બે દિવસ પહેલાં મારી નાની બહેનને અમે ક્યાં-ક્યાં ફરી આવ્યા તે કહેતો હતો. ત્યારે આ વાત આવી કે, “એક દિવસ અમે ધરમશાળા માં રોકાયા હતા..“
ભાઇને અચાનક અધવચ્ચે અટકાવીને નિર્દોષતાથી પુછ્યું કે, “કેમ? હોટલમાં જગ્યા ન’તી મળી કે?“ 😮
તેને તો સમજાવી દીધું, પછી થયું કે અન્ય કોઇને પણ આવું કન્ફ્યુઝન હોઇ શકે છે તો તેમને જાણકારી આપવી એ અમારી ફરજ છે. (આવું કહીને અમે અમારી જાહેર ફરજ પ્રત્યે કેટલા સજાગ છીએ તે જતાવીએ છીએ!)
ગુજરાતીઓ માટે ધરમશાળાનો અર્થ અલગ થાય છે. GujaratiLexicon મુજબ ધરમશાળાનો અર્થઃ
હવે, ધરમશાળા શહેર વિશેઃ
હિમાચલ પ્રદેશમાં આવેલું ધરમશાળા એક સુંદર શહેર છે. આસપાસ મસ્ત પર્વતોની હારમાળા અને હંમેશા ઠંડું મસ્ત વાતાવરણ રહે છે. હિમાચલમાં ફરવા આવતા દરેક ટુરિસ્ટ લગભગ અહીયાં જરૂર આવે છે.
જેઓએ મુલાકાત લીધી હશે તે સૌ આ શહેર વિશે જાણતા જ હશે. આગળની પોસ્ટમાં તેનો ઉલ્લેખ હતો અને તેનો ફોટો પણ છે ત્યાં..
અહીયાં ઉંચાઇએ ક્રિકેટ સ્ટેડીયમ આવેલું છે જેમાં ઘણી ઐતિહાસિક પણ મેચ રમાયેલી છે! ક્રિકેટના રસીયાઓ જાણતા જ હશે આ સ્ટેડીયમ વિશે. (કોઇક જ હોય મારા જેવા જેને ક્રિકેટમાં રસ ન હોય!)
લગભગ 23,000 લોકો બેસીને જોઇ શકે એવી સુવિધાવાળું સામાન્ય સ્ટેડીયમ હોય એવું જ છે પણ તેની આસપાસની કુદરત તેને ખાસ બનાવે છે!
મેં ક્લીક કરેલ બે-ફોટો પણ જોઇ લો1;
અને હા, હિમાચલ પ્રદેશની એક વિધાનસભા પણ આ જ શહેરમાં આવેલી છે. ઉપર હેડરમાં તેનો જ ફોટો છે. હિમાચલની મુખ્ય વિધાનસભાનું પરિસર સિમલામાં આવેલું છે અને હમણાં ત્યાંજ કાર્યરત હોવાથી અહીયાં કોઇ જ હલચલ ન’તી. (ચકલુંયે ન’તું ફરકતું એમ કહીશ તો ખોટું થશે કેમ કે પક્ષીઓનો ઘણો કલરવ હતો!)
અહીયાં બધુ સુનું-સુનું કેમ છે તેનો જવાબ આપતાં એક સ્થાનિક સજ્જને જણાવ્યું કે, ધરમશાળામાં આવેલી આ બિલ્ડીંગનો ઉપયોગ હિમાચલ સરકાર માત્ર શિયાળાના થોડા દિવસો પુરતો જ કરે છે. (આવું કહેતી વખતે તેના શબ્દોમાં સરકાર પ્રત્યે ગુસ્સો દેખાયો હતો. પણ અમે તે વિશે ઉંડાણમાં જવાની દરકાર ન લીધી.)