હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી,
રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર..
મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો,
દ્વારિકામાં રાય રણછોડ, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી…
કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી…
નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,
મીરાંનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી…
ભક્તોની રાખી ટેક, રૂપો ધર્યા અનેક,
અંતે તો એકનો એક, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી…
નામો તારાં હજાર, ગણતાં ન આવે પાર,
એક દીન કરો વિચાર, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી…
ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે,
ભૂલચૂક કરજો સૌ માફ, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી…
અમને લડાવો લાડ, રાખો ચરણની પાસ,
લેજો ભક્તોની સંભાળ, કયા નામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી…
છેલ છોગાળા, લખી પ્રેમે કંકોતરી,
પહોંચે વૈકુંઠ મુકામ, વૈકુંઠ ધામે લખવી કંકોતરી..
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી..