બે બદલાવ અને iOS7

બદલાવ નંબર : 1

– બગીચામાં એક નવું બટન મુકવામાં આવ્યું છે, જેની ઉપર ક્લીક કરવાથી તે આપને મારા બગીચાની અણધારી ગલીઓમાં લઇ જશે અને આપની સામે કોઇપણ એક પોસ્ટને1 લાવીને મુકી દેશે. (જો જો, તે બટન હવે હંમેશા દેખાશે!)

– આ ઓપ્શન વર્ડપ્રેસમાં લોગ-ઇન થયેલા લોકો માટે પહેલેથી ઉપલબ્ધ હતું જ; પણ હવે તે મારા બગીચામાં પધારતા દરેક પ્રકારના મુલાકાતીઓની સેવામાં કાયમી હાજર રહેશે! (અહી ભેદભાવ મુક્ત સમાજની રચના કરવાનો મારો ઉમદા ઉદ્દેશ આપને દેખાય છે ને? -નથી દેખાતો? -ઓકે. જવા દો તો..)

– જે લોકો રીડર/ઇમેલમાં આ પોસ્ટ જોઇ રહ્યા છે અથવા તો જેમને આ બગીચા સુધી આવીને તે ‘બટન’ને શોધવામાં આળસ ચઢતી હોય તેમની માટે ખાસ તે બટન અહીં નીચે મુકવામાં આવ્યું છે. (ક્લિક કરતા રહો, વાંચતા રહો….. જયાં સુધી મારા લખાણથી ત્રાસી ન જાઓ ત્યાં સુધી! 😋)

seperator

બદલાવ નંબર : 2

– તાજા સમાચાર મુજબ વર્ડપ્રેસદેવે તેમના ભક્તો દ્વારા થતી નીરંતર સેવા-આરાધનાથી ખુશ થઇને Embed Facebook Post નું વરદાન આપ્યું છે! એટલે કે હવે વર્ડપ્રેસમાં સીધેસીધીજ ફેસબુક પોસ્ટને મુકવું ઘણું સરળ બની ગયું છે. (ટ્વીટર માટે તો આ ઓપ્શન પહેલાથી છે જ.)

– એટલે અમે (વાંચો કે, ‘મેં’) હવે દરેક પોસ્ટમાં કોઇ પણ એક ટ્વીટર કે ફેસબુકની પોસ્ટ અહી મુકવાનો નિર્ણય કર્યો છે. તે બહાને ત્યાંની કોઇ-કોઇ અપડેટ અહી પણ સમયે-સમયે નોંધાતી રહે..

seperator

– હવે વાત iOS 7 ની કરીએ. આમ તો આ એક બદલાવ જ છે પણ તે મારા આ બગીચામાં સીધો અસરકર્તા નથી; એટલે તેને ઉપર બદલાવની સંખ્યામાં ઉમેરવામાં નથી આવ્યો. પરંતુ તે મારા રોજબરોજ જીવનમાં ચોક્કસ બદલાવકર્તા બની શકે છે.

એપ્પલ દ્વારા આજે ઓફિસીયલી iOS7 ને દરેક એપ્પલીયાંઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. (ઘણી રાહ જોવી પડી આ અપડેટ માટે તો…. આ અપડેટનો ઇંતઝાર કેવો હતો એ તો કોઇ ‘એપ્પલ’ના ઉપયોગ કરનારને પુછો તો જ ખબર પડે.)

– આ જુઓ, ઓફિસીયલ ન્યુઝ!!

આજે સમજાયું…

મને આજે સમજાયું કે, મારો સ્વભાવ દેડકા જેવો છે; કેમ કે મારું મન વરસાદ જોઇને ખુશ-ખુશ થઇ જાય છે, દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જાય છે અને હું મોટે-મોટેથી ગીતો ગાવા લાગું છું!


ખાસ નોંધ: ઉપરોક્ત સરખામણી કોઇ વિષયના વસ્તુ પ્રત્યેના ભાવ અને વ્યક્તિના સ્વભાવમાં રહેલી વસ્તુ પ્રત્યેની સામ્યતા વ્યક્ત કરે છે. ઉપરોક્ત વિષયની અન્ય ખાસિયતો સાથે વ્યક્તિનો કોઇ સીધો સંબંધ નથી. જો કોઇ સંબંધ જણાશે તો તેને માત્ર સંયોગ કહેવાશે.

પરિવર્તન..

– હા, પરિવર્તન એ સંસારનો નિયમ છે! અને મારા બગીચાનો પણ! 🙂

– બસ, એ જ નિયમને ન્યાય આપવા આજે આ બ્લોગના મુળ દેખાવમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. (એટલે કે મારો કોઇ વાંક નથી એ સાબિત થાય છે!)

  • કોઇને ગમે કે ન ગમે પણ મને તો ગમે છે (ત્યારે જ તો આ શક્ય બન્યું છે! 😇 ) છતાંયે કોઇને વાંધાવચકા જણાતા હોય તો મારું ધ્યાન દોરી શકે છે.

– ચિંતા ન કરો તમને નહી પુછું કે આ નવો દેખાવ (theme) કેવો છે…… ઓકે. કહો ને કે તમારી દ્રષ્ટિએ કેવું દેખાય છે? (જે સાચુ હોય તે કહેવા વિનંતી. મહેરબાની કરીને ભક્તો ચાપલુસીથી દુર રહે, મિત્રો સાચી વાત જણાવે અને વડીલો યોગ્ય સલાહ આપે.)

# જુની થીમની એક યાદગીરી:

મુળ દેખાવમાં કરેલું પરિવર્તન

– અને હા, આજથી અમે ફરી ફેસબુક પર હાજર છીએ. (કારણ ન પુછશો. 🙏..)