મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે
પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે

નહીં પૂજારી નહિ કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે
નીલ ગગન માં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે
પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે

વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે
મંદિર માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે
પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે