~ સંપર્ક ડાળી બનાવવાનો મુળ હેતું મારા સુધી પહોંચવાના રસ્તાઓ બતાવવાનો છે. (લાગતું નથી કે કોઇને જરૂર પડે પણ મારા બગીચામાં એક નવી ડાળી જોડવામાં મને કોઇ વાંધો નથી; અને આપને પણ નહી હોય એવું માની લઉ છું.)
~ આમ તો મારો આ બગીચોજ મારું કાયમી ઠેકાણું છે, એટલે અહીયાં તો આપણે કોઇપણ સમયે મળતા રહીશું. (જયાં ત્યાં ભટકવું આમેય વધારે ફાવતું નથી.)
~ છતાંયે વિકલ્પ તરીકે અહી કેટલાક મુખ્ય ત્રણ રસ્તા બતાવ્યા છે, જેને અનુસરીને તમારી વાત મારા સુધી પહોંચાડી શકો છો
1. મુખ્ય સંપર્ક સરનામું:
~ આ મુખ્ય સંપર્ક ડાળી કહી શકાય. આપ અહી આપનો ઇ-સંદેશ કોઇપણ સમયે મોકલી શકો છો. હું ગમે ત્યાં રહીશ તો પણ આપની વાત મારા સુધી પહોંચી જશે તેની ગેરંટી છે!
# ઇ-સંદેશ સરનામું:
mail@marobagicho.com
અથવા
b@marobagicho.com
*બને ત્યાં સુધી દરેકને પ્રતિભાવ આપવો એવો અમારો નિયમ છે.
2. ફેસબુક:
~ આ એક એવી માયાવી દુનિયા છે જેનું હમણાં આખી દુનિયાને વળગણ લાગેલું છે અને અમે પણ આ દુનિયામાં રહેતા એક પામર જીવ હોવાથી માયાવી વળગણમાંથી બચી શક્યા નથી.
~ અહીથી છુટવા માટે અમારો પ્રયત્ન ચાલું છે; છતાંયે આપની જાણમાં કોઇ સારા ભુવા-ડાકલા હોય તો જણાવજો. ધરમનું કામ થશે ભાઇ અને આંગળી ચીંધ્યાનું પુણ મળશે એ નફામાં..!!
પ્રોફાઇલ લીંકઃ બગીચાનંદ
મારા બગીચાનું ફેસબુક પેજઃ મારો બગીચો
*અપડેટઃ અમે પોતાના પર સંયમ જાળવીને લગભગ આ માયાવી દુનિયાના વળગણથી બચી શક્યા છીએ એમ કહેવાય. છતાંયે આપને ક્યારેક ત્યાં દેખાઇ જઇએ તો નવાઇ ન પામશો!
3. ટ્વીટર:
~ આમ તો કોઇનો પીછો કરવો એક સામાજીક અપરાધ છે; એમાંયે સરકારી કાયદાઓ અનુસાર સ્ત્રી જાતિનો પીછો કરવો હવે કાનુની અપરાધ ગણાઇ શકે છે!
~ પણ આ એક એવી દુનિયા છે જયાં તમે ગમે-તે વ્યક્તિનો કાયદેસર પીછો કરી શકો છો અને આપને અનુસરતા જોઇને જે-તે વ્યક્તિ ખુશ થાય છે! ખૈર, આપ મારો પીછો કરશો તો મને પણ અનુસરતા લોકોની સંખ્યા વધ્યાની ખુશી થશે! સામાન્ય રીતે અમે અહિંયા વધુ સમય આપીએ છીએ.
Follow: @bagichanand
*કોઇએ ઉપર લખેલી અપરાધ’વાળી વાતથી ડરવું નહી, એ તો એમ જ ઠપકારી દેવામાં આવી છે.
~ જો મારી બકબક વગર માત્ર મારા બગીચાની અપડેટ્સ જોવા ઇચ્છતા હોવ તો તે માટે અમે એક અલગ ખાતું પણ ત્યાં ખોલાવી રાખ્યું છે; તેમાં માત્ર અહીયાં રજુ થતી નવી અપડેટ્સની જાહેરાત થતી હોય છે તો તે માટે @marobagicho ને અનુસરી શકો છો.
~ સામાજીક પ્રાણી હોવા છતાં, અમે અમારા કામ-કાજ અને કેટલાક આડા અવળા કારસ્તાનોના કારણે ઉપરોક્ત સોશીયલ ઠેકાણે ઉપલબ્ધ રહેવા યોગ્ય સમય ફાળવી શકતા નથી. તેમ છતાંયે કાયમી જોડાઇ રહેવા માટે તે બધા યોગ્ય ઠેકાણાં છે એવું જણાય છે, તો મન ફાવે ત્યાં મળીશું…
~ મળતા રહેજો.. આવજો.
khuba j saras bagicho che …………
આભાર શ્રી આકાશભાઇ…
આ બગીચામા અમને આમંત્રણ આપવા માટે આભાર તમારો
શ્રી બિનાજી, અહી પધારવા બદલ આપનો પણ આભાર… સમય મળ્યે આવતા રહેજો.
આપનો બગીચો હવે એકદમ હરિયાળો લાગે છે. ખુબ જ સુંદર.
હરિયાળી જ તો મારા બગીચાની પહેચાન છે અને તેને ગમાડવા બદલ આભાર પ્રિતીજી…
તમારા બગીચામાં નવા છોડ આવે તો મને જરૂર જન કરજો ..
શ્રી આકાશભાઇ, આપ “નવા ફુલ-છોડની જાણકારી મેળવો’ વિભાગ દ્વારા દરેક નવી જાણકારી ઇ-મેલથી તુરંત મેળવી શકો છો.
આભાર.
આભાર તમારો ભાઈ ……
આપનો બગીચો દિન-પ્રતિદિન ખીલતો જાય !
khubaj saras bagicho che, ama pan mane kudarat taraf khud prem che,tenathi pan vadhare mara father ne pan. biju k te 1 R.F.O. che.rang forest ooficer.pan diwali sivay gamade javano med padto nathi.tayana khetar ne badhu khub miss karu chu…..
કોઇ બંધન કે સ્વાર્થ વગર જોડાયેલા આપણાં સંબંધ જેવા મધુર આપના શબ્દો છે. આપ લોકોના નિત્ય આશિષથી બગીચો સતત ખીલી રહ્યો છે તેનો મને અત્યંત આનંદ છે.
આપ સૌ મિત્રોનો દિલના ઉંડાણથી આભાર…
બસ.. આમ જ મળતા રહેજો અને આપની વાતો વહેંચતા રહેજો.
માત્રને માત્ર શબ્દોની ઓળખ આપના શબ્દો ખૂબ જ આત્મીયતા આપીજાય તેવા છે આપ અને આપનો બગીચો હરહમેશ મહેકતા રહો તેવી શુભેચ્છા
જીવનમા મળવાની આશા રખુ છુ
મહુવા આવોતો અમારા નાળિયેરીના પ્લાંટેશનની મુલાકાત જરુરથી લેવા વિનંતી
૯૩૭૪૮૯૩૨૦૫
આપની આશા એ હવે મારી ઇચ્છા બની છે એટલે ચોક્કસ મહુવામાં મળીશું. આપનો ખુબ આભાર.
tame aa sahi karo shu .dujani bata ne sanjo chu
tamaro aa bhagicho saras chhe
તમારો બ્લોગ જોયો આજે .. મજા આવી… હવે નિયમિત રીતે મુલાકાત લેતો રહીશ…!!!
Nice Blog… Enjoyed a lot.. You got one more follower 🙂
થેંક બાગબાન
માળી લીલા છમ્મ બગીચાના
સજ્જન શ્રી ,
જય હો.
કુદરત-નિસર્ગની નજદીક જવાથી ચોક્કસ એક ભીતરી શુકૂન -ભીનાશ વાળી શીતળતા નો સહજ એહસાસ અંકે થાય છે.સારું લાગે છે.બગીચાનો લીલો રંગ આમેય આંખોને ઠંડક આપે ..ગમે। …
બસ સુખની ક્ષણો વહેંચતા જાઓ અને ખુશ થવું અને રહેવું એજ મકસદ !આભાર।
-લા’કાન્ત / 23-8-13
” આપનો બગીચો હંમેશા લીલોછમ રહે “
Very good experience of browsing through your Baag…! Its very neatly created and maintained…Would like to visit it often for some fresh, green air!!!
મારા શબ્દોથી શણગારેલા બગીચામાં આપનું સ્વાગત છે. આપના સુંદર પ્રતિભાવ માટે મારો બગીચો આપનો આભાર વ્યક્ત કરે છે અને આ બગીચાનો માળી હોવાના નાતે મને પણ તેની ખુશી થાય તે સ્વાભાવિક છે.
સમયાંતરે આવતા રહેજો અને મળતા રહેજો.
tamaro aa blog mane khub game che
me aaje tamaro bagicho joyo khub sarasche.
thanks maen gamyo aap ghanu saras lakho cho sir
Hello ,
My name is Neha Saxena and I recently read your blog name called “maro bagicho” and it’s Sound Good. Also, I noticed you are capable to aware the people for Traffic System. So, minimize negelecting the traffic rules or breaking them everyday.
Few day back a good app are launch by government name called “e challan surat city”. Our government, are providing such a good concept to help public as well as prevent or break traffic problem and now it’s move to ahemdabad city and launch new app named ” e Challan Ahmedabad City “.
so, requested to you aware people for e challan traffic system because you have ability to make Digital India.
Thank you.