~ મોડી રાતે એમ જ મુવી એપમાં ખાંખા-ખોળા કરતાં યાદ આવ્યું કે ક્યારેક આ ફિલ્મ જોવાની ઇચ્છા હતી. (જોવાની બાકી હોય એવી ફિલ્મનું એટલું લાંબુ લિસ્ટ છે કે હવે તેને અપડેટ કરવા જેવું પણ નથી રહ્યું.)
~ ઉંઘ આવતી હતી; તો પણ થયું કે ૧૫-૨૦ મિનિટ જોઇને ખયાલ આવી જશે કે ભવિષ્યમાં તેને સમય આપવો કે નહી. (ઇચ્છા તો ઘણી ફિલ્મ જોવાની હોય છે પણ ઘણીવાર તેમાંથી કોઇ જોવા બેસું તો મને તેમાં રસ ન આવે એવું બનતું હોય છે.)
~ ખૈર, રાતે બે વાગ્યા ફિલ્મ પુરી કરવામાં! (કહેવાનો મતલબ એ છે કે મને એટલો રસ આવી ગયો હતો કે આખી ફિલ્મ પુરી કરી!)
~ બે શબ્દો ટ્વીટર પર કહ્યા છે જે અહી નીચે જોઇ શકો છો, વધું તો કહેવા જેવું નથી કેમ કે જાણકારો લગભગ મારા પહેલા બધું જાણતા હોય છે. (અને ન જાણતા હોય એવા લોકો મારું માનીને જોવા બેસે એવી આભા અમે ધરાવતા નથી.)
Film : A BEAUTIFUL MIND
— Bagichanand (@bagichanand) April 9, 2019
ઘણાં દિવસથી ઈચ્છા હતી તો હમણાં પુરી કરી. ક્યાં થી ક્યાં લઈ આવી વાર્તા. અઘરી બીમારી, સુંદર રજૂઆત, ઉત્તમ ફિલ્મ અને અચૂક જોવાલાયક.
(બીજું બધું તો ઠીક મને હમણાં આસપાસ પ્રોફેસર જ્હોન નાસ દેખાય છે. હું ઠીક તો છું ને?) pic.twitter.com/yZe4OasnUU
~ ફિલ્મનું વર્ણન કરવામાં તજજ્ઞ અને રસિક એવા શ્રી નિરવભાઇ જેવું વિવરણ એમ પણ અમને ન ફાવે. આમેય વર્ષે માંડ દસ-બાર ફિલ્મ જોતા મારા જેવા વ્યક્તિને શોભે પણ નહી.
~ જે હોય તે પણ છેવટે આ મારો બગીચો છે એટલે આ ફિલ્મને મારા તરફથી રેટીંગ તરીકે ફુલડાં ચોક્કસ આપવામાં આવશે. (મે ચાહે યે કરું, મે ચાહે વો કરું.. મેરી.. મ-ર-જી…)
ફિલ્મ ‘અ બ્યુટીફુલ માઇન્ડ‘ને બગીચાનંદ તરફથી
૫ માંથી ૪.૫ ફુલડાંઓ!