અમુક હદથી વધારે સહન કરવું એ સદગુણ નહી , કાયરતા છે.
આગ તો ન હોવી જોઈએ જે દઝાડે પરંતુ તણખા હોવા જોઈએ જે ચેતના ને જાગૃત કરે.
આ કેટેગરીમાં જ લખાયેલું છે કે સમજવા જેવું અને કંઇક ખાસ.
એટલે કે મારા બગીચામાં ઉમેરાયેલી એવી વાતો જે ‘જાહેર જનતા’ ને લાગુ પડે છે. (હા, એમાં હું પણ આવી ગયો)
મને જે અનુભવે સમજાયું તેની નોંધ આ વિભાગમાં મળશે. ઉપરાંત આ એવી વાતોનો વિભાગ છે જેમાં કંઇક ખાસ સંદેશ અથવા તો શીખ છુપાયેલી છે.
અમુક હદથી વધારે સહન કરવું એ સદગુણ નહી , કાયરતા છે.
આગ તો ન હોવી જોઈએ જે દઝાડે પરંતુ તણખા હોવા જોઈએ જે ચેતના ને જાગૃત કરે.
અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન !!!
. . .
અભિમાન બે જાતનાં હોય છે : એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ; બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.
. . .
“બગીચાનો માળી..”
આપણું શાણપણ આપણાં અનુભવમાંથી નીપજે છે અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.
. . .
અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ મેળવતાં જ તે આપણને રોકે છે.
“બગીચાનો માળી..”