પહેલો પ્રેમ મારો અધુરો રહી ગયો…

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુ ની ધારમાં વહી ગયો..

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં,
જયારે એને બીજો જીવનસાથી મળી ગયો..

બિલકુલ ન હતો મને હ્રદયમાં પસ્તાવો,
બધુ જ ચુપચાપ સહી ગયો..

સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું,
બાકી તો.. જાણે જીવતો જ સાગરમાં ડુબી ગયો..

રડાવી જાય છે કયારેય એની યાદ મને,
કારણ કે… પહેલો પ્રેમ મારો અધુરો રહી ગયો…


*via: sms

વાત તો કંઇક હું કહેવા ચાહુ છું…

વાત તો કંઇક હું કહેવા ચાહુ છું,
પણ નામ ‘એનું‘ આવે છે ને અચકાઉ છું.

જીવન તો કર્યું છે કયારનુંયે તેના નામે,
બધા જાણે છે.. પણ હું અજાણ્યો થાઉ છું.

સમય તો ઘણો વહ્યો છે.. અમારી પ્રિતમાં,
છતાંયે પ્રેમ જતાવવાનો આવે છે ને હું શરમાઉ છું.

મારા પ્રેમનો સ્વીકાર એણે પુરા દિલથી કર્યો હતો,
પણ.. તે તરછોડી દેશે એ વિચારે આજેય ગભરાઉ છું.

લોકો ભલે ને નીરખે બગીચાના માળીને શંકાથી,
મારી લાગણીને ઉછેરી હું તેને ખુશીથી લણવા દઉ છું.

લી. બગીચાનો માળી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં – જગદીશ જોષી

. . .

ખોબો ભરીને અમે એટલું હસ્યાં.. કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં..

કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં…

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?

ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

. . .

– જગદીશ જોષી –

. . .

@ ” મારો બગીચો “