તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા તારી  કરુણાનો કોઈ પાર નથી

મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા
મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હે પરમકૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા
વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી
અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો
મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

ભલે છોરુ કછોરુ થાયે તું માવતર કહેવાયે
મીઠી છાયા દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

છે ભક્તનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી
રાધાના દિલ હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી