આજ ખુશ તો બહુત હોંગે વો..

… જે મને રીડરમાં ફુલ ફીડ દેખાય તેવું સેટીંગ કરવા માટે કહેતા’તા. હવે આપ આખી પોસ્ટને રીડરમાં જોઇ રહ્યા છો તેની ખાસ નોંધ લેશો. (અમારો અંગત અનુભવ કહે છે કે રીડરના કારણે લખાણપટ્ટી કે તેના સેટીંગમાં ક્યારેક ફેરફાર જણાઇ શકે છે. ખાતરી કરવા ક્યારેક મુળ ઠેકાણે પણ આવતા રહેજો હોં ને..)

~ સાથે-સાથે આજે મારા બગીચાનો મુખ્ય દેખાવ (થીમ) પણ ચેન્જ કરવામાં આવેલ છે! (જો દેખાવના આ વિષયમાં ખરેખર રસ હોય તો જ ધક્કો ખાજો. નહી તો નેક્સ્ટ પોસ્ટ વખતે મળીશું.)

~ ઓકે.. થીમ દેખવા આવો કે ન આવો એ તમારી મરજી પણ મારા બગીચાનો જે લોગો મેં જાતે બનાવ્યો છે તે તો તમારે જોઇ જ લેવો જોઇએ એવું હું માનું છું. (ઇતની મેહનત કી હૈ તો થોડા શૉ-ઓફ તો બનતા હૈ ના ભાઇલોગ..)

~ આ લોગો (મુખ્ય ચિહ્ન) ને કોઇ જગ્યાએથી કોપી કરવામાં આવેલ નથી, આશા છે કે અન્ય કોઇ અહીયાંથી કોપી નહી કરે. (લે! આમાં કોપી કરવા જેવું શું છે? – આવો સવાલ આપને થાય.. તો તે સવાલ પુછવા માટે તમે મારો સંપર્ક કરી શકો છો.)

~ અરે હા, ગુજરાતીમાં વર્ડપ્રેસનો ઉપયોગ કરવાની મજા આવે છે. થેન્ક્યુ વર્ડપ્રેસ. (ક્યાંક હજુ ભાષાંતરમાં લોચા જણાય છે; છતાંયે જેટલું થયું છે તે ખુબ સરાહનીય છે.)

~ બગીચામાં આટલો બદલાવ કર્યો છે તો હવે કંઇક લખીશ એવું મને લાગે છે. થોડા દિવસોમાં નવી વાતો ઉમેરવાની આશા સહ.. આવજો..

~ ખુશ રહો!

નવો નિયમ

હવે દિવસે પણ ટુ-વ્હિલર્સમાં લાઇટ ઑન રહેશે!

~ મને તો આ નિયમ પાછળ જે લોજીક આપવામાં આવે છે તે જરાયે પચતું નથી. (હા ભાઇ, હાજમોલા પણ કામ ન આવી.)

~ ઓકે.. યુરોપમાં આવા નિયમ વર્ષો પહેલાથી બનેલા છે પણ અહી જે કારણ આપવામાં આવે છે તે મને તો ગળે નથી ઉતરતું. જ્યાં વર્ષ દરમ્યાન ધુમ્મસ, વરસાદી કે વાદળછાયું વાતાવરણ વધારે રહેતું હોય ત્યાં આવા નિયમો સમજાય પણ ભારત જેવો દેશ જે મુખ્યત્વે વિષુવવૃત્ત પર છે તેની માટે સમગ્ર દેશમાં પશ્ચિમના ઠંડા દેશોના નિયમોની સમજ્યા વગર કોપી ન કરવી જોઇએ. (કદાચ કાશ્મીર કે હિમાચલના કોઇ ભાગમાં આ નિયમ અમલમાં મુકી શકાય.)

~ ફોર-વ્હીલર્સના પ્રમાણમાં ટુ-વ્હીલર્સના અકસ્માત વધારે થાય છે કારણકે તેની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે છે. પણ તે બધા અકસ્માત થવાના અનેક કારણોમાંથી અજવાળામાં પણ ન દેખાવું  તેવું કેટલા કિસ્સામાં બનતું હશે? (ચલો વિચારી જુઓ થોડી વાર…)

~ સાંભળ્યું છે કે સુપ્રિમ કોર્ટની દેખરેખમાં કાર્ય કરતી કોઇ સમિતિએ આ સુચન કર્યું હતું અને સરકારે તેને સ્વીકારીને તરત અમલમાં મુકવા નોટીફિકેશન પણ આપી દીધું. આ નિયમ ફોર વ્હીલર્સ માટે પણ આવી શકે છે. અંધેર નગરી અને…..


# સાઇડટ્રેક: કોઇને વિષુવવૃત્ત એટલે શું -એ ન સમજાતું હોય તો કોઇ ગુજરાતી પ્રવાહના વિજ્ઞાનના શિક્ષકને પર્સનલી મળી લેવું. ના, ગુજરાતી વીકીપીડિયામાં તેનું પાનું ઉપલબ્ધ નથી. (શ્રીમાન કાર્તિકભાઇ નોંધ લે.)

# મથાળુંચિત્રઃ શ્રી google.co.in ના સહયોગથી શ્રી thekriegers.in ના ઠેકાણેથી વગર રજાએ મેળવેલ.

અપડેટ્સ – 170224

~ નક્કી કર્યુ’તું કે દરેક અઠવાડીયે એક નવી પોસ્ટ ઉમેરવી પણ અમે જો નક્કી કરેલું કરતા હોત તો આટલા વિચિત્ર ન હોત. (એમ પણ પ્લાન કરેલી જીંદગી કેટલી બોરીંગ લાગે યાર..)

~ આવતી કાલે મિત્રો સાથે આબુ જવાનું છે. એમ જ, કારણ વગર. ઘણાં વર્ષો પછી આવી બોય્ઝ-ટુર કરવામાં આવી રહી છે. આબુનું નામ આવે એટલે લોકોના કાન ઉંચા થઇ જાય! અરે ના ભાઇ…અમારો હેતુ પહેલા પણ એ નહોતો અને આજે પણ નથી. આજસુધી તેને ટેસ્ટ કરવાનો પણ ચાન્સ નથી લીધો. (#પીયક્કડ-લોકો-માટે-ચોખવટ)

~ હું હજુયે નક્કી નથી કરી શકતો કે તે બધું સારું ગણવું કે ખરાબ. પુરાણો કહે છે કે મદિરાપાન તો દેવતાઓ પણ કરતાં અને આજે જેમનો દિવસ છે તે મિસ્ટર શીવજી પોતે હુક્કાના શોખીન હતા! (કાયદાકીય જરૂરી વાક્ય: મદિરાપાન ગુજરાતમાં પ્રતિબંધિત છે અને હુક્કાબાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય થઇ ચુક્યો છે. તથા અમે સીધી કે આડકતરી રીતે તેવી કોઇ વસ્તુનો પ્રચાર નથી કરતા.)

~ ગુજરાતમાં આ બદીથી દુર રહેનાર વ્યક્તિ મુખ્ય બે કારણસર દુર હોઇ શકે; કાયદાનો ડર અથવા તો ચાન્સની ગેરહાજરી. એમ તો શોખીનો સરહદ પાર કરીને ચાન્સ લઇ લે છે, તો કોઇ સરહદ અંદર પણ આરામથી મળી રહે તેવી વ્યવસ્થા શોધી લે છે! (નથી ખબર? ઓપન સિક્રેટ છે ભાઇ!) જો કે અમને ચાન્સ હોવા છતાંયે સ્વયં સંયમથી દુર છીએ. (અને કાયદો તો સંયમમાં રહેવાથી આપોઆપ પળાઇ જાય છે. 😀 )

~ મારા એક બિઝનેસ પાર્ટનર યુ.પી.થી હતા. તેમના વિશે આમ જાહેરમાં કહેવાય તો નહી તો પણ1 જાણી લો. ન હોવી જોઇએ એવી લગભગ દરેક બુરી આદત તેમને હશે એવું કોઇ પણ કહી શકે. તેઓ મને એક વાત વારંવાર કહેતા કે, “આપ કો તો ભગવાન લાત માર કે વાપસ ભેજેગા ઔર બોલેગા કી જાઓ પેહલે સબકુછ કરકે આઓ.”

નોંધ લેશો: લંકામાં રાક્ષસો વચ્ચે નિરાધાર હોવા છતાંયે પવિત્ર રહેલી સીતા જેટલો જ પવિત્ર હું આજે પણ છું! ઓકે, આ કળયુગમાં સંપુર્ણ પવિત્ર કોઇ ન હોઇ શકે; પણ એટલીસ્ટ આ બાબતે તો 100% શુધ્ધ છું જ. 🙂

~ શ્વાસ લેવાની અને મન ફાવે એમ રહેવાની, આ સિવાય બીજી કોઇ લત હજુ સુધી લાગી નથી. ન બીડી, ન ગુટખા, ન સીગારેટ, ન તમાકુ.. કંઇ જ નહી. હા, ચા પણ નહી. (આમાં પણ કોઇને હું સારો વ્યક્તિ લાગીશ; તો.. કોઇ મને મુર્ખ માણસ ગણશે!)

~ બે દિવસનો પ્લાન છે પણ હું એ વિચારું છું કે, ત્યાં બે દિવસ કરીશું શું? ખૈર, મિત્રો રાખે એમ રહીશું..

~ ચલો, હવે બેગ પેક કરીએ. સવારે વહેલા નીકળવાનું છે.

~ ફરી મળીશું.. આવજો.

~ ખુશ રહો. 🙂