કઈ ચેહરે હૈ ઇસ યુધ્ધ કે..

India armed force

આજકાલ સોશીયલ મીડીયા પર યુધ્ધ અને શાંતિ વિશે મોટી મોટી વાતો ચાલે છે. તો અહી મને પણ યાદ આવે છે કેટલાક ક્વોટ્સ અને કહેવતો; જે યુધ્ધ વિશે અને તેની અસર તથા જરુરીયાત વિશે જાણીતા છે!

India armed force with flag

યુધ્ધ વિશેના કેટલાક ક્વોટ્સ / કહેવતો..

~ યુધ્ધ ક્યારેય નુકશાન વગર નથી થતું; બંને પક્ષ તેમાં ખુંવાર થાય છે.

~ કેટલાક અનિષ્ટ એવા હોય છે જેને નિવારી ન શકાય; યુધ્ધ તેમાંનું એક છે.

~ વાતચિતથી દરેક સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.

~ દરેક યુધ્ધનો હેતુ શાંતિ હોય છે.

~ ડાહ્યા માણસોની વાતો શાંતિકાળમાં શોભે, યુધ્ધ દરમ્યાન તે કાયરતા ગણાય છે.

~ યુધ્ધ વગર શાંતિ શક્ય નથી.

~ યુધ્ધ વિશે એવી એક અફવા ફેલાયેલી છે કે તેનાથી દરેક મુસિબતનો કાયમી ઉકેલ મેળવી શકાય છે.

~ વર્તમાનમાં સૌ શક્તિશાળીના પક્ષે રહે છે.

~ કાયર પ્રજાનો કોઇ દેશ ન હોય.

~ માત્ર સત્યથી ક્યારેય યુધ્ધ નથી જીતી શકાતું.

~ આંખના બદલે આંખ એક દિવસ દુનિયાને આંધળી બનાવી દેશે.

~ સમય યુધ્ધની ભયાનકતાને પણ ભુલાવી દે છે.

~ જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો યુધ્ધ માટે તૈયાર રહો.

~ યુધ્ધ એક છળ છે.

~ યુધ્ધ ક્યારેય સારું ન હોઇ શકે અને શાંતિ ક્યારેય ખરાબ ન હોઇ શકે.

~ જો વાતચિતથી જ બધા ઉકેલ મેળવી શકાતા હોત તો દુનિયાના એકેય દેશ પાસે શસ્ત્રો અને સૈન્ય ન હોત.

~ શાંતિકાળમાં યુધ્ધ ક્ષમતા વધારતા રહેવામાં શાણપણ છે.

~ યુધ્ધ પાલગપન છે.

~ યુધ્ધમાં સૌ પ્રથમ તમારી અંદરની માણસાઇ મરે છે.

~ શાંતિ એ યુધ્ધની ઉપજ છે.

~ યુધ્ધની શરૂઆત કરવી સહેલી છે, અંત વિશે કોઇ પક્ષકાર દાવો ન કરી શકે.

~ યુધ્ધ હંમેશા બલિદાન માંગે છે.

~ યુધ્ધ ક્યારેય અધવચ્ચે છોડી ન શકાય.


…મને જેમ યાદ આવે એમ લખતો ગયો છું. કેટલાક એકબીજાથી તદ્દન વિપરિત દ્રષ્ટિકોણ ધરાવે છે. મુખ્યત્વે બધું જે-તે સમયની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. (‘ન બોલવામાં નવ ગુણ’ અને ‘બોલે તેના બોર વેચાય’ -એવું છે આ બધું.)

આપ કોઇ ઇચ્છો તો અહીયાં નવી વાતનો ઉમેરો પણ કરી શકો છો. ઉપરની દરેક વાત/કહેવત સાથે હું સહમત નથી અને દરેક સાથે અસહમત પણ નથી. (આ બધી કહેવતોનું કેવું અર્થઘટન કરવું એ જાતે સમજી શકો એટલા આપ સૌ સમજદાર છો જ.)


આજે બીજું કંઇ લખવું નથી કેમ કે દેશમાં, LOC આસપાસ અને શાંતિના દુશ્મનો સાથે જે થઇ રહ્યું છે એ બધું મને ઠીક પણ લાગે છે અને ક્યારેક બેચેન પણ કરે છે.

