મારા બગીચાની મુલાકાત લેનાર ઘણાં મિત્રોને ગુજરાતીમાં લખાણ વાંચીને સવાલ થાય છે કે ગુજરાતીમાં કઇ રીતે લખવું. ઘણાં મિત્રોને આ અંગે સહાયરૂપ બની શક્યો છું તેનો મને અતિ આનંદ છે. છતાંયે બીજા ઘણાં એવા લોકો છે જે પુછતા સંકોચ અનુભવે છે અથવા અન્ય જગ્યાએ તે શોધવાનો પ્રયાસ કરે છે. તેથી ગુજરાતીમાં લખવા ઇચ્છતા દરેક લોકો માટે અહી મુખ્ય વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો છે.
1. ગુગલ ટ્રાન્સલેટ ;
– અહી સૌ પ્રથમ આપની ભાષા તરીકે “Gujarati” સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપ અંગ્રેજીમાં જે કંઇ પણ લખશો તેનું ગુજરાતીમાં ભાષાંતર થતુ આવશે. ઓછી મહેનતે ગુજરાતીમાં લખવા માટે આ એક ખુબ સરસ સુવિધા છે; અહી લખ્યા બાદ લખાણને કોપી કરીને જે-તે જગ્યાએ પેસ્ટ કરવાનું રહે છે.
2. ડાઉનલોડ કરો:
ડેવલોપરઃ વિશાલ મોણપરા
મુળ વેબસાઇટ- vishalon.net
– મારા મતે આ સૌથી સરળ સોફટવેર છે અને ઇંટરનેટ પર ગુજરાતી લખવા માટે મને સૌથી વધુ પ્રિય છે. આ સોફ્ટવેરને ઓફલાઇન (ઈંટરનેટ વગર) પણ ઉપયોગમાં લઇ શકાય છે. ગુજરાતી, હિન્દી ઉપરાંત અન્ય ઘણી ભારતીય ભાષામાં લખાણ માટે ઉપયોગમાં શકાય છે. આ સોફ્ટવેરની મદદથી આપ ઇચ્છો ત્યાં સીધા જ ગુજરાતીમાં લખી શકો છો. કોપી-પેસ્ટની કોઇ જરુર ન પડે!
ખાસનોંધઃ આ એક નાનકડું કમાલનું સોફ્ટવેર છે; જેને કોમ્પ્યુટરમાં ઇનસ્ટોલ કરવાની જરુર પણ નથી. બસ એકવાર ડાઉનલોડ કરો અને મનફાવે તે જગ્યાએ મુકીને શરુ થઇ જાઓ!
3. Online Type-Pad:
- pramukhime.com/type/pramukh
- service.monusoft.com/GujaratiTypePad.htm
- gujarati.indiatyping.com
- google.co.in/intl/gu
4. Windows માં કાયમી ગુજરાતી ફોન્ટ ઉમેરવા અને લખવા માટે ;
- સામાજીક – wp.me/PMLoO-84
- ગુજરાતી ટાઇપીંગ – anirdesh.com
- લખે ગુજરાત – lakhe-gujarat.weebly.com
5. ગુજરાતીમાં જોડણીની ભુલો નિવારવા માટે અને લખવા માટે પણ ઘણું કામ આવી શકે એવું ઓનલાઇન સોફ્ટવેર છે ;
- Online Saras Spellchecker : gujaratilexicon.com/saras-spellchecker
# આ ઉપરાંત બ્લોગ-જગતના કેટલાક મિત્રો અને વડીલો એ રજુ કરેલ તેમના સુચનો;
- Gujarati Blogs – gujaratiblogs.com
- ગદ્યસુર – gadyasoor.wordpress.com
- લયસ્તરો – layastaro.com
- આપણું ગુજરાત – aapnugujarat.in
- અલગારીની દુનિયા – algari.blogspot.com
~ આશા છે કે મારા આ નાનકડા પ્રયાસ દ્વારા આપને થોડી મદદ મળી રહશે. આપને ગુજરાતી લખતા કરીને મને મારી માતૃભાષાની નાનકડી સેવા કર્યાની ખુશી થશે. અને આપને મદદરૂપ થયાનો આનંદ પણ થશે!
# અહીયાં ઉપર મુખ્યત્વે કોમ્પ્યુટર/લેપટોપમાં લખવા માટેના વિકલ્પ હતા પણ મોબાઇલમાં ગુજરાતી લખવા માટે અલગ ઓપ્શન છે.
~ એન્ડ્રોઇડ (Android) ઓપરેટેડ મોબાઇલમાં તો ગુગલ પ્લે સ્ટોરમાં ઘણાં કી-બોર્ડ ઉપલબ્ધ છે; જેનાથી ગુજરાતી ઉપરાંત દરેક સ્થાનિક ભાષામાં લખી શકાય. પરંતુ મારા મતે ગુગલ દ્રારા બનાવેલા Gboard અને Indic Keyboard બંને બેસ્ટ છે. પણ હું Gboard નો વધારે ચાહક છું.
~ iOS ઓપરેટીંગમાં એપલનું ગુજરાતી કીબોર્ડ ઉપલબ્ધ છે. અને ત્યાં પણ ગુગલ દ્વારા બનાવેલ કી-બોર્ડ Gboard ઉપયોગમાં લઇ શકાય છે.
મારી કહેવાની ઇચ્છા છે કે આપ એક સાચા ગુજરાતી છો… આભાર.
કોઇ જાણકાર મિત્રો અહી કોમેન્ટ તરીકે અન્ય વધુ સારો વિકલ્પ પણ સુચવી શકે છે.
આભાર.
aapni vat mo tel no upyog vdhu che.
સાહેબ, ત્યારે સાવ નવો હતો.. અને હવે કોઇ-કોઇ કહે છે કે મારી વાતોમાં ક્યારેક મરચું વધારે થઇ જાય છે તો કોઇવાર મીઠું વધારે પડી જાય છે. ખૈર, ગુજરાતી થઇનેય હું ગળપણ ઉમેરતાં ન શીખ્યો અને અફસોસ રહેશે આટલાં વર્ષે પણ હું સારો રસોઇયો ન બની શક્યો.
આપ જેવા અનુભવી માર્ગદર્શન કરતા રહે તો કદાચ સુધારો આવી શકે..
સરસ જાણકારી આપી. એકજ જગ્યાએ બધી માહિતી ‘હાથવગી’….!
-આભાર મિત્ર !
ભાઈ,,ખુબ જ સારી માહિતી છે,,,કોઈ બીજા પૂછે અમને તો શેર કરવાની રજા છે ને?….
ચોક્કસ શેર કરોને સાહેબ. એકબીજાને વહેંચતા રહીએ એ જ તો મજા છે…
શ્રી અરુણભાઇનો ફેસબુક પેજ (https://www.facebook.com/marobagicho) પર પ્રતિભાવ –
ANYONE CAN DOWNLOAD EPIC BROWSER…IT ALLOW YOU TO WRITE ALL INDIAN LANGUAGE…JUST TYPE IN GOOGLE EPIC BROWSER AND DOWNLOAD IT…ITS NICE BROWSER SAME AS GOOGLE CHROME AND MOZILA…
સરસ માહિતી.
ખરેખર જાણવા મળયું.
તમારો પ્રયત્ન મને ગમ્યો.
http://abhyaskram.blogspot.com/
સજેશ કરવા નમ્ર અરજ છે.
chokkas mari sathe banyu chhe. mari angat chinta ne tame vacha aapi chhe me tamara kahya pramane job chhodi chhe. thanks
આપના પ્રતિભાવ બદલ આભાર. પરંતુ આપનો પ્રતિભાવ કોઇ અન્ય પોસ્ટના સંદર્ભમાં લાગે છે એટલે અહી આપની વાત સમજાતી નથી.
બહુજ સરસ બ્લોગ. આપે ગુજરાતી લખવા માટે ઉપયોગી લીન્ક્સ આપવા બદલ આભાર. વધુ કેટલીક લીન્ક્સ મારા તરફથી: http://netgpad.sf.net તથા http://code.google.com/p/gujarati-component
અમો ગુજરાતી ને ગર્વ થઇ તેવું તમે કર્યું છે.ગુજરાતી સોઉથી ન્યારા, ગુજરાતી સોઉંને પ્યારા ,
આપના બગીચામાથી ગુજરાતી વિષે ઘણુ બધુ જાણવા મળ્યુ આપનો ખુબખુબ આભાર
આપ નો ખરા દીલ થી આભાર. PramukhIME સોફ્ટ્વેર ખુબ સરસ છે.
આપનો પણ આભાર અને PramukhIME સોફ્ટવેર ‘વિશાલભાઇ મોણપરા’ દ્વારા રજુ કરવામાં આવ્યું છે અને તેમની મુળ વેબસાઇટ છે – http://vishalon.net/
MANY THANKS and congratulations, I type in Gujarati only in google a/c. but generally use yahoo account. receive and forward -share them and enjoy. How I can do in yahoo.?
How I can type and convert the same way here or when I want to comment on any blogg?
This my problem. I brought my laptop and work and read many Gujarati Bloggs and enjoy day and night at 88 years, but feel ashemed ,as I cannot do so easy in Gujarati. i have full time, so enjoy reading and sometime comment in my Engish-not proper. Shri Ratikaka Chanderia, Uttam Gajjar and many friends encourge me to continue trying, and i am doing…Yours will help. Iam in usa T.No.631-471-7799 or e.mail,meanwhile thanking you With regards
thank u
I like Gujarati/Google Transliteration IME which does not require down loading.
you may provide links for..
1-On line Gujarati/Hindi script converters
2-On line Hindi/Gujarati url whole web page converter
3-On line written in Roman script to Gujarati or Hindi script Converter
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
(4)અનુવાદ યોગ્ય ગુજરાતી
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.
આપ નો ખરા દીલ થી આભાર.
બહુજ સરસ બ્લોગ. આપે ગુજરાતી લખવા માટે ઉપયોગી લીન્ક્સ આપવા બદલ આભાર.
ખરેખર જાણવા મળયું.
અમે ગુજરાતી સૌથી ન્યારા સૌના પ્યારા.
” PramukhIME ” – Software મને બધુ જ યોગ્ય લાગ્યુ અને માહીતી આપવા બાબત આભાર….
Khub j Saru Collection Chhe. Aabhar
બહુ સરસ તમારી મહેનતને રંગ છે.
“મારો બગીચો” નહી…. પણ “આપણો બગીચો”
ગુજરાતી નુઈગલીસમારુપાન્તથાય
tame ganu saras kam karyu sir. mane gujrati ma blog banava ni icha che. kevi rite bnavay help krjo. mail@marobagicho.com ma email kariyo che
How to use it on iPad?
ઘણો સરસ અને માહિતી સભર બગીચો..
ધન્યવાદ ગુજરાતી..
https://manmojiii.blogspot.com/