તારે રહેવું ભાડાના મકાનમાં

જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રહેવું ભાડાના મકાનમાં..

તને મળીયું મકાન કર્યા રંગ રોગાન
જાણે કાયમનું લીધું વેચાણમાં
તારે રહેવું ભાડાના મકાનમાં..

કરે એવો રુવાબ જાણે મોટો નવાબ
કાળ આવી કહેશે તારા કાનમાં
તારે રહેવું ભાડાના મકાનમાં..

થાશે હુકમનામું નહિ ચાલે કોઈ બહાનું
તારું ડહાપણ નહિ આવે કામમાં
તારે રહેવું ભાડાના મકાનમાં..

માટે ચેતીને ચાલો કરો હરિને વહાલો
તને સંતો સમજાવે સાનમાં
તારે રહેવું ભાડાના મકાનમાં..

4 thoughts on “તારે રહેવું ભાડાના મકાનમાં

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *