રાખના રમકડાં ને મારા રામે રમતા રાખ્યા રે

મૃત્યુલોક ની માટી માં થી માનવ થઈને ભાખ્યા રે
રાખના રમકડાં ને મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોક ની માટી માં થી માનવ થઈને ભાખ્યા રે.. રાખના રમકડાં..

ડોલે ડોલે રોજ રમકડા નીત નીત રમતું નીત નીત રમતું માંડે
આ મારું આ તારું કહીને એક બીજા ને ભાંડે રે
રાખના રમકડાં ને મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોક ની માટી માં થી માનવ થઈને ભાખ્યા રે.. રાખના રમકડાં..

કાચી માટી ની કાયા માથે માયા કેરા રંગ લગાયા રંગ લગાયા હે
ઢીંગલા ઢીંગલી એ ઘર માંડ્યા ત્યાંતો કીન્દર લાવી કાયા રે
રાખના રમકડાં ને મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોક ની માટી માં થી માનવ થઈને ભાખ્યા રે.. રાખના રમકડાં..

અંત અનંત નો તંત ન તૂટ્યો રમતો અધૂરી રમતો અધૂરી રહી
તનડા ને મનડા ની વાતો આવી તેવી ગઈ