કેટેગરી બાબા બગીચાનંદના સંદેશ
આપની સમક્ષ છે બાબા બગીચાનંદના સંદેશ નો વિભાગ.
અહી મળશે પોતાના અ’જ્ઞાન (એટલે કે અતિજ્ઞાન) માટે વિશ્વભરમાં જાણીતા અને ઇ’ભક્તોના લોકલાડીલા બાબા બગીચાનંદ તથા તેમની અ’જ્ઞાન વાણી, ઇ’સંદેશ અને તેમના વિવિધ ઇ’પ્રવચનના અંશ..
સર્વે ઇ’આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય છે.
લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી
~ લેખક અને વાચક વચ્ચેના સંબંધ વિશે સંસારીક વ્યાખ્યાનના જ્ઞાની વકતા શ્રી બગીચાનંદ બાબા દ્વારા કહેવાયેલી જ્ઞાનવાણી ઇ-સંસારની જનતાએ ખાસ જાણવા અને સમજવા જેવી છે..
વક્તાનો પરિચયઃ
– વક્તા શ્રી અલ્પજ્ઞાની બાબા બગીચાનંદ ઇ-સંસારના અનુભવી છે; જેમણે લાખો ભાવકોના ઇ-જન્મનો સાક્ષાત્કાર કરાવ્યો છે અને તેમને સિધ્ધિ અપાવી છે!
~ જો આપ બાબાજીની જ્ઞાનવાણીનો નિયમિત લાભ ઇચ્છતા હોવ તો બાબાજીના ઇ-આશ્રમ મારોબગીચો.કોમ પર ચાલી રહેલા પ્રવચનોમાં ગમે ત્યારે ભાગ લઇને આપની ઇ-આત્માનું કલ્યાણ કરી શકો છો!!
વધુ માહિતી કે સંપર્ક માટે લખો;
પ્રતિ..
શ્રી આશ્રમ વ્યવસ્થાપક,
મારોબગીચો.કોમ
આંતરઝાળની અંદર, ગુજરાતી વિભાગ,
હંમેશા ઓનલાઇન રસ્તો, ભારતવર્ષ
ઇ-સંપર્કકડી: mail@marobagicho.com
શ્રી ભાવકો જોગ:
બાબા બગીચાનંદની અંગત સલાહ મેળવવા કે દિવ્ય ગ્રીન પદ્ધતિથી સમસ્યાનો હલ કે ઇ-માર્ગદર્શન મેળવવા માટે તેમના અંગત સંપર્ક bagichanand@marobagicho.com પર જ ટપાલ લખવી. 🙏
“ઇ-સંસારની સર્વે ઇ-આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય“
હરિઓમ… તત્ સત્…..
🙂
ફેસબુક પર વધારે લાઇક-કોમેન્ટ મેળવવાનો સૌથી સરળ રસ્તો!
~ નમસ્તે, આજે આપણે જાણીશું.. ફેસબુક પર વધારે લાઇક અને કોમેન્ટ મેળવવાના સૌથી સરળ રસ્તા વિશે!
~ સૌ પ્રથમ ગુગલ દેવતાના શરણે જઇને એકાદ ભગવાનનો ફોટો શોધી લો. (આમ તો ૩૩ કરોડ કહેવાય છે પણ વધુ ફેમસ હોય એવા કોઇને પકડવાથી ચોક્કસ ફરક પડશે.)
~ તેને ફેસબુક પર આપની પ્રોફાઇલમાં અપલોડ કરો. (ધ્યાન રહે કે ફોટો ‘પબ્લીક‘માં સેર થવો જોઇએ.)
~ ફોટો સાથે જે-તે ‘ભગવાનની જય…..’ લખો અને સાથે ખાસ ઉમેરો કે ‘લાઇક કરશે તો તમારી બધી મનોકામના પુર્ણ થશે; અને જે લાઇક નહી કરે તેની સાથે સાંજ સુધીમાં કોઇ ગડબડ થશે.’ (આવું લખવાથી ઘણો ફાયદો થશે, તેની અમે ૧૦૦% ખાતરી આપીએ છીએ!)
~ ભગવાનના ફોટોમાં ભલે કયાંય ન દેખાતા હોય, તો પણ તમારા નજીકના ફ્રેન્ડ અને સગાઓને ફોટોમાં જયાં-ત્યાં ટેગ કરો. અહી ભગવાનના પરમ ભક્તોને ખાસ ટેગ કરવા. તમને વારંવાર ગમે-તેવી પોસ્ટમાં ટેગ કરતા લોકોને પણ ટેગ કરીને બદલો પણ લઇ શકો છો! (ચિંતા ન કરો, અહી લોકો ‘મને ટેગ કેમ કર્યો’ તેવી ફરિયાદ નહી કરે તેનો અમને વિશ્વાસ છે.)
~ બસ, હવે ‘Post‘ ઉપર ક્લિક કરો અને જુઓ ભગવાનનો ચમત્કાર!
~ જય હો…
🙏
પુસ્તક રેફ. : ફેસબુકમાં ફેમસ થવાના ૧૦૧ ‘ચીપ’ રસ્તાઓ
લેખક : અ.જ્ઞાની બાબા બગીચાનંદ
*સર્વ હક આરક્ષિત.