મહિસાગરને આરે ઢોલ વાગે સે..

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે..

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે..

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે..

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે..

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે,
વાગે સે, ઢોલ વાગે સે..
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે..

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *