તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે..

શ્યામ… શ્યામ… શ્યામ… શ્યામ…
શરદપૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલીભાતની.
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ, આવ, આવ શ્યામ..
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે..
ગરબે ઘૂમતી ગોપીઓ, સૂની છે ગોકુળની શેરીઓ.
સૂની સૂની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ, આવ, આવ શ્યામ..
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે..
અંગ અંગ રંગ છે ઉમંગનો, રંગ કેમ જાય તારા સંગનો.
પાયલ ઝંકાર સૂની, હૃદયનો નાદ સૂનો..
રાસ રમવાને વહેલો આવ, આવ, આવ શ્યામ..
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે..
Read in English: Tara Vina Shyam Mane