ખરો સમય

ખરો સમય ચુકી જવામાં ઉસ્તાદ છુ..

કોઇ સંભળાવે હું ઘણો કમનશીબ છું..

એક કહેવત છે..

“અણી નો ચુક્યો સો વર્ષ જીવે”..

હવે.. સાચુ-ખોટુ તો ભગવાન જાણે..

પણ.. શી ખબર..

…કદાચ એ હિસાબે જ..

હું હજી આ ધરતી પર છું..

 

“બગીચાનો માળી…”

 

તારો આભાર

તે મને ત્યારે ન સ્વીકાર્યો…

અને ધુતકાર્યો;

લાગતુ હતું કે..

તારા વિના જીવનમાં કંઇ નહી કરી શકું..

પણ આજે..

મારા દિલના દરેક શબ્દો,

મારા જીવનની હરએક દિશા..

માત્ર તારા અસ્વિકારની ઉપજ છે.

તું જ મારા દિલના વિચારોની જનેતા છે;

તારો એ અસ્વીકાર મારા જીવનનો પ્રેરણાસ્ત્રોત બન્યો છે!

આજે ભલે તારી સાથે કોઇ સંબંધ તો નથી રહ્યો

અને તારા દિદાર થયાને પણ એક આયખું વિત્યું છે;

પણ મને એકવાર તારો આભાર માનવો છે કે..

તે મને કંઇ ન આપી ને ઘણું આપી દીધું.

સમય પહેલાં જ મને ઘણો પરિપકવ બનાવી દીધો.

તારા પ્રેમ કરતાં તારી નફરત મને ઘણી ફળી છે!!

તારા એ અસ્વીકારનો ઉપકાર છે મારા આ જીવન ઉપર…

તારો જીવનભર આભારી,

હું, બગીચાનો માળી.


and i miss you, always..

અભિનંદન ભારતીય ક્રિકેટ ટીમને

આખરે આપણે દેશમાં ક્રિકેટની સર્વોચ્ચ ટ્રોફી લાવવા માટે સફળ થયા. અત્યારે આખા અમદાવાદમાં દિવાળીથી પણ મોટા તહેવારનો માહોલ છે. આ ઉજવણીમાં કયાંય નાત-જાત નથી દેખાતી કેમ કે આજે મારા દેશના એક-એક નાગરીકમાં માત્ર ભારતીય હોવાનો ગર્વ છે. બધા ભારતીયોને અને આપણી ક્રિકેટ ટીમને ખુબ-ખુબ અભિનંદન.

આજની આ મેચમાં ગંભીર, ધોની, ઝહીર, યુવરાજે ખરેખર સુંદર પ્રદર્શન કર્યું. ધોનીના ધુરંધરોની આ સિધ્ધિ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેમાં મને કોઇ શક નથી. દેશને એક તાતણે બાંધીને લોકોને એક કરનાર આ વિક્રમના હું વખાણ કરતા થાકુ એમ નથી. લોકોને વિનંતિ કે ઉજવણીના ઉત્સાહમાં અતિરેક ન થાય કે કોઇને નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખજો પણ ઉજવણી તો કરજો જ. ચાલો હું હવે જાઉ છું..

આવજો.