશે તે સૌ આ શહેર વિશે જાણતા જ હશે. આગળની પોસ્ટમાં તેનો ઉલ્લેખ હતો અને તેનો ફોટો પણ છે ત્યાં..
અહીયાં ઉંચાઇએ ક્રિકેટ સ્ટેડીયમ આવેલું છે જેમાં ઘણી ઐતિહાસિક પણ મેચ રમાયેલી છે! ક્રિકેટના રસીયાઓ જાણતા જ હશે આ સ્ટેડીયમ વિશે. (કોઇક જ હોય મારા જેવા જેને ક્રિકેટમાં રસ ન હોય!)
લગભગ 23,000 લોકો બેસીને જોઇ શકે એવી સુવિધાવાળું સામાન્ય સ્ટેડીયમ હોય એવું જ છે પણ તેની આસપાસની કુદરત તેને ખાસ બનાવે છે!
અને હા, હિમાચલ પ્રદેશની એક વિધાનસભા પણ આ જ શહેરમાં આવેલી છે. ઉપર હેડરમાં તેનો જ ફોટો છે. હિમાચલની મુખ્ય વિધાનસભાનું પરિસર સિમલામાં આવેલું છે અને હમણાં ત્યાંજ કાર્યરત હોવાથી અહીયાં કોઇ જ હલચલ ન’તી. (ચકલુંયે ન’તું ફરકતું એમ કહીશ તો ખોટું થશે કેમ કે પક્ષીઓનો ઘણો કલરવ હતો!)
અહીયાં બધુ સુનું-સુનું કેમ છે તેનો જવાબ આપતાં એક સ્થાનિક સજ્જને જણાવ્યું કે, ધરમશાળામાં આવેલી આ બિલ્ડીંગનો ઉપયોગ હિમાચલ સરકાર માત્ર શિયાળાના થોડા દિવસો પુરતો જ કરે છે. (આવું કહેતી વખતે તેના શબ્દોમાં સરકાર પ્રત્યે ગુસ્સો દેખાયો હતો. પણ અમે તે વિશે ઉંડાણમાં જવાની દરકાર ન લીધી.)
~ આ નામથી કોઇ મુવી યાદ છે? નથી..? 🙁 ઓકે.. પણ મને યાદ છે. સરસ મુવી છે. એકવાર જોવાય.
~ પણ આજે તે મુવી વિશે કોઇ વાત નથી કરવી. ‘Prada to Nada’ ટાઇટલને માત્ર રૂપક2 તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે!
~ હા તો વાત એ છે કે અગાઉ જે ઠંડા પ્રદેશની સહેલગાહ વિશે જણાવ્યું હતું તેવા સિમલા, મનાલી, ડેલ્હાઉઝી, ધરમશાળા, ખજ્જીઆર જેવા ઠેકાણે મસ્ત મૌસમમાં દિવસો વિતાવ્યા પછી અમદાવાદમાં સેટ થવું અઘરું લાગે ને ભાઇ..
~ કહાં હિમાચલ કી વો મસ્ત વાદીયાં, ઔર કહાં અહમદાબાદ કી… (ના. મારા અમદાવાદ વિશે તો કંઇ ખરાબ પણ નહી બોલાય.)
~ ત્યાં અને અહીયાં વાતાવરણનો આટલો મોટો ફરક જોઇને અમારા માટે તો ‘Prada to Nada’ જેવી સ્થિતિ છે. (આ વિશે વધુ જાણવા જાતે જ ગુગલ કરી લેશો તો ઠીક રહેશે. સંસ્થાનો સમય બચશે. )
~ હરિયાળી, પ્રકૃતિ અને ઠંડક જોઇને મન ખુશ તો હતું. અને આટલા દિવસ બહાર વિતાવ્યા હોય એટલે અમદાવાદ યાદ આવે એ સ્વાભાવિક છે, પણ આવી ને જોયું તો અહીયાં ઓહ ગરમી, આહ ગરમી.. ઉફ્ફ ગરમી… (હું તો એવી રીતે વાત કરું છું જાણે આ પહેલા ક્યારેય અમદાવાદની ગરમી જોઇ જ ન હોય! #નોટંકી 🤓)
~ સમય મળ્યે આ પ્રવાસ વિશે વિસ્તૃતમાં લખવામાં આવશે. એક-બે અલગ વિષય પર લખાયેલું પડયું છે તો વહેલા તે પહેલાના ધોરણે તે વાતને માન આપવામાં આવશે. (લી. હુકમથી)