ખોબો ભરીને અમે એટલું હસ્યાં – જગદીશ જોષી

. . .

ખોબો ભરીને અમે એટલું હસ્યાં.. કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં..

કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં…

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?

ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

. . .

– જગદીશ જોષી –

. . .

@ ” મારો બગીચો “

જીવન દર્શન – ૩ : “અભિમાન”

. . .

અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન !!!

. . .

અભિમાન બે જાતનાં હોય છે : એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ;
બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.

. . .

“બગીચાનો માળી..”

. . .

જીવન દર્શન – ૨ : “અનુભવ”

. . .

આપણું શાણપણ આપણાં અનુભવમાંથી નીપજે છે
અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.

. . .

અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી;
એમાંથી આનંદ મેળવતાં જ તે આપણને રોકે છે.

. . .

“બગીચાનો માળી..”

. . .