મારા વિશે..

નમસ્તે! હું છું આ બગીચાનો માળી, બગીચાનંદ. લગભગ વેબ દુનિયાના બે-ચાર લોકો મને સારી રીતે ઓળખે છે, એટલે મારા વિશે વધારે ઓળખાણની જરુર નથી; પણ અમે એવી કોઇ ખાસ હસ્તી ન હોવાથી ન ઓળખનારા વધુ હોઇ શકે છે. (લે! હું કંઇ સચિન તેંડુલકર નથી કે હંધાયે ઓળખતા હોય!)

બગીચાનંદ

ઓકે.. તો ન ઓળખતા સજ્જનશ્રીઓને વિનંતી કે મારા નામથી ગુગલમાં સર્ચ કરી લે; અથવા તો મારા મુળ બગીચામાં જઇને મારી રોજબરોજની વાતો જોઇ લે.. (હા, મહેનત તો કરવી પડે એટલી..)

રમેશભાઇને ખબર કે કોઇ આ બધું વાંચવા પણ આવશે કે કેમ. છતાંયે પોતાની ઓળખનું એક પાનું હોવું જોઇએ એવી નૈતિક જવાબદારી સમજીને આ પાનું બનાવ્યું છે. (નૈતિક જવાબદારી નિભાવ્યાની બૌધિકો ખાસ નોંધ લે.)

લગભગ કોઇ જ કારણ વગર માત્ર એક નાનકડા ખયાલથી આ ઠેકાણું બનાવ્યું’તું. પણ સમય જતાં હું મને પોતાને અલગ જગ્યાએ લેતો આવ્યો અને માહિતી ઉમેરતો ગયો છું. (કારણ વગર બનેલી કોઇ-કોઇ વસ્તું ક્યારેક ઘણી સરસ હોય છે.)

વાંચનારને ગમે અને જોનારને સરળ લાગે તે હેતુથી સરળ દેખાવ પસંદ કર્યો છે. પહેલી નજરે ચોક્કસ સાવ સામાન્ય લાગશે પણ સરળતાની એ સુંદરતા મારે જાળવી રાખવી છે. (ખબર નહી કેમ, મને આ સરળતાથી સુંદરતા -વાળો ખયાલ બહુજ ગમે છે.)

મારા સુધી કોઇ વાત પહોંચાડવી હોય; કોઇ સુચન કે ફરિયાદ હોય તો ચોક્કસ અહી જણાવેલા મારા ઇ-સરનામે લખી શકો છો. દરેકને પ્રતિભાવ આપવાની હું ખાતરી આપું છું. (આ છેલ્લી લાઇનને સીરીયસલી ન લેવી.)

ઇ-સરનામુંઃ mail@marobagicho.om

આ ઉપરાંત બીજા ઘણાં સોસીયલ ઠેકાણે પણ હું ઉપલબ્ધ છું તો ત્યાં પણ મને કોઇ પણ સમયે હેરાન કરી શકો છો. (એમ તો મારી મરજીથી વધારે કોઇ પરેશાન ન કરી શકે, એટલી દુરી અમે જાળવીએ છીએ!)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *