ખરો સમય

ખરો સમય ચુકી જવામાં ઉસ્તાદ છુ..

કોઇ સંભળાવે હું ઘણો કમનશીબ છું..

એક કહેવત છે..

“અણી નો ચુક્યો સો વર્ષ જીવે”..

હવે.. સાચુ-ખોટુ તો ભગવાન જાણે..

પણ.. શી ખબર..

…કદાચ એ હિસાબે જ..

હું હજી આ ધરતી પર છું..

 

“બગીચાનો માળી…”

 

તારો આભાર

તે મને ત્યારે ન સ્વીકાર્યો…

અને ધુતકાર્યો;

લાગતુ હતું કે..

તારા વિના જીવનમાં કંઇ નહી કરી શકું..

પણ આજે..

મારા દિલના દરેક શબ્દો,

મારા જીવનની હરએક દિશા..

માત્ર તારા અસ્વિકારની ઉપજ છે.

તું જ મારા દિલના વિચારોની જનેતા છે;

તારો એ અસ્વીકાર મારા જીવનનો પ્રેરણાસ્ત્રોત બન્યો છે!

આજે ભલે તારી સાથે કોઇ સંબંધ તો નથી રહ્યો

અને તારા દિદાર થયાને પણ એક આયખું વિત્યું છે;

પણ મને એકવાર તારો આભાર માનવો છે કે..

તે મને કંઇ ન આપી ને ઘણું આપી દીધું.

સમય પહેલાં જ મને ઘણો પરિપકવ બનાવી દીધો.

તારા પ્રેમ કરતાં તારી નફરત મને ઘણી ફળી છે!!

તારા એ અસ્વીકારનો ઉપકાર છે મારા આ જીવન ઉપર…

તારો જીવનભર આભારી,

હું, બગીચાનો માળી.


and i miss you, always..

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

 

રાષ્ટ્રિય શાયર” – ઝવેરચંદ મેઘાણી ની  રચના..

 
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ..
 
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ..
 
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ..
 
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ..
 
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ..
 
પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ..
 
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ..
 
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ..
 
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ..