મુવી કે ફિલ્મો વિશે..

મુવી રીલ, lots of movie reel films.

~ અગાઉ એક મુવી વિશેની પોસ્ટ પછી લાગ્યું કે આ ક્ષેત્રે મારો બગીચો ઘણી જ ઓછી માહિતી ધરાવે છે. (મતલબ એ છે કે બગીચાના આળસુ માળીએ વધારે માહિતી ઉમેરી જ નથી બોલો!)

~ તો એક નવો વિચાર છે કે દર વર્ષની અલગ-અલગ પોસ્ટ બનાવવી. (‘હા હવે આ કોઇ મોટો વિચાર નથી’ એમ લોકો કહેશે, અને વાત તેમની સાચી છે એ હું પણ સ્વીકારીશ.)

~ ત્યાં મે દેખ્યા હોય એવા દરેક મુવીઝ ને ઉમેરતા રહેવાનો વિચાર છે અને તે વિશે રેટીંગ દ્વારા મારો અભિપ્રાય ઉમેરવાનો પણ વિચાર છે. (જોયું કેટલું બધું વિચારી રાખ્યું છે ને. કંઇ પણ, નહી?)

~ જો કોઇ ફિલ્મ વિશે અલગથી લખવામાં આવશે તો તેની લીંક ત્યાં ઉમેરતા રહેવાની ઇચ્છા પણ છે. (ઇચ્છાઓ અપરંપાર છે મારી..)

~ ફિલ્મોનો કોઇ ખાસ શોખ નથી પણ અમે ક્યારેક સમય પસાર કરવા, કોઇવાર આનંદ માટે અથવા તો ક્યારેક જાણકારી કે જીજ્ઞાસાવશ મુવી જોઇ લઇએ છીએ. (ચોક્કસ કારણ તો મને પણ નથી ખબર પણ કોઇ-કોઇ ફિલ્મ ખરેખર જોવાલાયક લાગી છે.)

~ મુવીઝને સમાજનું પ્રતિબિંબ કહેવાતું છે પણ ઘણી ફિલ્મમાં હું એ પ્રતિબિંબ ઝીલી નથી શક્યો, તો કોઇ-કોઇ મુવીમાં ઉત્તમ સર્જન પણ જણાયું છે. (ઘણી મુવીઝ તો ખરેખર જોવા જેવી હોય છે અને કેટલીક લગભગ ‘હથોડો’ હોય છે.)

~ ઘણીવાર એવું લાગ્યું છે કે ચોક્કસ વિષયને દેખવા માટે જે-તે મુવીએ મને અલગ જ દ્વષ્ટિકોણ આપ્યો હોય અને વિષય પ્રત્યે નવું જ જ્ઞાન મેળવ્યું હોય! (નવું જાણીયે ત્યારે આપણાં અજ્ઞાનની સીમા પણ દેખાઇ જાય!)

bottom image of post: મુવી કે ફિલ્મો વિશે..

અજીબ વિટંબણા છે..

બોલો, આજે એક અજીબ વિટંબણા જણાય છે કે, તુટેલા દિલવાળા લવર ટાઇપ સેડ-સોંગને ફીલ કરવા1 કોઇ ચહેરો નથી રહ્યો હવે આ જીવનમાં!

પ્રેમ અને તુટેલું દિલ, love and heart break

સ. – શું કોઇ ચહેરો હોવો ખરેખર જરુરી છે?
જ. – હા. તેના વગર તો ફીલીંગ જ ન આવે યાર..


*વિટંબણા એટલે કે; તકલીફ, સમસ્યા, પ્રોબ્લેમ, વાંધો, વગેરે વગેરે..

મારા વિચારો

lonely man in green forest

~ વિચારો કરવા એ સારી વાત હશે, પણ મારી જેમ કંઇપણ વિચાર્યા કરવું એ સદંતર ખોટી વસ્તું છે. પણ શું કરીએ… મન ઠેકાણે ન હોય અને અંદર વિચિત્રતા ઘણી ભરેલી હોય તો આવું જ થાય.

window with water and man in thoughts, વિચારોમાં ખોવાયેલો માણસ

~ મનને શાંત કરવા માટે યોગ કરવાની સલાહ આપવાની છુટ છે, પણ અમે એટલું જ માનીશું જેટલું અમારું મન સ્વીકારે.

~ જો કે સાવ એવુંયે નથી કે અમે હંમેશા ખોટા વિચારો કરીએ છીએ, ક્યારેક સારા વિચાર પણ આવી જાય છે. જેમ બંધ ઘડીયાળ પણ ૨૪ કલાકમાં બે વાર સાચો ટાઇમ બતાવે; બસ એમ જ.

~ આમ તો અહીયાં એવા બધા વિચારોનું સળંગ લિસ્ટ બનાવવાનો વિચાર હતો. પછી થયું કે બધા વિચારો એકવાર જે-તે અપડેટ્સમાં નોંધ્યા પછી અહીયાં ફરી લખવા માટે આવવું પડશે અને એ મારા જેવા આળસુના પીર ને ફાવશે નહી…

..તો નક્કી એ કરું છું કે, જ્યારે નવા વિચાર હોય ત્યારે આ પેજ ને ત્યાં લીંકઅપ કરીશ. જેથી પોસ્ટની નીચે પિંગબેકથી જાતે જ લિસ્ટ બન્યા રાખે2.


*હેડર ક્રેડીટઃ Mr. Sandis Helvigs