આજની વાત

– ઘણાં સમયે લખવાનું બની રહ્યું છે. સમયની મારામારી તો છે અને રહેશે, પણ અહીયા લખવું શોખનો વિષય છે, તો શોખ માટે સમય શોધવાનો ન હોય, ફાળવવાનો હોય! -એમ સમજીને મન મનાવી રહ્યો છું.

– અણ્ણાજીનું આંદોલન રંગ લાવી રહ્યુ છે. આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં યોજાયેલ એક નાનકડી રેલીમાં ભાગ લીધો પણ આંદોલનકારીઓની અશિસ્ત જોઇને દુઃખ થયું. રેલીમાં જોડાયેલ લોકો જાણીજોઇને રસ્તા પર પસાર થતા લોકોને કનડવાનો પ્રયાસ કરતા હતા જે એક શાંતિ આંદોલનની વિરુધ્ધનું કાર્ય છે.

– અહી લખવા માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે અને થોડા સુધારાઓ કરવાનો વિચાર છે. જે અહી આપની જાણ સારું. (ચિંતા ના કરો દોસ્તો, આ નિયમો તમારે નહી મને પાળવાના છે.)

– હવેથી લાંબુ લાંબુ લખવાના બદલે મુળ મુદ્દે જ લખવાનો વિચાર છે. (કોઇ વાંચનારને વાંચતા માનસિક ત્રાસ થાય એવું લાંબુ-લાંબુ લખવાનું હવેથી બંધ.)

– બ્લોગના મુળથી સુધારાઓ કરવાની ઇચ્છા છે જેમાં બ્લોગનું વાતારવરણ (theme) બદલાવાનો પ્રસ્તાવ મારા નાનકડા દિમાગ દ્વારા રાખવામાં આવ્યો છે. (જો કે આ પ્રસ્તાવ હજુ વિચારાધીન છે..)

– સળંગ એક જ મુદ્દા પર આખી પેન્સીલ ઘસી 1 કાઢવાને બદલે  વિવિધતાનો પ્રયાસ કરવો.

– દિનચર્યા બાબતે થોડા વધુ નિખાલસ બનવું. (તમને કોઇને ખબર નથી પણ હું હજુયે ઘણું-બધુ છુપાવી રાખુ છું.)

– લોકોને ગમે તેવું લખવા કરતાં પોતાનો સાચો મત રજુ કરવો. સત્ય ભલે કોઇને ન ગમે પણ દંભથી હું મારી જાતને બચાવવાનો પ્રયાસ તો કરી શકું છું

– આ જગ્યાને માત્ર મારી નોંધપોથી બનાવવા કરતાં આનંદદાયક સ્થળ બનાવવા પ્રયત્ન કરવો છે એટલે ઘણાં નવા વિષયોને અહી આવરવાનો પ્રયાસ થશે. (આ પ્રયાસનો બોજ અહી વાંચનાર પર પડશે તેની મને સુપેરે જાણ છે, પણ શું કરું…..હું મજબુર છું. 🙂 )

– બસ, આજે આટલું જ.

– આવજો દોસ્તો.. મળતા રહીશું..

વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…

paper boat in rain

બચપન અને તેની નાની-નાની યાદો દરેક માટે અમુલ્ય હોય છે. આજે અમદાવાદમાં સવારથી લગભગ વરસાદ ચાલું છે. હજુ સુધી અટક્યો નથી.

વાતાવરણ પણ આહલાદક છે.. વરસતા વરસાદ અને વહેતા પાણી જોઇને બચપનની યાદો સળવળી ઉઠી છે.

તો આ સમયે સાંભળવા લાયક સુંદર ગીત “વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…” મારા મોબાઇલમાં હાજર છે તો હું તેને માણું છું અને ઇચ્છા છે કે તમે પણ તેના શબ્દો, સંગીત અને ઉંડાઇને માણશો..

ગુંથાયેલી-જાળ(એટલે કે ઇંટરનેટ) ની દુનિયાના બેતાજ બાદશાહ શ્રી ગુગલ-દેવને શરણે જઇ આ ગીત/ગઝલને ગુજરાતીમાં શોધવાનો ટુંક પ્રયાસ કરી જોયો.

વિશ્વાસ હતો કે કોઇએ તો મહેનત કરી જ હશે…પણ ગીતને બદલે નિરાશા મળી! 😧

… પણ.. ગીતના શબ્દોને આપની સાથે વહેંચવા જ હતા એટલે તૈયાર માલ ન મળતા આખરે જાત મહેનતથી ગુજરાતી ભાષાંમાં લખવાનો પ્રયાસ કર્યો છે તો કયાંય કોઇ ભુલ રહી ગઇ હોય તો જણાવશો..

યે દૌલત ભી લે લો… યે શોહરત ભી લે લો…
ભલે છીન લો મુજ સે મેરી જવાની,
મગર મુજકો લૌટા દો બચપન કા સાવન..
વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…

મુહલ્લે કી સબસે નિશાની પુરાની..
વો બુઢીયા જિસે બચ્ચે કેહતે હે નાની
વો નાની કી બાંતો મે પરીયોં કા ડેરા
વો ચહરે કી જુરીયોંમે સદીયોં જા ફેરા
ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ
વો છોટી સી રાતેં.. વો લમ્બી કહાની..

કડી ધુપમેં અપને ઘર સે નીકલના
વો ચિડિયાં વો બુલબુલ વો તીતલી પકડના
વો ગુડીયા કી શાદી મેં લડના-ઝગડના
વો ઝુલોં સે ગીરના વો ગીર કે સંભલના
વો પીતલ કે છલ્લો કે પ્યારે સે તોહફે
વો ટુટી હુઇ ચુડીયોં કી નીશાની..

કભી રેત કે ઉંચે તિલ્લો પે જાના
ઘરોંદે બનાના બનાકે મિટાના,
વો માસુમ ચાહતકી તસવીર અપની,
વો ખ્વાબોમેં ખિલૌનોકી જાગીર અપની,
ના દુનિયા કા ગમ થા ના રિસ્તોં કે બંધન,
બડી ખુબસૂરતથી વો જિંદગાની..
વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…

[ ગાયક: જગજીત સિંહ ]

ગઝલ સાથે જોડાયેલ ચલચિત્ર(વીડીયો)

અપડેટઃ આ ગઝલના ગાયક શ્રી જગજીત સિંહ હવે આ દુનિયમાં નથી રહ્યા. જુઓ – અહીં

bottom image of blog text

પહેલો પ્રેમ મારો અધુરો રહી ગયો…

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુ ની ધારમાં વહી ગયો..

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં,
જયારે એને બીજો જીવનસાથી મળી ગયો..

બિલકુલ ન હતો મને હ્રદયમાં પસ્તાવો,
બધુ જ ચુપચાપ સહી ગયો..

સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું,
બાકી તો.. જાણે જીવતો જ સાગરમાં ડુબી ગયો..

રડાવી જાય છે કયારેય એની યાદ મને,
કારણ કે… પહેલો પ્રેમ મારો અધુરો રહી ગયો…


*via: sms