[et_pb_section fb_built=”1″ admin_label=”section” _builder_version=”4.16″ global_colors_info=”{}”][et_pb_row admin_label=”row” _builder_version=”4.27.3″ background_size=”initial” background_position=”top_left” background_repeat=”repeat” global_colors_info=”{}” custom_margin_last_edited=”on|tablet” hover_enabled=”0″ sticky_enabled=”0″ custom_padding=”|100px||100px|false|false” custom_padding_last_edited=”on|desktop” custom_padding_tablet=”|50px||50px|false|false” custom_padding_phone=”|10px||10px|false|false”][et_pb_column type=”4_4″ _builder_version=”4.27.3″ custom_padding=”|||” hover_enabled=”0″ global_colors_info=”{}” custom_padding__hover=”|||” sticky_enabled=”0″][et_pb_text admin_label=”Text” _builder_version=”4.27.3″ background_size=”initial” background_position=”top_left” background_repeat=”repeat” hover_enabled=”0″ global_colors_info=”{}” max_width=”100%” sticky_enabled=”0″ text_font_size=”20px” text_font=”Alike Angular||||||||” text_font_size_last_edited=”on|desktop” text_font_size_tablet=”18px” text_font_size_phone=”18px” text_line_height=”1.4em”]
બા બેઠી તી રસોઈ કરવા
લઈ એ પળનો લ્હાવો
જટા બનાવી, ભભૂત લગાવી
બચુ બન્યો ત્યાં બાવો
બમ્ બમ્ ભોલા અલખ નિરંજન
હું છું ખાખી બાવો!
ભિક્ષા માટે આવ્યો, મૈયા!
ચપટી આટો લાવો!
રસોઈ એવી કશી ખપે ના,
નહીં મીઠાઈ-માવો,
વૈરાગીને ભોજન સાદું
ખીચડી આટો ખાવો
પૈસા-કપડાં કંઈ ના જોઈએ,
ના જોઈએ સરપાવો,
મનમોજીલા બની અમારે
ગિરધરનો જશ ગાવો!
બા બોલી આજીજી કરતી :
‘ચીપિયો ના ખખડાવો,
ઘરમાં હમણાં કોઈ નથી ને
મુજને ના બિવડાવો!
“અચ્છા, મૈયા! હમ ચલતે હૈ!!”
કહીને ચાલ્યો બાવો;
વેશ હટાવી, થઈને ડાહ્યો,
બોલ્યો: “બા, હું આવો!”
– નરોત્તમ વાળંદ
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]