ફોટોઃ વ્રજ અને નાયરા

આમ તો વિચાર્યુંં‘તું કે નાયરાના ફોટોની એક અપડેટ મુકીશ પરંતુ ઘણાં સમયથી વ્રજના ફોટો પણ બાકી છે. એટલે અમે વિચારને થોડોક બદલ્યો છે! (ટાઇટલમાં વ્રજ અને નાયરા જોઇને સમજાઇ ગયું હશે.)

ભાઇ-બહેનને સાથે રાખવાની ઇચ્છા મનમાં રાખીને હવે વ્રજ અને નાયરા બંનેના સાથે હોય એવા ફોટો આજે અપલોડ કરું છું. (જેથી કોઇ એકને અન્યાય ન થાય.🙂)

અને મારી બગ્ગુના ફોટો માટે એક અલગ અપડેટ તો આવશે જ. (સિલેક્શન ચાલે છે કે કયા-કયા અપલોડ કરું, ત્યાં સુધી આ બધા જોઇ લો.)

vraj and nayra
વ્રજ અને નાયરાના ફોટો
વ્રજ અને નાયરાના ફોટો
વ્રજ અને નાયરાના ફોટો
અને આ છેલ્લે ઉત્તરાયણના સમયની ક્લિક!..
વ્રજ અને નાયરાના ફોટો

લિસ્ટ

~ આગળની અપડેટ્સમાં ભુલાઇ ગયેલી મુલાકાતની નોંધ લીધી હતી તો તે જોઇને ફરી એક નવો વિચાર આવ્યો છે! (રીધમ હૈ ભાઇ.. એક વિચારથી બીજો.. અને બીજાથી ત્રીજો..)

~ આમ તો હું રોજ નવા-નવા વિચાર કરતો રહું છું પણ નવાઇ એ વાતની છે કે આજકાલ તેને અમલમાં પણ મુકી રહ્યો છું! (યહી તો બહુત બડી ચીજ હૈ બીડું!)

~ હા તો નવો વિચાર એ હતો કે મારા માટે એક એવું લિસ્ટ બનાવવું જેની અપડેટ્સ હું ભુલી રહ્યો છું.

~ તો અત્યારે યાદ આવતી અને અહીયાં નોંધ લેવામાં ભુલાઇ જતી હોય એવી વસ્તુઓ/વ્યક્તિઓ/વાતો તથા અપડેટ્સનું લીસ્ટ નીચે મુજબ છે. (યાદ આવશે તેમ નવા પોઇન્ટ્સ ઉમેરવામાં આવશે.)

List, યાદી લિસ્ટ
  • બુક્સ ~ જે હું વાંચુ છું અને નથી પણ વાચતો! જે નિયમિત ખરીદુ છું અને ઘણી એમ જ મુકી રાખુ છું તો કોઇને સાથે લઇને ફરું છું.
  • ફિલ્મ્સ ~ રેટીંગ આપવાવાળા વધારે થઇ ગયા છે આજકાલ… પણ કોઇ-કોઇ ફિલ્મ વિશે મારા વિચારો ખરેખર લખવા જેવા હતા.
  • નાયરા ~ વ્રજ વખતે ઘણું લખ્યું હતું પણ મારી ઢબુડી વિશે લખવાનો સમય કાઢી નથી શકાતો. આમ તો દિકરી વિશે ઘણું લખાયેલું છે સાહિત્યમાં પણ મારા શબ્દોમાં લખવું છે.
  • વ્રજ ~ દિકરો મારો મોટો થતો જાય છે પણ નાયરા પછી તેને અપાતો ટાઇમ ઘટી ગયો છે. ફરિયાદ તો નથી કરતો પણ મારું દિલ કહે છે કે તેને પણ પુરતો સમય આપવો જોઇએ.
  • આસપાસના સ્થળ અને ગમેલી જગ્યાઓ ~ જ્યાં કંઇ નોખું હોય અથવા તો અનોખું હોય એવી જગ્યાઓ વિશે.
  • ફોટો ~ બહુજ બધી મસ્ત મસ્ત ક્લિક્સ છે મારા ખજાનામાં જેને અહીયાં યાદગીરી તરીકે અને દેખાડો કરવા મુકવા જેવી છે.
  • મારા અન્ય નખરાઓ અને સિક્રેટ્સ ~ નો મોર કોમેંટ્સ અબાઉટ ધીસ. 🤫

~ ઉપરના લિસ્ટમાંથી અમલરૂપે સૌથી પહેલા નાયરાના ફોટોની એક અપડેટ કરવાનો વિચાર છે…